નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

IT ઓફિસરનું પર્ફોમન્સ કેટલા કરોડ ભેગા કર્યા તેના આધારે થશે નક્કી

Advertisement
 
- કરદાતાઓ પાસેથી ૧૫ માર્ચ પહેલા વધુને વધુ ટેક્સ ઉઘરાવવા તંત્ર દોડતુ થયું

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ચાલુ વર્ષે ટાર્ગેટ મુજબનો ટેક્સ કલેક્ટ કરવામાં આંખે પાણી આવી ગયા છે. ગુજરાતમાં ૨૪ હજાર કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે જાહેર કર્યું છે કે દરેક ચીફ કમિશનરનો પર્ફોમન્સ રિપોર્ટ તેણે એચીવ કરેલા ટાર્ગેટના આધારે નક્કી થશે.
ગુજરાતમાં અપાયેલો ટાર્ગેટ છ ચીફ કમિશનરર્સ વચ્ચે વહેંચાયો છે. આ ચીફ કમિશનરર્સે તેમની નીચેના દરેક કમિશનરની વચ્ચે પોતાનો ટાર્ગેટ વહેંચેલો છે. કમિશનર્સએ તેમની નીચેના એડિશનલ કમિશનર વચ્ચે રેન્જ મુજબ ટાર્ગેટ વહેંચેલો છે.
આ જ રીતે છેક નીચેની કેડરના કર્મચારી સુધી ટાર્ગેટની વહેંચણી કરવામાં આવી છે. જે કર્મચારીથી લઈને એડિશનલ કમિશનર સુધીના અધિકારીના ટાર્ગેટ પુરા નહીં થાય તેમની અન્ય કોઈ પણ કામગીરીને ધ્યાનમાં લીધા સિવાય તેમનું નબળુ પર્ફોમન્સ ગણવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ ઈન્કમટેક્સ વિભાગ કરદાતાઓ પાસેથી ૧૫ માર્ચ પહેલા ગમે તેમ ટેક્સ ઉઘરાવવા માટે દોડતું થઈ ગયું છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા