નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જાપાનમાં ચોખામાંથી બ્રેડ બનાવતા કૂકરની ભારે માગ

કંપનીએ નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું

જાપાની ઈલેકટ્રોનિકસ કંપની સાન્યોએ આજે જણાવ્યું છે કે ચોખાને બ્રેડમાં ફેરવતા તેના નવા કૂકરની વિશાળ માગને પહોંચી વળવા તે અસમર્થ હોવાથી તેને તેનું વેચાણ કામચલાઉપણે અટકાવવાની ફરજ પડી છે.

કંપનીએ જણાવ્યું હતું કે, તે ૧ ડિસેમ્બરથી તેના પ૦,૦૦૦ યેન (૬૦૦ ડોલર)ની કિંમતના ગોપાન રાઈસ બ્રેડ કૂકરના ઓર્ડર લેવાનું બંધ કરશે. તે ચીનમાંના તેના પ્લાન્ટમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માગે છે. તે એપ્રિલમાં ઓર્ડર લેવાનું પુન: શરૂ કરે તેવી શક્યતા છે. તેનું કહેવું છે કે ગોપાન વિશ્વનું પ્રથમ કૂકર છે જે ચોખાને દળીને પાઉડર અને બ્રેડ બનાવે છે.

કંપની માર્ચ, ર૦૧૧ના અંત સુધીમાં પ૮,૦૦૦ કૂકર વેચવાની અપેક્ષા રાખતી હતી, પરંતુ તેને ૧૧ નવેમ્બર સુધીમાં આનાથી વધુ ઓર્ડર મળ્યા છે. સાન્યોનું કહેવું છે કે નવેમ્બરના અંત સુધીમાં ઓર્ડર આપનાર ગ્રાહકોને તે કૂકરની ડિલિવરી કરવાની યોજના ધરાવે છે, પરંતુ તેમાં માર્ચ સુધીનો વિલંબ થઈ શકે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા