નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્મોકિંગ છોડો, વેબ વર્લ્ડને સહારે

આપને ખ્યાલ છે કે સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. પરંતુ કાં તો તમે છોડવા માગતા નથી અથવા તો છોડવા ઇચ્છો છો પણ આ વ્યસન તમને છોડતું નથી. આ વખતે એવી કેટલીક વેબસાઇટ્સ જોઇ લઇએ, જે તમને આ જીવલેણ વ્યસન છોડવામાં મદદરૂપ થશે. www.quitnet.com નામની આ સાઇટ સાઠ હજારથી પણ વધુ વર્તમાન અને ભૂતપૂર્વ ફૂંકણિયાઓનો મેળાવડો છે, જેમાંના મોટા ભાગના છોડી ચૂક્યા છે.

www.smokefree.gov, www.stopsmokingcenter.net સાઇટ્સ પર આપને સ્ટેપ બાય સ્ટેપ સ્મોકિંગ કઇ રીતે છોડવું તેની માહિતી મળશે. ઉપરાંત એક્સપર્ટ એડવાઇસ પણ મળશે. quitsmokingcounter.com નામની આ સાઇટ પરથી આપને મદદ ઉપરાંત સ્મોકિંગ છોડવામાં મદદરૂપ થાય એવાં ગેઝેટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ ઉપરાંત સંલગ્ન ન્યૂઝ પણ વાંચવા મળશે.

આ ઉપરાંત www.wequit.co.uk, www.fixnixer.com પણ ચકાસી શકો છો. પરંતુ મુદ્દો એ છે કે આ વચ્યુંઅલ વર્લ્ડની સાઇટ્સ જોયા બાદ એના અમલ માટે તો તમારે આ એકચ્યુઅલ વર્લ્ડમાં એકચ્યુઅલ પ્રયત્નો જ કરવા પડશે! બેસ્ટ ઓફ લક!

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા