નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

શું પ્રેમ વ્યક્ત કરવા માટે એક જ દિવસની જરૂર હોય છે?

 
 
પ્રેમ જો સાચો હોય તો તેની અસર મનગમતા પાત્ર પર થયા વિના રહેતી નથી. એકબીજાને પોતપોતાની ખામી-ખૂબી સાથે જ મુક્ત રીતે અપનાવે તે જ સાચો પ્રેમ કહી શકાય.

સારિકા રાહ જોતી હતી, ૧૪ ફેબ્રુઆરીની, વેલેન્ટાઇન ડે આવે તેની, જેથી પોતે પ્રિયાંશુ સમક્ષ પ્રણયનો એકરાર કરે. મોટા ભાગના પ્રેમીપંખીડા ફેબ્રુઆરી મહિનાની આતુરતાથી રાહ જોતાં હોય છે. ક્યારે વેલેન્ટાઇન ડે આવે અને પોતાના પ્રેમીજન સમક્ષ પ્રણયનો એકરાર કરે? ક્યારે પોતાની લાગણીને શાબ્દિક રૂપ આપી કોઇ સુંદર મજાની ભેટમાં પેક કરી પોતાના મનના માણીગરને આપે અને તેની સ્વીકૃતિ મેળવે?

આવી વાત સાંભળીએ કે આ રીતે કોઇ ખાસ દિવસે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતાં જોઇએ ત્યારે એક સવાલ મનમાં ઉદ્ભવે છે. શું પ્રેમ વ્યક્ત કરવા માટે એક જ દિવસની જરૂર હોય છે? શું પ્રેમ માત્ર તમે આપેલી સુંદર ભેટ દ્વારા જ વ્યક્ત થઇ શકે છે? એટલી સસ્તી છે આ પ્રેમભાવના કે જે થોડાઘણા રૂપિયાની ભેટમાં જ વ્યક્ત થઇ જાય છે!

ના, પ્રેમ તો અમૂલ્ય છે અને તે અભિવ્યક્ત કરવા માટે તો વર્ષના ત્રણસો ને પાંસઠ દિવસ પણ ઓછા પડે. આવા અમૂલ્ય ભાવને આજની યુવાન પેઢીએ કેટલો સસ્તો બનાવી દીધો છે. ઘણાખરાને ખબર નહીં હોય કે વેલેન્ટાઇનની ખરી પ્રેમકથા શી હતી? આજના યુવાનો જે મોડી રાત સુધી બાઇક કે એક્ટિવા લઇને પ્રેમિકાને પાછળ અડોઅડ બેસાડી ફરે છે. જે રીતે પ્રેમિકા સમક્ષ પોતાના પ્રણયના એકરાર માટે વ્યાકુળ થતાં જોવા મળે છે, તેમને તમે આવતા વર્ષે વેલેન્ટાઇન ડે પર મળશો, તો ખ્યાલ આવશે કે જે પ્રેમિકા કે સાથીદારને મેળવવા માટે તેઓ તત્પર બન્યા હતા, એ જ વ્યક્તિના અનેક અવગુણોની યાદી સાંભળવા મળશે. શું આ પ્રેમ છે?

મારી વાત સાથે ઘણા પ્રેમીયુગલો સંમત નહીં થાય, માનું છું, પરંતુ ખરેખર હૈયાં પર હાથ રાખીને તમારા અંતરને પૂછી જુઓ કે પ્રેમ શબ્દોનો કે ભેટનો મોહતાજ છે? અરે! તમારી લાગણીમાં, તમારા પ્રેમમાં એટલી ક્ષમતા, એટલું ઊંડાણ કેમ નથી કે પ્રેમીજન તમને તમે જેવા છો એવા સ્વીકારે. તમારામાં એટલી હિંમત કેમ નથી કે તમારી લાગણી વ્યક્ત કરવા માટે એક ખાસ દિવસની રાહ જોવી પડે છે? હું વેલેન્ટાઇન ડેની વિરુદ્ધ છું એવું રખે માની લેતાં. દરેકની પોતપોતાની માન્યતા અને ધારણા હોય છે.

પ્રેમ કરવાની દરેકની આગવી શૈલી હોય છે, પરંતુ જો ખરેખર તમે કોઇને પ્રેમ કરતાં હો તો એને કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને ગમે તેટલા લોકોની હાજરીમાં પણ વ્યક્ત કરવાની હિંમત ધરાવો. તમારા પ્રેમ પર એટલો વિશ્વાસ તો તમને હોવો જ જોઇએ કે મારો પ્રેમ સાચો છે અને મારી પ્રેમિકા કે મારો સાથીદાર મારી લાગણીને નકારશે નહીં જ.

આ દ્રઢતા તમારામાં, તમારા પ્રેમભાવમાં હોય તો જ આગળ વધો. વેલેન્ટાઇન નામના એ સંત પોતાની પ્રેમિકાને જવલ્લે જ મળ્યા હતા. છતાં તેમનો પ્રેમ એટલો દ્રઢ હતો કે અનેક મુશ્કેલીઓ છતાં તેમની ભાવનામાં ઓટ આવી નહોતી. તમારા દિલને પૂછો કે તમે સાથીદાર માટે કેટલી મુશ્કેલીનો સામનો કરી શકો એમ છો?

મળવા આવવાની વાત કહી હોય અને જરાસરખું મોડું થઇ જાય તો? તરત જ વાંધો પડી જાય છે. કોઇ અન્ય યુવતી કે યુવાન સાથે વાત કરતાં જુએ કે પહેલો પ્રશ્ન એ થાય કે કેમ એની સાથે વાત કરી? એની સાથે તમારે કેવા સંબંધ છે? આ પ્રેમ નથી. આ તો અધિકારની ભાવના આવી ગઇ. પ્રેમમાં અધિકાર ત્યારે જ આવે, જ્યારે બંને સાથીદાર એકબીજાને મુક્ત રીતે અપનાવે, એની ખામી-ખૂબી સહિત સ્વીકારે. આવું કેટલા લોકો કરી શકે છે?

તમને થશે આજે આને થયું છે શું? આ કેમ આવા સવાલો કરીને પ્રેમની વિરુદ્ધ ભાષણ કરવા લાગી છે? બરાબર ને? પણ શાંતિથી વિચારશો તો તમે પણ મારી વાત સાથે સંમત થશો કે પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ શબ્દોની, ભેટની કે અન્ય કંઇ કરવાની જરૂર નથી. સાચો પ્રેમ હંમેશાં તેનો પ્રભાવ સામેવાળા પાત્ર પર કરે જ છે. જો તમારો પ્રેમ સાચો હોય, તમારી લાગણી ખરેખર અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવી હોય તો સાથીદારને એની જાણ થશે, એ જરૂર સ્વીકારશે. આ વેલેન્ટાઇન ડે પર તમને પણ તમારા સાચા સાથીદાર અને સાચો પ્રેમ મળી રહે એવી શુભકામના.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે