નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જો તમારા બેન્ક ખાતામાં પૈસા છે તો તમને ફાયદો થશે!


 
 
- નિષ્ક્રિય પડેલા ખાતાઓમાં જે રકમ છે તે જે-તે ખાતેદારોની ઓળખ કરીને સોંપે
- બેન્કોમાં 1723 કરોડ રૂપિયાની એવી રકમ પડી છે જેનો કોઇ વારસ જ નથી
- હવે આરબીઆઇએ બેન્કોને આ રકમના અસલી માલિકો શોંધીને તેને રકમ પરત આપવાનું કહ્યું છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક નવા આદેશ પ્રમાણે કેન્દ્રીય બેન્કે બેન્કોને આદેશ આપ્યો છે કે તેઓ નિષ્ક્રિય પડેલા ખાતાઓમાં જે રકમ છે તે જે-તે ખાતેદારોની ઓળખ કરીને સોંપે. તમને જણાવી દઇએ કે બેન્કોમાં 1723 કરોડ રૂપિયાની એવી રકમ પડી છે જેનો કોઇ વારસ જ નથી. હવે આરબીઆઇએ બેન્કોને આ રકમના અસલી માલિકો શોંધીને તેને રકમ પરત આપવાનું કહ્યું છે.

રિઝર્વ બેન્કે બેન્કોને તેના માટે જાતે જ પહેલ કરે તેમ કહ્યું છે. દસ વર્ષથી જે ખાતાઓમાં કોઇ લેવડ-દેવડ થઇ નથી. તેવે નિષ્ક્રિય ખાતાઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. આરબીઆઇના મતે ડિસેમ્બર 2010 સુધીમાં દેશની વિભિન્ન બેન્કોના 1.03 કરોડ નિષ્ક્રિય ખાતાઓમાં 1723.24 કરોડ રૂપિયા જમા છે.

આરબીઆઇએ બેન્કોને કહ્યું છે કે તેઓ આ ખાતાઓ સાથે સંબંધિત પ્રક્રિયા, ફોર્મ અને દસ્તાવેજોની યાદી પોતાની વેબસાઇટ પર મૂકે. બેન્કોને આ પ્રક્રિયા 30મી જૂન સુધીમાં પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા