નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તમે શું માનો છો, ગૂગલના આ નવાં પરિવર્તનો વિશે?

 
અત્યારે ઇન્ટરનેટ પર એવાં સર્વેક્ષણ અને તારણો ફરતાં થઈ ગયાં છે કે ગૂગલની નવી પ્રાઇવસી પોલિસી જોયા પછી ગૂગલના હાલના ૬૬ ટકા વપરાશકારોએ નક્કી કરી લીધું છે કે તેઓ ગૂગલને બાયબાય કરી દેશે!

ઇન્ટરનેટ જાણે હમણાં ઇન્ડિયા હોય એવું લાગે છે - રોજેરોજ વિવાદો! સોપા અને પીપાના મુદ્દે ઇન્ટરનેટની દિગ્ગજ કંપનીઓ અને યુએસની સરકાર આમને સામને છે ત્યાં ગયા અઠવાડિયે ગૂગલે તેની નવી પ્રાઇવસી પોલિસીની જાહેરાત કરીને વળી એક નવું ઊંબાડિયું ઊભું કર્યું. વિવાદ એટલો મોટો છે કે ઇન્ટરનેટ પર એવા (અનસાયિન્ટફિક) સર્વેક્ષણ અને તેનાં પરિણામો ફરતાં થઈ ગયાં કે ગૂગલની નવી પ્રાઇવસી પોલિસી જોયા પછી ગૂગલના હાલના ૬૬ ટકા વપરાશકારોએ નક્કી કરી લીધું છે કે તેઓ ગૂગલને બાયબાય કરી દેશે!

આખરે છે શું ગૂગલની આ નવી પોલિસીમાં, અને જો તમે ગૂગલની વિવિધ સેવાનો ઉપયોગ કરતા હો (બીજા ગ્રહ પર રહેતા હો તો જુદી વાત છે!) તો મને અને તમને તેની શી અસર થશે? પહેલી વાત તો એ કે ગૂગલે હજી ફકત જાહેરાત કરી છે, તેની નવી પોલિસી પહેલી માર્ચથી અમલમાં આવશે. ગૂગલના ઓફિશિયલ બ્લોગ પર જણાવ્યા મુજબ ગૂગલની અલગ અલગ પ્રોડકટ્સની લગભગ ૭૦ જેટલી પ્રાઇવસી પોલિસી હતી (જેને માટે લગભગ તમે અને હું, નવી સર્વિસમાં સાઇન અપ થતી વખતે આંખો મીંચીને ‘આઇ એક્સેપ્ટ’ કહીએ છીએ!).

હવે ગૂગલે આ બધીને સાંકળીને, માત્ર એક યુનિફોર્મ પોલિસી તૈયારી છે. એક પોલિસીનો મતલબ એ થયો કે હવે આ પ્રોડકટ્સ પણ એક થશે, જેથી, ફરી ગૂગલના કહેવા મુજબ આપણને સૌને ગૂગલની વિવિધ સેવાઓનો એક ‘બ્યુટીફૂલી સિમ્પલ, ઇન્ટ્યુઇટિવ યુઝર એક્સ્પીરીયન્સ’ મળી શકે. આનો સાદો અર્થ શું થયો? સમજવાની કોશિશ કરીએ.

અત્યાર સુધી ગૂગલની આ બધી પ્રોડકટ્સ અંતે ગૂગલની જ હોવા છતાં એકમેક સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલી નહોતી. હવે બધી સર્વિસ એક બીજા સાથે પરફેક્ટ્લી સંકળાશે, મતલબ કે આપણે ગૂગલની અલગ અલગ સર્વિસ પર જે કંઈ ડેટા મૂકીએ છીએ તે બધો ડેટા ગૂગલની બધી સર્વિસ જોઈ શકશે અને તેમાંથી ગૂગલ પોતાની રીતે અર્થો તારવીને, આપણને ‘વધુ અનુકૂળ અને વધુ ઉપયોગી’ એવી સર્વિસ આપશે.

આનો અર્થ એવો પણ થયો કે જીમેઇલમાંના આપણા મેઇલ્સ, પિકાસામાંની આપણી તસવીરો, ગૂગલ પ્લસમાંના આપણા અપડેટ્સ, અન્ય લોકોએ આપણી સાથે શેર કરેલા ફોટોઝ, અપડેટ્સ, ગૂગલ મેપ્સ પરનાં આપણાં લોકેશન્સ, યુટ્યૂબ પરના આપણા વીડિયો, આપણે સાઇન ઇન થયા પછી જોયેલા વીડિયો... વગેરે વગેરે બધું ગૂગલ જોશે, તપાસશે, તેમાંથી આપણી પસંદ-નાપસંદ, આપણું કામ, આપણા વિચારો, મંતવ્યો વગેરે બધું એકમેક સાથે સાંકળશે અને તેના આધારે આપણને ‘વધુ સારી’ સેવા આપશે.

તમે કદાચ નોંધ્યું હશે કે ગૂગલ પ્લસમાં સાઇન ઇન થઈને તમે ગૂગલમાં સર્ચ કરશો તો એ સર્ચ રિઝલ્ટમાં ઇન્ટરનેટ પરના તમારા પોતાના ડેટા અને તમારા મિત્રોના ડેટામાંથી પણ સર્ચ કરીને તેનાં રિઝલ્ટ પણ તમારી સામે મૂકે છે! (વધુ જાણવા જુઓ www.google.com/insidesearch/plus.html ). જો બધું આટલું સારું જ હોય તો દુનિયા આખીમાં આટલો હોબાળો કેમ મચ્યો છે?

આ ‘વધુ અનુકૂળ, વધુ ઉપયોગી, વધુ સારી’ વગેરે વિશેષણો નોંધપાત્ર એટલા માટે છે કે આ બધું માત્ર આપણા માટે અનુકૂળ, ઉપયોગી અને સારું નથી. એ બધું ગૂગલને પણ લાગુ પડે છે! ગૂગલ આપણી પસંદ-નાપસંદ જાણીને તેના આધારે આપણને કઈ જાહેરાત વધુ અસર કરી શકશે તે જાણશે અને પછી વધુ ટાર્ગેટેડ, વધુ ઇફેક્ટિવ જાહેરાત, સર્ચ રિઝલ્ટ વગેરે આપણી સામે મૂકશે. તમને આ સામે કોઈ વાંધો ન હોય તો તો કોઈ વાંધો જ નથી, પણ ઘણાના મતે, ગૂગલ આ રીતે સવeજ્ઞાની બની જાય એ સ્થિતિ બરોબર નથી.

વાસ્તવમાં, ગૂગલ હવે સર્વજ્ઞાની બને છે એવું પણ નથી. અત્યાર સુધી આપણે સૌએ તેની પોલિસીઝ સ્વીકારીને આપણી બધી માહિતી સમજી વિચારીને કે ભોળપણમાં તેને ધરી જ દીધી છે. ગૂગલની દરેક સર્વિસ અલગ અલગ રીતે આપણી બધી વાત જાણી જ ચૂકી છે, ગૂગલ માત્ર એવી ચોખવટ કરે છે કે હવે અમે બધું એક સાથે જોવાના છીએ!

ગૂગલ એટલી સ્પષ્ટતા કરે છે કે નવી પોલિસી આવ્યા પછી પણ કેટલીક બાબતો યથાવત્ રહેશે, જેમ કે તમે ગૂગલ પરનો તમારો તમામ ડેટા પરત મેળવી શકો છો (આપણે આ વિશે અગાઉ વાત કરી ગયા છીએ). ગૂગલ કહે છે કે એ આપણી અંગત માહિતી કોઈને વેચશે નહીં કે કોર્ટ ઓર્ડર જેવા સંજોગો સિવાય કોઈને આપશે પણ નહીં. તમે શું માનો છો, ગૂગલ પર આવી રહેલાં આ નવાં પરિવર્તનો વિશે?

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે