નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ટૂંક સમયમાં જ રેસરટ્રેક કમ્પ્યૂટર આવશે

હાલમાં ઉપયોગમાં લેવાતા પીસીથી દસ હજારગણી વધુ ઝડપવાળા કમ્પ્યૂટર ટૂંક સમયમાં બજારમાં આવશે. આ કમ્પ્યૂટર રેસરટ્રેક ટેકનિકથી સજ્જ હશે. તેમાં શોક પ્રૂફ મેમરી હશે જેનાથી વીજળીનો વપરાશ પણ ઓછો થશે. હાલના કમ્પ્યૂટરોને બૂટ થવામાં(શરૂ થવામાં) બેથી ત્રણ મિનિટ લાગે છે કારણ કે હાર્ડ ડસ્કિની માહિતીઓ રેમ સુધી પહોંચવામાં સમય લાગે છે. પરંતુ આઈબીએમના જયૂરિક રિસર્ચ સેન્ટરના વિજ્ઞાનીઓએ કમ્પ્યૂટર ચિપને નેનોવાયરથી સજ્જ કરી આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. રેસરટ્રેક કમ્પ્યૂટર ૧૦ સેકન્ડમાં જ બૂટ થઈ જશે કારણ કે તેનાથી જરૂરી માહિતી નેનો વાયરમાં જ એકત્ર થશે. ત્યાં સુધી કે આ કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક પણ ફરવાના બદલે સ્થિર રહેશે.

- ગૂગલે ‘હોટપોટ’ સેવા શરૂ કરી

સાન ફ્રાન્સિસ્કો: પોતાના શહેરના વ્યવસાયિક સંસ્થાનો, રેસ્ટોરન્ટ, થિયેટર વગેરે અંગે આપ ટૂંક સમયમાં જ ગૂગલ પર માહિતી મેળવી શકશો. ગૂગલે આ માટે ‘હોટપોટ’ સેવા શરૂ કરી છે. આ જાણકારી ગૂગલના જ યૂઝર એકબીજાને પણ આપી શકશે. ‘હોટપોટ’ પર મળતી માહિતી વિશ્વસનીય હશે. યૂઝર્સના રેટિંગ અને તેમની પસંદ-નાપસંદના આધારે લોગઈન ‘હોટપોટ’માં જવા અંગે નિર્ણય લઈ શકાશે. સ્માર્ટ ફોન માટેની એપ્લિકેશનમાં યૂઝર્સને એક નકશો જોવા મળશે જેના આધારે તેઓ જગ્યા પસંદ કરી શકશે. પહેલાં ફેસબુકે પણ યૂઝર્સને પોતાની પસંદના સ્ટોર અંગે મંતવ્ય વ્યક્ત કરવાની સુવિધા આપી હતી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા