નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

યુવતીઓ માટે સફળતાના સૂત્રો

દુર્ગા માંના દસ હાથ એ ધર્મના દસ અંગોનું પ્રતિક છે, જેનાથી ધર્મ પુરા થાય છે. આજની આધુનિક યુગની યુવતીઓ એ સંદેશ આપે છે કે તેઓ પોતે ધર્મની મૂર્તિ બની શકે છે અને ધર્મ તેમાં સમાવિષ્ટ થાય છે.

- માંના ચહેરાની મુસ્કાન પ્રતિક છે શાંતિનું. ઘરની મહિલાઓ જ્યાં સુધી શાંતિ અને સુખ અનુભવે છે ત્યાં સુધી ઘરમાં શાંતિ અને સુખ કાયમ રહે છે.

- માંના પગ નીચે દાનવ છે,એનો અર્થ એ થાય છે કે જો તમે કોઈ સીમામાં બંધાઈ જશો તો તમે આગળ વધી નહીં શકો એટલે દરેક સીમાઓને તોડીને આગળ વધો. દરેક બુરાઈને પોતાના પગ નીચે કચડી નાખો.

- માંના હાથોમાં અનેક હથિયાર છે, ચક્ર છે અને એને સીમામાં ન બાંધો , પોતાની સીમાઓને તોડીને આગળ વધો. તલવારનો અર્થ છે ચુનોતીનો સામનો કરવો. કુરીતીઓના બંધનોને તોડવા.

- ગદા કહે છે કે બુદ્ધિ પ્રખર અને તર્ક શક્તિશાળી હોવી જરુરી છે. ધનુષ્ય અર્થ થાય છે લક્ષ્ય પર નિશાનો રાખવો. હંમેશા પોતાના લક્ષ્યને પોતાની આંખો સામે રાખવા.

- ભાલો દૂરદર્શિતાનું પ્રતિક છે. પોતાની સામે આવનારી સમસ્યાઓને દૂરથી જ ડામી દો.

- શંખ અને ભેરી વાણીનું પ્રતિક છે. યુવતીઓના વાણી મધુર અને પ્રભાવી હોવી જોઈએ. જો સાંભળીએ તો વધારે પ્રભાવિત થઈએ.

- માંના વસ્ત્રો ગુલાબી છે. એ દર્શાવે છે કે નારીને સમયઅનુસાર રુપ ધારણ કરવા જોઈએ. ગુલાબીમાં લાલ રંગ પણ હોય છે જે ઉગ્રતાનું પ્રતિક છે અને સફેદ જે સૌમ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે.


Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા