નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આ છે દુનિયાનો સૌથી Unlucky માણસ!




 
ગામના એક ગજબના સેલિબ્રેશનમાં પણ તે સામેલ નથી

આ માણસ દુનિયાનો સૌથી અનલકી માણસ છે. તાજેતરમાં સ્પેનના સોડેટો ગામમાં તહેવારનો માહોલ છે, પરંતુ કોસ્તિસ મિત્સોતાકિસ એકલો એવો શખ્સ છે, જે આ ઉત્સવમાં સામેલ નથી. સ્પેનના આ ગામના લોકોએ સ્પેનની સૌથી મોટી લોટરી ટીકિટ ખરીદી હતી અને તેમની લોટરી જીતી.

60 કરોડ પાઉન્ડ (આશરે 5500 કરોડ રૂપિયા)ની આ લોટરીની 1800 ટિકિટ હોય છે. લોકો મળીને તે લઈ શકે છે. ઈ.સ. 1812થી ક્રિસમસ પર નીકળતી આ લોટરી એટલી બધી લોકપ્રિય છે કે લોકો તે ડ્રો જોવા માટે ખાસ રજા લેતા હોય છે. પાછલા દિવસોમાં મંદીના મારથી પરેશાન સોડેટો અને આસપાસના ગામવાળાઓએ મળીને આ ટિકિટ ખરીદી હતી. આ ગામમાં દરેક ઘરમાંથી 4 પાઉન્ડ લેવામાં આવ્યા હતા. અમુકે બે કરતા વધારે ટિકિટ લીધી. જે સમયે આ લોટરીની ટિકિટ ખરીદવામાં આવી રહી હતી, ત્યારે આ જનાબ ગામમાં નહોતા.

લોટરી નીકળતા સોડેટો ગામના હિસ્સામાં 10 કરોડ પાઉન્ડ આવ્યા અને દરેક પરિવારના હિસ્સામાં 83000 પાઉન્ડ. એક પરિવારે વધારે ટિકિટ લીધી હતી, તેમને 3,72,000 પાઉન્ડ મળ્યા, પરંતુ કોસ્તિસ મિત્સોતાકિસ પણ બિલકુલ ખાલી હાથે રહ્યો નહોતો. તે પોતાની જમીન વેચવા માંગતો હતો, પરંતુ તે ખરીદનાર કોઈ મળી રહ્યું નહોતું. લોટરી નીકળતા જ એક પાડોશીએ તેની જમીન ખરીદી લીધી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા