નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

લ્યો, બધી જ એપ્લિકેશન એક જ રિમોટથી ચાલુ થશે

 
આજના જમાનામાં ટીવી, ડીવીડી, હોમ થિયેટર, સેટટોપ બોક્સ જેવી ચીજવસ્તુઓ ન હોય એવું કોઇ ઘર ભાગ્યે જ જોવા મળશે. આ બધાં ઇલેકટ્રોનિક સાધનોના રિમોટ પણ જુદાં જુદાં હોય છે. આ કારણસર એક્સાથે આટલાં બધાં રિમોટનો ઉપયોગ કેમ કરવો એ બાબતે મૂંઝવણ અનુભવાય છે. આવા ગેઝેટના શોખીનો માટે એક સારા સમાચાર છે. લોકોને મૂંઝવતી આ સમસ્યાના ઉકેલરૂપે લોજિટેકે કંપનીએ યુનિવર્સલ રિમોટ ૧૧૦૦ આઇ લોન્ચ કર્યું છે. આ એક ટચ સ્ક્રીન ડિવાઇસ છે. તે ૧૫ વિવિધ પ્રકારના ગેઝેટને સપોર્ટ કરે છે.

-સરળતાથી ઉપયોગ કરી શકાય છે
આ એડવાન્સ્ડ રિમોટની બંને બાજુએ સેન્સર લાગેલડં છે. તેથી યુઝરને રિમોટ ગેઝેટની તરફ ફેરવવું પડતું નથી. આ ૩-૪ મીટરની રેન્જમાં આવનારા બધા ગેઝેટ્સને કંટ્રોલ કરી શકે છે.

-ફીચર્સ
આ ડિવાઇસથી ટીવી, રેડિયો, હોમથિયેટર, ગેમિંગ ડિવાઇસને સહેલાઇથી કંટ્રોલ કરી શકાય છે.
સ્ક્રીનની સાઇઝ ૩.૫ ઇંચ છે.
સ્ક્રીનમાં બ્લેકલિસ્ટ ટેક્નોલોજી રજુ કરવામાં આવી છે. તેના લીધે તેના આઇકન્સ અંધારામાં પણ જોઇ શકાય છે.

-યુઝર તેના કમાન્ડ પોતાના મુજબ કસ્ટમાઇઝ કરી શકે છે.
આની બેટરી ચાજેઁબલ છે. આ કારણસર તેને વારંવાર બદલવાની ઝંઝટ પણ નથી રહેતી.
કિંમત: ૨૭,૯૯૫ રૂપિયા અંદાજિત

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા