નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બચત ખાતામાં બેલેન્સ એક લાખથી ઓછુ થશે તો નહીં મળે વધુ વ્યાજ

- RBIની સ્પષ્ટતા
- એક દિવસ માટે પણ ઓછુ થશે તો નહીં મળે વધુ વ્યાજ
- વ્યાજની દૈનિક ધોરણે થશે ગણતરી

- કેટલીક બેંકોએ ગ્રાહકોને આકર્ષવા વ્યાજદર વધારી 6થી 7 ટકા કરી દીધો હતો
- વ્યાજની ગણતરી દૈનિક ધોરણે થશે

બચત ખાતા પર વ્યાજ દરથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયંત્રણો હટાવી લીધા બાદ અનેક બેંકોએ ગ્રાહકોને આકર્ષવા માટે આ વ્યાજદર વધારીને ૬થી ૭ ટકા કરી દીધો છે. જો કે આ અંગે રિઝર્વ બેંકે સ્પષ્ટતા જાહેર કરી છે.આ સ્પષ્ટતા મુજબ એક લાખથી ઉપરની બેલેન્સ પર જ બેંકના બોર્ડે નક્કી કરેલો વધારાનો વ્યાજ દર આપવામાં આવશે.

આ વ્યાજની ગણતરી દૈનિક ધોરણે થશે. એટલે કે રોજ સાંજે ખાતામાં જે રકમ હશે તેના પર વધારાના વ્યાજદર મુજબના વ્યાજની ગણતરી કરી દેવામાં આવશે. જો એક દિવસ માટે પણ બચત ખાતામાં બેલેન્સ એક લાખ રૂપિયાથી ઓછી થઈ ગઈ તો એ દિવસે નિયંત્રિત એટલે કે સાડા ચાર ટકાના દરે જ વ્યાજ મળશે.

ઉલ્લેખનીય છે કે કેટલીક ખાનગી બેંકોએ રિઝર્વ બેંકે બચતના દર અનિયંત્રિત કર્યા બાદ ગ્રાહકોને આકર્ષવા માટે બચત ખાતા પર વ્યાજના દર વધારી દીધા છે. બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજદરમાં વધારાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સ્ટેટ બેંકની નીતિને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો પણ અનુસરી છે અને તેમણે પણ બચત ખાતા પર વ્યાજનો દર વધાર્યો નથી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે

પ્રેમ એટલે......