નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બેડરુમમાં શા માટે નથી રાખવામાં આવતી ભગવાનની છબી ?

આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે બેડરુમમાં ભગવાનની કોઈ પ્રતિમા કે છબી ના રાખવી જોઈએ.ફક્ત ગર્બવતી સ્ત્રીને બાળગોપાલની છબી રાખવાની છૂટ આપવામાં આવી છે. આખરે કેમ શયનકક્ષમાં ભગવાનની છબી મૂકવામાં નથી આવતી? આ છબીઓનો આપણા જીવનમાં શું પ્રભાવ પડે છે ? જેને લગાવવાની મનાઈ દર્શાવવામાં આવી છે.


વાસ્તવમાં તે આપણી માનસિકતાને પ્રભાવિત કરે છે. આ કારણે જ ભગવાનની છબીઓને મંદિરમાં લગાવવામાં આવે છે. બેડરુમમાં નહીં. કેમ કે બેડરુમ એ આપણી અંગત જિંદગીનો ભાગ છે. અહીં મોટા ભાગનો સમય આપણે આપણા જીવનસાથી સાથે વિતાવીએ છીએ. બેડરુમથી જ આપણી સેક્સ લાઈફ શરુ થાય છે. જો આપણે ભગવાનની છબી લગાવીએ તો આપણા મનોભાવમાં પરિવર્તન આવવા લાગે છે. સંભવ છે કે તેનાથી વૈરાગ્ય ભાવ આવે અને આપણે આપણા દાંપત્યથી વિમુખ થઈ જઈએ. તેનાથી આપણી સેક્સ લાઈફ પણ પ્રભાવત થઈ શકે છે. આપણી ગૃહસ્થીમાં અશાંતિ ઉભી થાય છે. આપણે લગ્નજીવનથી વિમુખ થઈ શકીએ છીએ.ગૃહસ્થીમાં અશાંતિ ઉભી થાય છે. આ જ કારણે મંદિરોમાં ભગવાનની છબીને લગાવવાની સલાહ આપવામાં આવે છે.



જ્યારે સ્ત્રી ગર્ભવતી થાય છે ત્યારે ગર્ભમાં ઉછરી રહેલા બાળકોને સારા સંસ્કાર મળે એ માટે બાળ ગોપાલની તસવીર લગાવવામાં આવે છે. તેને જોઈને ગર્ભવતી મહિલાના મનમાં સારા વિચારો આવે છે અને તેઓ કોઈ દુર્ભાવના, ચિંતા કે મુશ્કેલીઓથી દૂર રહે છે. તેમના મન પર માતાની સારી માનસિકતાની અસર પડે છે અને બાળકનો યોગ્ય વિકાસ થાય છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા