નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કેલક્યુલેટરની કળા

કેલક્યુલેટર જટિલ કે સાદી કોઇ પણ ગણતરી માટેનું એક અભિન્ન અંગ છે. વિશાળ કોમ્પ્યૂટર એ ખિસ્સા કેલક્યુલેટરનું અતિ સંશોધિત અને પ્રચંડ ક્ષમતાવાળું રૂપ છે તેમ કહી શકાય. ઝડપથી સરવાળા બાદબાકી કરતા કે ગણિતના કોયડા ઉકેલતા કેલક્યુલેટરનાં મૂળિયાં બેબિલોનમાં જન્મેલા મણકાવાળા ગણક સાધનમાં છે. તેની વિકાસ યાત્રામાં ક્યારેક તે એરિથમોમીટર કહેવાયું તો ક્યારેક તે કોમ્પ્ટોમીટરથી ઓળખાયું. આજનાં ઇલેકટ્રોનિક કેલક્યુલેટર હજુ પચાસ વર્ષ પહેલાં જ જન સમુદાયના હાથમાં આવ્યા. હવે તો જુદા જુદા કામ માટે ખાસ ગણતરી કરતા કેલક્યુલેટર ઉપલબ્ધ છે પણ પાયાની ગણતરીમાં તો સરવાળા-બાદબાકી જ છે. તો ચાલો, કેલક્યુલેટરની આ પાયાની ગણતરી કેવી રીતે થાય છે તેનો હિસાબ માંડીએ.

કેલક્યુલેટરનું મગજ એટલે માઇક્રોપ્રોસેસર ડિવાઇસ. દરેક આધુનિક ઉપકરણ સાથે સંલગ્ન માઇક્રોપ્રોસેસરની રચના અને કાર્ય અટપટા હોય છે જેને ન્યાય આપવો આ લેખમાં શક્ય નથી. હા, એટલું જાણી લઇએ કે પૂર્વ નિર્ધારિત પ્રોગ્રામ પ્રમાણે તેને આપેલા સંકેતો મુજબ માઇક્રોપ્રોસેસર કામ કરે છે, ગણતરી કરે છે. પણ સામાન્ય કેલક્યુલેટરમાં તો કોઇ પ્રોગ્રામિંગ થતું નથી તો પછી માઇક્રોપ્રોસેસર સક્રિય કઇ રીતે બને? આપણે જ્યારે કેલક્યુલેટરનાં રબરનાં બટન (આંકડાઓ) દબાવીએ ત્યારે તેની નીચે રહેલો વીજ પરિપથ પૂર્ણ થાય છે. પરપિથ પૂર્ણ થતાં જ વીજ સંકેતો ઉત્પન્ન થાય છે જે માઇક્રોપ્રોસેસર ઉકેલી, ગણતરી કરી સ્ક્રીન પર
દર્શાવે છે.

અધ્યતન કેલક્યુલેટર પણ અન્ય ઇલેકટ્રોનિક સાધનની જેમ દ્રિઅંકી પદ્ધતિ પર આધારિત છે. દશાંશ પદ્ધતિમાં શૂન્યથી નવ એમ દશ અંકો હોય છે જ્યારે દ્રિઅંકી પદ્ધતિમાં બે જ અંકો હોય છે જે ‘૦’ અને ‘૧’થી દર્શાવાય છે. સુપર કોમ્પ્યૂટરથી કેલક્યુલેટરની ચીપ દરેક ૦ અને ૧ની જ ગણતરી કરે છે પછી ભલે તેની સંખ્યા ખર્વોમાં હોય. જટિલ માઇક્રોચીપની સંરચનામાં કેટલાક પાયાના એકમો હોય છે જેને ‘ગેઇટ’ (Gate) કહેવાય છે. મૂળભૂત ગેઇટ બે કે ચાર ટ્રાન્ઝિસ્ટરનો બનેલો હોય છે. યાંત્રિક અને રસાયણ ટેક્નોલોજીના વિકાસને લીધે ખૂબ જ નાના વિસ્તારમાં (વર્ગ મિલીમીટર જેટલા) કરોડો ટ્રાન્ઝિસ્ટર સમાવી શકાય છે. ગેઇટ તેના કાર્ય પ્રમાણે ઓળખાય છે જેમ કે એન્ડ ગેઇટ, ઓર ગેઇટ, નેન્ડ ગેઇટ વગેરે. આ નામ સ્વયં ગેઇટનું કાર્ય જણાવી દે છે.

છતાં પણ ઉદાહરણરૂપ એન્ડ ગેઇટનું કાર્ય સમજવાનો પ્રયત્ન કરીએ. પાયાના એન્ડ ગેઇટને બે સંકેતો આપવાના હોય છે અને આ બે સંકેતોને આધારે તે એક સંકેત બહાર આપે છે. સંકેત ક્યાં તો ૦ હોય અથવા ૧ હોય. એન્ડ ગેઇટ ત્યારે જ ૧ સંકેત આપશે જ્યારે તેને આપવામાં આવતા બન્ને સંકેતો ૧ હોય, અન્યથા તે ૦ જ બહાર આપશે. આ રીતે ઓર ગેઇટમાં કોઇપણ એક સંકેત ૧ હોય તો પણ ગેઇટનો જવાબ ૧ હશે. આ રીતે વિવિધ શક્યતાવાળા જુજ ગેઇટ પાયાના એકમ બની રહે છે જેને નિયંત્રિત પણ કરી શકાય છે. એટલે કે નિર્ધારિત સમયે તે અપાતા સંકેતોને ઉકેલી જવાબ આપે. આ સંદર્ભમાં કેલક્યુલેટર કેવી રીતે સરવાળો કરે છે તે જોઇએ.

એક સાદો સરવાળો ‘૨+૨’ જોઇએ. દશાંશ એક ‘૨’ને દ્રિઅંકી પદ્ધતિમાં ‘૧૦’ તરીકે દર્શાવાય છે. માટે સરવાળો થયો ‘૧૦+૧૦’. બંને સંખ્યાનો છેલ્લો અંક ‘૦’ છે. તેને એવા ગેઇટમાંથી પસાર કરીએ જેમાં બંને સંકેતો ‘૦’ હોય તો જવાબ ‘૦’ આવે. જ્યારે ત્યાર પછીનો અંક બંનેમાં ‘૧’ છે. તો આ બંને ‘૧’નો સરવાળો પણ ‘૦’ થવો જોઇએ અને ત્રીજા અંક તરીકે (દશાંશ પદ્ધતિમાં જેમ એકમ સ્થાનનો સરવાળો ‘૩૦’ થાય તો ‘૦’ ને એકમ સ્થાન પર મૂકી ‘૩’ ને આગળના સ્થાન-દશક-સાથે ઉમેરીએ છીએ તેમ અહીં ફક્ત બે જ અંક હોવાથી બે ‘૧’ ના સરવાળાનો જવાબ ‘૦’ હોય અને આગળના સ્થાનમાં વધારાનો ‘૧’ ઉમેરાય ‘૧’ આવે.

આ રીતે દશાંશ પદ્ધતિમાં ‘૨+૨=૪’ થાય જ્યારે દ્રિઅંકી પદ્ધતિમાં આ જ સમીકરણ ‘૧૦+૧૦=૧૦૦’ થાય. જેને ફરી પાછો દશાંશમાં પરિવતિgત કરી આપણને દર્શાવવામાં આવે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે દરેક ગાણિતીક ક્રિયાઓ વિભિન્ન ગેઇટ દ્વારા કરી શકાય છે. ક્યા બે (અથવા વધારે) સંકેતો માટે કઇ ક્રિયા કરવી, ક્યા ગેઇટને સક્રિય કરવો તે આદેશ આપણે +, -, *, / વગેરે બટન દબાવીને આપીએ છીએ. યાદ રહે, બધા જ ગેઇટ એક જ ચીપ પર રચેલા હોય છે.

કેલક્યુલેટર ગણતરીમાં કરવામાં વેડફાતો સમય બચાવે છે જેને અન્ય રચનાત્મક પ્રવૃત્તિમાં વાપરી શકાય.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે