નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્પાઈસી મેક્સીકન ફૂડની અનેરી લિજ્જત

કેસેડીયાસ

સામગ્રી ઃ મેંદો અર્ધો કપ, મકાઈ લોટ અર્ધો કપ, તેલ ૨ ચમચા, મીઠું પ્રમાણસર.
સ્ટફીંગ ઃ અમેરિકન મકાઈ દાણા બાફેલા ૧ કપ, કેપ્સીકમ બારીક ૧ નંગ, કાંદા બારીક ૧ નંગ, ટમેટા બારીક ૧ નંગ, કોથમીર સમારેલી ૨ ચમચા, ચીલી ફલેક્સ ૧ ચમચી, મીઠું પ્રમાણસર, ચીઝ પનીર છીણ અરધો કપ

રીત ઃ (૧) ઉપર મુજબ સામગ્રી લઈ લોટ બાંધીને રોટલી વણો. તવી ઉપર શેકી લો. (૨) સર્ફીંગની સામગ્રી હળવેથી મીક્સ કરી પૂરણ બનાવો. તેમાં ચીલી ફલેક્સની બદલે બારીક લીલા મરચા વાપરી શકાય. (૩) રોટલીમાં સ્ટફીંગ ભરીને હાફ રાઉન્ડ વાળો. માખણ/ઘી માં ધીમા તાપે ક્રીસ્પી શેકો. નીચે ઉતારીને ચાર પીસ કરો. પ્લેટમાં સર્વ કરો. તેના ઉપર ચીઝનું છીણ નાખો. સાલસા સાથે સર્વ કરો.
 
ટોસ્ટાડોસ

સામગ્રી ઃ ટર્ટીયા, મકાઈલોટ અર્ધો કપ, મેંદો અર્ધો કપ, અજમો પા ચમચી, મીઠું પ્રમાણસર
ઉપર નાખવા માટે ઃ કોબી બારીક, ગાજરનું છીણ, બારીક કાંટા, ચીઝનું છીણ
સ્ટફીંગ ઃ બાફેલા વાલ રાજમા સાથે, તેલ ૨ ચમચા, કાંદા બારીક ૧ નંગ, બટેટુ બાફેલું ૧ નંગ, બાફેલા વેજી. અર્ધો કપ, મીઠું મરચું ખાંડ પ્રમાણસર, માખણ ૧ ચમચો, વીનેગાર ૧ ચમચી

રીત ઃ (૧) ટોર્ટીયા માટે લોટ બાંધીને નાની પૂરી વણો. તેમાં કાણા પાડીને તળી લો અથવા વાડકામાં તેલ લગાડીને પૂરી ચોટાડીને તળો. (૨) સ્ટફીંગ માટે માખણ/તેલ ગરમ કરી કાંદા સાંતળી બાકીની સામગ્રી મીક્સ
કરો. (૩) તૈયાર પૂરીના ઉપર સ્ટફીંગ મૂકો. ઉપર નાખવાની સામગ્રી નાખો. સર્વ કરો.
 
મેક્સીકન રેરબીટ

વ્યક્તિ ઃ ૪

સામગ્રી ઃ મીઠું-મરી પ્રમાણસર, બાફેલા ટમેટા ૧ વાડકી, બ્રેડના પીસ ૫ ઇંચના પીસ ૧ વાડકી, ખાંડ ૧ ચમચો, બાફેલી મકાઈના દાણા ૧ વાડકી, માખણ ૨ાા ચમચા, મરચા બારીક સમારેલા ૧ ચમચો, કાંદો બારીક સમારેલો ૧ નંગ, ચીઝનું છીણ ૧ વાડકી 

રીત ઃ (૧) એક વાસણમાં માખણ ગરમ કરો. તેમાં બ્રેડના પીસ ધીમા તાપે ગુલાબી સાંતળો. બાકીના માખણને ગરમ કરીને મરચાને કાંદા સાંતળો. કાંદા લાલ થાય પછી ચીઝ નાખો. (૨) ધીમા તાપે ચીઝ ઓગળે પછી બાકીની વસ્તુઓ નાખી બરોબર ગરમ કરો. મકાઈના દાણા અધકચરા કરો. (૩) સર્વ કરતા પહેલા ઓવનમાં ૧૫-૨૦ મીનીટ ઢાંકીને ગરમ કરો. ૩૫૦ સે. ઓવનમાં ગરમ કરો. ઓવન વગર પણ બહાર ગરમ કરીને સર્વ કરી શકાય છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા