નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

યોગ માટે તમે આજથી જ કરી લો તૈયારી

 
તન-મનના સ્વાસ્થ્ય માટે યોગથી શ્રેષ્ઠ કંઇ નથી. જો તમે તેનો લાભ ન લીધો હોય, તો હજી મોડું નથી થયું. કેવી રીતે શું કરવાનું છે, તે અમે જણાવીએ છીએ...

દરરોજ ૧૦-૧૫ મિનિટ સુધી કરવામાં આવેલ યોગાભ્યાસ આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં, અનેક શારીરિક અને માનસિક વિકારને દૂર કરવામાં પણ સહાયક બને છે. ચાલો, યોગ સંબંધિત કેટલીક જરૂરી વાતો જાણીએ.

યોગ શું છે? કોઇ પણ બાબતને સારા કાર્યમાં જોડવી એટલે કે સારા કાર્યમાં સ્વયંને જોડવાને યોગ માનવામાં આવે છે. યોગનો બીજો અર્થ છે - અંતરાત્મા સાથે એકાકાર થવાનો અનુભવ એટલે કે તન અને મનનું મિલન થવું એ યોગ છે. યોગમાં સામાન્ય રીતે આઠ અંગ હોય છે, પણ તેમાંથી આસન અને પ્રાણાયામ બે એવા અંગ છે, જે સામાન્ય વ્યક્તિ સહેલાઇથી કરી શકે છે. આ બંને અંગ શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અનેક છે લાભ
સતત યોગાસન કરતાં રહેવાથી શરીરને અનેક પ્રકારના રોગમાંથી છુટકારો મળે છે. યોગાસન શરીરને શક્તિ, ઊર્જા અને સક્રિયતા પ્રદાન કરે છે. મનમાં ઉત્પન્ન થતા નકારાત્મક વિચારોને શાંત કરી હકારાત્મક દિશા પ્રદાન કરે છે. ચીડિયાપણું દૂર કરે છે. લોહીનું પરિભમણ સુધારે છે અને જે રક્તવાહિનીઓ સારી રીતે કામ ન કરતી હોય તેની સ્થિતિ સુધારે છે. આ ઉપરાંત, સ્થૂળતા, બ્લડપ્રેશર, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, પેટની ગરબડ વગેરે સમસ્યાઓના નિદાનમાં યોગ મહત્વની ભૂમિકા ભજવે છે.

જાણીએ નટરાજાસન અંગે
નટરાજાસન કરવા માટે સીધા ઊભા રહો. તે પછી ડાબા પગને પાછળની તરફ ઊંચો કરો અને ડાબા હાથથી પકડી લો. હવે જમણા હાથને આગળની તરફ લાંબો કરો અને આગળની તરફ સહેજ નમવાનો પ્રયત્ન કરો. આ દરમિયાન શ્વાસ રોકેલો અને મન શાંત રાખવા. આ જ મુદ્રામાં ૧૦-૧૫ સેકંડ સ્થિર રહો. પછી સીધા ઊભા રહો. હવે જમણા પગથી આ ક્રિયા કરો. રોજ ૩થી ૬ વાર નટરાજાસન કરવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં સંતુલન રાખવા માટે તમે દીવાલનો ટેકો લઇ શકો છો.

નટરાજાસનથી લાભ

- આનાથી મન શાંત અને સક્રિય બને છે.

- સાયટિકાવાળી નસ મજબૂત બને છે.

- કમરનો દુખાવો દૂર થાય છે.

- જે લોકોને વારંવાર પગની નસ ચડી જવાની ફરિયાદ હોય, તેમને માટે આ આસન લાભકારક છે.

- ખભા મજબૂત બનાવે છે. કોમ્પ્યુટર પર કામ કરનારા, બાઇક ચલાવનારા કે બંને હાથે સતત કામ કરતાં લોકો માટે આ આસન લાભકારક છે. ઉપરાંત, હૃદયરોગી અને ડાયાબીટિસના દર્દીઓએ આ આસન અવશ્ય કરવું જોઇએ.
ધ્યાન રાખો

જે લોકોને કરોડરજજુનું ઓપરેશન કરેલું હોય, તેમણે આ આસન ન કરવું. આ ઉપરાંત, જો કિડનીની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ આસન કરવું. તો હવે યોગથી થતા લાભ વિશે તો તમે જાણી લીધું, પણ તે માટે દરરોજ યોગનો અભ્યાસ કરવાનું ચૂકતા નહીં.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા