નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બોસ , હવે જુઠ્ઠું બોલ્યા તો પકડાયા સમજો




કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારી સાચુ બોલી રહ્યાં છે કે નહીં, તે વાતની હવે ખરી જાણકારી મેળવી શકાશે.

વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનીક શોધી કાઢી છે જેનાથી તમે આ વાતની સરળતાથી જાણ કરી શકો છો કે તે સાચુ બોલી રહ્યો છે કે ખોટુ. સમચાર પત્ર ડેલી મેલ પ્રમાણે ડ્યૂક વિશ્વવિદ્યાલય અને ઇલિનોઇસ વિશ્વવિદ્યાલયના સંસોધકોએ લેયર્ડ વોઇસ એનાલિસિસ ટેકનીક તૈયાર કરી છે.

- સંસોધકોએ આ ટેક્નોલોજીનો પ્રયોગ ઇઝરિયલની કંપની નેમેસિસ્કોમાં કર્યો.
- ખોટુ બોલતા સમયે વિશિષ્ટ પ્રકારની ધ્વનીને શોધી કાઢવાની ઑટોમેટિક સિસ્ટમ ઉપલબ્ધ કરાવે છે
- જો આ ખરૂ ઉતરે છે તો ટેકનીક માર્કેટની દુનિયામાં ક્રાંતિ લાવી શકે છે
- તેની અસર જીવનના કેટલાય ક્ષેત્રોમાં જોવા મળી શકે છે


સંસોધકોએ આ ટેક્નોલોજીનો પ્રયોગ ઇઝરિયલની કંપની નેમેસિસ્કોમાં કર્યો. તેઓએ દાવો કર્યો છે કે કંપનીના અધિકારીઓ પોતાની કોઇ પણ વાત જે જગ્યાએ ખોટી બોલી રહ્યા હતા તે જગ્યાએ તેમના અવાજમાં વિસંવાદ નોંધાયો.

સમાચાર પ્રમાણે જો આ ખરૂ ઉતરે છે તો ટેકનીક માર્કેટની દુનિયામાં ક્રાંતિ લાવી શકે છે, અને તેની અસર જીવનના કેટલાય ક્ષેત્રોમાં જોવા મળી શકે છે.

સંસોધકોએ એવો દાવો કર્યો છે કે 'લેયર્ડ વોઇસ એનાલિસિસ' ટેક્નોલોજી ખોટુ બોલતા સમયે વિશિષ્ટ પ્રકારની ધ્વનીને શોધી કાઢવાની ઑટોમેટિક સિસ્ટમ ઉપલબ્ધ કરાવે છે.




Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા