નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ગુજરાત બની રહ્યું છે દેશનું ટેક્સટાઇલ હબ

 
 
 -ગુજરાતમાં 30 ટકા વુવન ફેબ્રિક અને 25 ટકા પાવરલુમ ઇન્ડસ્ટ્રી કેન્દ્રિત
-અમદાવાદ, રાજકોટ ટેક્સટાઇલના કેન્દ્વ
-હાલ સેક્ટરનું કદ રૂ 50,000 કરોડ


એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ) દેશમાં કોટનનું સૌથી વધુ ઉત્પાદન કરતા ગુજરાતમાં ટેક્સટાઇલ સેક્ટર માટે ખાસ બે સેન્ટર ફોર એક્સેલન્સ શરૂ કરશે. આ સેન્ટરો 2013 સુધીમાં અમદાવાદ અને રાજકોટમાં સ્થપાય તેવી શક્યતા છે.

ગુજરાત દેશનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય છે અને અહીં 30 ટકા વુવન ફેબ્રિક અને 25 ટકા પાવરલુમ ઇન્ડસ્ટ્રી કેન્દ્વિત થયેલી છે. ટેકનિકલ ટેક્સટાઇલ સેક્ટરમાં ગુજરાતનો દેશમાં ફાળો 25 ટકા એટલે કે રૂ 20,000 કરોડ છે, તેમ એસોચેમના અહેવાલમાં જણાવાયું છે.


રાજ્ય સરકાર સાથે એમઓયુ

રાજકોટ જ્યારે કોટન ઉગાડતા પ્રદેશોની વચ્ચે છે ત્યારે અમદાવાદમાં 250 મોટા ફેબ્રીક પ્રોસેસ હાઉસ છે. 2011માં એસોચેમે રાજ્યમાં ટેક્સટાઇલ સેક્ટર માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવા રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યા હતા. એસોચેમના મતે આ સેન્ટર ઓફ એક્સેલન્સ ઝડપથી વિકસી રહેલા ટેકનિકલ ટેક્સટાઇલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

હજુ આગળ વધવાના પગલા

ટેક્સટાઇલ યુનિટોએ નવી પ્રોડક્ટોના વિકાસ માટે, ઉત્પાદનની સરેરાશ કિંમતને ઘટાડવા અને કાચા માલના બેઝને મજબૂત કરવા માટે મોટા પાયા પર રોકાણની જરૂર છે, તેમ એસોચેમના સેક્રેટરી જનરલ ડી એસ રાવતે '' ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા-કરન્ટ સ્ટેટસ એન્ડ ધ વે ફોરવર્ડ'' ના ટાઇટલ હેઠળનો એક સ્ટડી રજુ કરતા કહ્યું હતું. જેમાં ભારતને એવા સમયે લોઅર એન્ડ માર્કેટમાંથી વેલ્યુ ફોર માર્કેટમાં જવા કહેવાયું છે જ્યારે આધુનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ટેકનિકલ ટેક્સટાઇલ તરફ ઢળી રહી છે.


એસોચેમના મતે ટેકનિકલ ટેક્સટાઇલ સેક્ટર 11 ટકાના વાર્ષિક વિકાસ સાથે વૃદ્ધિ પામી હાલના રૂ 50,000 કરોડથી વધી રૂ 74000 કરોડ સુધી પહોંચવા તૈયાર છે. ટેકનિકલ ટેક્સટાઇલનો ભારતના રૂ 2.75 લાખ કરોડના ટેક્સટાઇલ ઉદ્યોગમાં 10 ટકાથી ઓછો હિસ્સો છે.


 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા