નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કેમ કરવામાં આવે છે અસ્થિઓનો સંચય

હિંદુ ધર્મના 16 સંસ્કારોમાંના જ એક અંતિમ સંસ્કારના સમયે મૃત વ્યક્તિની અસ્થિઓનો સંચય કરવામાં આવે છે. આ અસ્થિઓને પૂરા 10 દિવસ સુધી સુરક્ષિત રાખ્યા બાદ અગિયારમાં દિવસે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે. આખરે કેમ અસ્થિઓનો સંગ્રહ કરવામાં આવે છે. હાડકાઓમાં એવી કઈ વાત વિશેષ હોય છે કે શરીરના દરેક અંગના ભાગને છોડીને માત્ર તેમનો જ સંગ્રહ કરવામાં આવે છે.


વાસ્તવમાં અસ્થિ સંચયનું જેટલું મહત્વ છે તેટલું જ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. હિંદુ ધર્મમાં માન્યતા છે કે મૃત્યુ બાદ પણ કોઈ વ્યક્તિની સૂક્ષ્મ આત્મા તે સ્થાન પર રહે છે જ્યાં તે વ્યક્તિ મૃત્યુ પામે છે. આત્મા સંપૂર્ણ 13 દિવસ સુધી પોતાના ઘરમાં જ રહે છે. તેની તૃપ્તિ અને મુક્તિ માટે તેર દિવસ સુધી શ્રાદ્ધ અને ભોજનનો કાર્યક્રમ કરવામાં આવે છે. અસ્થિઓની સંખ્યાને પ્રતિક સ્વરુપે માનવામાં આવે છે. જે વ્યક્તિ મૃત્યુ પામી છે તેના દૈહિક પ્રમાણ પર અસ્થિઓનો સંચય કરવામાં આવે છે.



અંતિમ સંસ્કાર બાદ શરીરના અંગોમાં ફક્ત હાડકાઓના અવશેષ બાકી રહે છે. જે લગભગ બળી ચુક્યા હોય છે. તેમને જ અસ્થિઓ કહેવામાં આવે છે. આ અસ્થિઓમાં જ કોઈ પણ વ્યક્તિની આત્માનો વાસ થાય છે. તેને બાળ્યા બાદ ચિતા પરથી અસ્થિઓ એટલા માટે લેવામાં આવે છે કેમ કે શરીર મૃત શરીરમાં જે પણ પ્રકારના જીવાણુ પેદા થયા હોય તે મૃત્યુ પામી ચૂકયા હોય છે. તેને સ્પર્શવાથી કે તેને ઘરે લાવવાથી કોઈ પણ પ્રકારની હાનીનો ડર રહેતો નથી. આ માટે જ અસ્થિઓને શ્રાધ્ધ કર્મ અને ક્રિયાઓને નદીમાં વિસર્જીત કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા