નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

શુકન- અપશુકનની માન્યતા શા માટે?

હિંદુ ધર્મ ગ્રંથોમાં શુભ અને અશુભ જેવા વિષયોની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. શુકન અને અપશુકન વગેરે વિશે કેવી રીતે ખ્યાલ આવે ?તેના માટે જે તે ચિન્હ કે સંકેત દ્વારા જાણકારી મળે છે તેનાથી જાણી શકાય છે કે તે શુભ શુકનવંતુ અને અશુભ એટલે કે અપશુકનિયાળ છે.

શું આ શુકન અને અપશુકનિયાળ યોગ આપણા જીવનને પ્રભાવિત કરે છે ? વાસ્તવમાં સારી કે ખોટી ઘટનાઓ આપણા જીવનને પ્રભાવિત કરે છે. કોઈ પણ ઘટનાની સારી કે ખરાબ અસર આપણા વિશ્વાસને આધારે નક્કી થાય છે.

પ્રકૃતિ અને પશુ પક્ષીઓને અનેક વિશેષતાઓથી સંપન્ન કરવામાં આવ્યા છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જેનું પૂર્વાનુમાન કોઈ પણ વ્યક્તિ કરતા પહેલા પશુ પક્ષીઓને થઈ જાય છે.

એટલું જ નહીં ભવિષ્યની સંપૂર્ણ ઘટનાઓનો સંકેત પ્રકૃતિના ચિન્હોના સ્વરુપમાં નજરમાં આવે છે. આધ્યાત્મિક સાધના અને જ્યોતિષ તથા તંત્ર મંત્રના ક્ષેત્રમાં આ પ્રકારની વિધીઓ કરવામાં આવે છે. જેની સહાયતાથી કેટલાક ગુપ્ત સંકેતોનો પકડીને ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનું પૂર્વાનુમાન લગાવવામાં આવે છે.

અચાનક પ્રગટતા દીપકનું ઓલવાઈ જવું. કાચનું તૂટી જવું, દૂધનું ઢોળાઈ જવું તથા પશુ પક્ષીઓ અને કુતરું કે ગાયના વિશેષ હાવભાવ પ્રગટ થવા વગેરેને શુકન અપશુકનના સંકેતો માનવામાં આવે છે.

આ સંકેતોને આધારે કોઈ પણ વ્યક્તિ સમુચિત ઉપાય કરીને દુખદ ઘટનાઓથી બચી શકે છે. શુકન અને અપશુકનના વિવાદમાં સંકળાયા વગર આપણા મનને અકારણ અને આશંકાથી ભરીને દુખી ન થવું જોઈએ અને વ્યર્થ નુકસાન ન અનુભવવું જોઈએ. આ માટે બની શકે ત્યાં સુધી તેના ચક્કરમાં ન પડવું જોઈએ.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા