નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

નવી રીતે ફટાફટ શેરિંગ

જેવું આખા ઇન્ટરનેટનું છે એવું જ સોશિયલ નેટવર્કિંગનું છે ખરેખર કામનું હોય એવું કંઇ પણ શોધતાં નાકે દમ આવી જાય! કેમ કે જેમ ઇન્ટરનેટ પર નકામા કચરાનો ગંજાવર ઢગ છે એમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ મોટા ભાગે અર્થ વગરની આપ-લે જ થયા કરતી હોય છે. એ સ્થિતિનો સામનો કરવો હોય તો?તો તમારે તમારી લીટી મોટી કરવી પડે. એટલે કે તમને જે ખરેખર સારું ને અન્યોને ઉપયોગી થશે એવું લાગતું હોય એ અન્યો સાથે શેર કરવું પડે (ફરી આવ્યો પાઘડીનો વળ છેડે દુનિયાને હવે શેરિંગ વિના ચાલવાનું જ નથી!).

તમે ઘણી બધી સાઇટ પર ‘ગમતાંનો ગુલાલ’ કરવાની એટલે કે જે તે વેબપેજને બીજા સાથે શેર કરવાની ભલામણ કરતી સગવડ જોઈ હશે. મોટા ભાગે આપણે એનો ઉપયોગ કરતા નથી કેમ કે કામ થોડું કડાકૂટભયુ• હોય છે. હવે ફાયરફોક્સે આ કામ એકદમ સહેલું કરી આપ્યું છે - એફવન નામના એક નવા એડ-ઓન સ્વરૂપે (બ્રાઉઝરની અંદર, તમારી જરૂરિયાત અનુસાર ઉમેરી શકાતી નાની નાની સગવડને એડ-ઓન કહે છે, ફાયરફોક્સ, આઇઇ, ગૂગલ ક્રોમ વગેરેમાં આવાં સંખ્યાબંધ એડ-ઓન્સ ઉમેરી શકાય છે મફતમાં - ક્યારેક થોડા ઊંડા ઊતરજો). આપણે જેની વાત કરતા હતા એ ફાયરફોક્સનું નવું એડ-ઓન તમે અહીં (https://addons.mozilla.org/en-US/firefox/addon/252539/)થી ડાઉનલોડ કરી શકો છો અને તેના વિશે વિગતવાર માહિતી અહીંથી (http://f1.mozillamessaging.com/) મળશે.

આ એડઓન તમારા ફાયરફોક્સમાં ઉમેરાઈ જાય એટલે એક વાર બ્રાઉઝર રિસ્ટાર્ટ કરવું પડશે. પછી, તમે કોઈ પણ સાઇટ જોતા હો અને લાગે કે આ પેજ પરની માહિતી તમારા કોઈ એક ચોક્કસ મિત્ર કે અનેક મિત્રોને કામની છે તો પછીનું કામ છે એફવનનું વોઇસ કલાઉડ જેવું એક બટન શોધવાનું. તમે ફાયરફોક્સની ડાર્ક કલરની સ્કીન રાખી હશે તો આ બટન શોધ્યું નહીં જડે કેમ કે એ બિલકુલ કાળું છે. તમે જે ટૂલબારમાં સાઇટનાં એડ્રેસ ટાઇપ કરો છો, તેની જમણે સર્ચબોક્સ પછી છેક છેડે આ બટન જોવા મળશે.

તેના પર ક્લિક કરશો એટલે તમે જે વેબપેજ પર હશો તેની ઉપર એક પટ્ટો ઓપન થશે, જેમાં ટ્વિટર, ફેસબુક અને જીમેઇલના ઓપ્શન દેખાશે. ઇચ્છો તો આ ત્રણેય સર્વિસમાં લોગઇન થઈ જાવ. પછીનું કામ સહેલું છે, તમે કોઇ ચોક્કસ મિત્ર સાથે એ પેજ શેર કરવા ઇચ્છતા હો તો જીમેઇલના તમારા એકાઉન્ટમાં લોગઇન થાવ અને ત્યાંથી જ તમારો મેઇલ મોકલી આપો બીજા પેજ પર જવાની કે યુઆરએલ કોપી-પેસ્ટ કરવાની જરૂર નથી.

એક સાથે અનેક મિત્રો (તાળીમિત્રોનો જમાનો ગયો, હવે તો ક્લિકમિત્રોનો સમય છે છેલ્લે ક્યારે તમારા મિત્રની તાળી લીધી કે દીધી હતી એ યાદ કરી જુઓ) સાથે લિંક શેર કરવી હોય તો ટ્વિટર કે ફેસબુકમાં લોગઇન થાઓ, એ પેજ વિશે તમારા વિચાર ટૂંકમાં લખો એટલે પેજની લિંક આપોઆપ નેટગંગામાં વહેતી થઈ જશે! આ સગવડ એપિક બ્રાઉઝરમાં ચાલવી જોઈએ, પણ એમાં કંઈક ગરબડ થાય છે.

જેમ ફાયરફોક્સમાં આ સગવડ નવી ઉમેરાઇ છે તેમ આખેઆખા ફાયરફોક્સનું નવું વર્ઝન પણ બીટા વર્ઝનમાં લોન્ચ થઈ ગયું છે, સાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી, ‘ખરેખર જબરું ફાસ્ટ’ કહેવાતું આ વર્ઝન ટેસ્ટ કરી શકો છો.હમણાં નેટ પર નવી સગવડ ને નવા વર્ઝનની મોસમ બેઠી લાગે છે કેમ કે ગૂગલે પણ તેના સર્ચ એન્જિનમાં એક સરસ નવી સગવડ ઉમેરી છે - ઇન્સ્ટન્ટ પ્રિવ્યૂની. હવે તમે ગૂગલિંગ કરશો તો રિઝલ્ટ્સમાં છેડે એક મેગ્નિફાઇંગ ગ્લાસ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે, જમણી બાજુ ઊભા પટ્ટામાં એ જે તે વેબસાઇટનો પ્રિવ્યૂ જોઈ શકશો! એટલે કે તમારે કામની સાઇટ શોધવા માટે હવે જુદી જુદી લિંક પર ક્લિક કરીને અનેક ટેબ ઓપન કરવાની લગભગ જરૂર નહીં પડે.

ટ્વિટરનું પણ બિલકુલ નવું વર્ઝન લોન્ચ થયું છે. આમ તો એ સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ ગયું હતું, પણ તબક્કાવાર તમામ યુઝર્સ માટે રોલ-આઉટ થવાનું હતું. નવા ટ્વિટરમાં નવી ડિઝાઈન તો છે જ, પણ ડિઝાઈન એટલે માત્ર લૂક એન્ડ ફીલ નહીં એ મુદ્દો ટ્વિટરની આ નવી ડિઝાઈનથી તરત સમજાશે. ભારતમાં ટ્વિટર કરતાં અત્યારે ફેસબુકનો દબદબો વધી ગયો છે, પણ ફટાફટ વિચારોની આપલેમાં તમને રસ પડતો હોય તો ટ્વિટરનું નવું સ્વરૂપ ખરેખર મજા પડે એવું છે. એના વિશે વિગતવાર ફરી ક્યારેક.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે