જ્યોતિષ વિજ્ઞાનમાં ગુરુ, શુક્ર અને જન્મકુંડળીનો સાતમો ભાવ કોઇપણ સ્ત્રી કે પુરુષના જીવનસાથી અને વૈવાહિક જીવનનો નિર્ધારક છે.
સનાતન ધર્મમાં લગ્ન સંસ્કાર કોઇપણ વ્યક્તિના જીવનના પવિત્ર અને મહત્વના સંસ્કાર ગણાય છે. હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં પણ ગૃહસ્થાશ્રમનું મહત્વ જણાવવામાં આવ્યું છે. દરેક કાળમાં યુવક અને યુવતી વિવાહ અંગે સુખદ સપના જુએ છે અને રોમાંચિત થાય છે. તે ઉત્સાહ અને ઉમંગની સાથે વૈવાહિક જીવનમાં તેઓ પ્રવેશ કરે છે. પણ અનેક પ્રસંગોએ આપણે જોઇ શકીએ છીએ કે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને ભાવના હોવા છતાં વૈચારિક મતભેદની સ્થિતિ જોવા મળે છે. જેના લીધે બંને તણાવ અને મુશ્કેલીમાં જીવવા લાગે છે. અલબત આવી પરિસ્થિતિમાં પણ બંનેને એકબીજાની ચિંતા તો રહે જ છે.
ભારતીય જ્યોતિષશાસ્ત્રની આ જ શ્રેષ્ઠતા છે કે તે ગ્રહ-નક્ષત્રોના માધ્યમ દ્વારા ન કેવળ આવી સ્થિતિઓના કારણોને ઉજાગર કરે છે, સાથે તેના ઉપાયોને પણ સ્પષ્ટ કરે છે. જેના કારણે વ્યક્તિને માનસિક રાહત અને શાંતિ મળે છે.
જ્યોતિષ વિજ્ઞાનમાં ગુરુ, શુક્ર અને જન્મકુંડળીનો સાતમો ભાવ કોઇપણ સ્ત્રી કે પુરુષના જીવનસાથી અને વૈવાહિક જીવનનો નિર્ધારક છે. ગુરુને પુરુષ તત્વ અને શુક્રને સ્ત્રી તત્વનો કારક માનવામાં આવે છે. ગુરુ અને શુક્ર ગ્રહને જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ ગણવામાં આવે છે. આ માટે કોઇપણ સ્ત્રી કે પુરુષનો જીવનસાથી અંગેનો નિર્ણય અને દાંપત્ય જીવનમાં આવતા ઉતાર-ચડાવ, કુંડળીમાં આ બંને ગ્રહનોની સ્થિતિ, અન્ય ગ્રહો સાથેના તેમના સારા કે ખરાબ યોગ પર નિર્ભર કરે છે.
- પુરુષના લગ્નજીવન વિશે જાણવા માટે જન્મકુંડળીમાં શુક્રની સ્થિતિ જોવી જોઇએ. - સ્ત્રીના લગ્નજીવન અંગે જાણવા માટે જન્મકુંડળીમાં ગુરુની સ્થિતિ જોવી જોઇએ. - લગ્ન બાદ સુખદ અને સફળ લગ્નજીવન માટે જરૂરી છે કે સાતમા ભાવ પર ગુરુ અને શુક્રની દ્રષ્ટિ હોય. - ગુરુ જે ઘરમાં હોય ત્યાં ખરાબ પ્રભાવ પાડે છે. માટે જ્યારે ગુરુ પતિ કે પત્નીની કુંડળીમાં સાતમા સ્થાનમાં હોય તો પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધમાં કડવાશ આવે છે. વિવાદ વધે છે અને તણાવની સ્થિતિ સર્જાય છે. - આ પ્રકારે શુક્ર પણ જન્મકુંડળીમાં સાતમા સ્થાને હોય તો દાંપત્ય જીવન પર ખરાબ અસર પાડે છે. શુક્ર જો સાતમા ભાવમાં હોય તો પરસ્ત્રી કે પુરુષ સાથે સંબંધ બંધાઇ શકે છે. એકબીજા પરનો વિશ્વાસ જોખમાઇ શકે છે. શંકા, સંશય એટલે સુધી વધી શકે છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી શકે છે. - ગુરુ જો કોઇ ભાવમાં ખરાબ યોગ બનાવતો હોય તો તેના સાતમા ભાવ પર પડતી દ્રષ્ટિ પણ લગ્નજીવન માટે સુખદ નથી રહેતી. - માટે પતિ-પત્ની જન્મકુંડળીના ગ્રહોને જાણીને એકબીજા સાથે સમજ વિકસાવી, યોગ્ય ઉપાય કરી વૈવાહિક જીવનને સુખી બનાવી શકે છે.
Comments
Post a Comment