નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ફેસબુકમાં ફોટો શેર કરનારા આવી ગફલતમાં બિલકુલ ન રહેતા!




 - ફેસબુક પર અપલોડ કરેલા ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા પછી પણ જોઈ શકાય છે
- ત્રણ વર્ષ પહેલા ડિલીટ કરેલા ફોટોગ્રાફ્સ આજે પણ ઓનલાઈન છે
- નવી સિસ્ટમમાં ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યાની રિક્વેસ્ટ મળ્યાના 45 દિવસમાં ફોટોગ્રાફ્સ હંમેશ માટે ડિલીટ થઈ જશે


જો તમે ફેસબુક પર અપલોડ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ, ડિલીટ કર્યા બાદ એવું માની લો છો કો તે હંમેશા માટે ડિલીટ થઈ ગયા છે તો તમારી માન્યતા બિલકુલ ખોટી છે. જો કે ફેસબુકમાંથી ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા બાદ પ્રથમ નજરે તે વેબસાઈટ પરથી અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ સર્વરની ડાયરેક્ટ લિંક દ્વારા કોઈ પણ વ્યક્તિ આ ફોટોગ્રાફ્સ જોઈ શકે છે.

ફેસબુકે આ વાતનો સ્વીકાર કર્યો છે કે, ‘તેની સિસ્ટમ કોઈ પણ ફોટોગ્રાફને અમુક ચોક્કસ નિર્ધારિત સમયમર્યાદા સુધી હંમેશ માટે ડિલીટ કરતી નથી’. આ સમાચાર એવા લોકોને ઝાટકો આપી શકે છે જે પોતાને શરમિંદા કે નુકસાન પહોંચાડી શકે તેવા ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા બાદ નિશ્ચિત થઈ જાય છે. ફેસબુક પર ફોટો ડિલીટ કરો છો ત્યારે હકીકતમાં શું થાય છે?

જ્યારે તમે તમારા ફેસબુક એકાઉન્ટમાંથી કોઈ ફોટોગ્રાફ ડિલીટ કરો છો ત્યારે તે તમારી વોલ કે આલ્બમમાંથી અદ્રશ્ય થઈ જાય છે. એટલે કે જ્યારે તમે તમારા ફેસબુકમાં લોગીન કરીને ફોટોગ્રાફ્સ જોવાનો પ્રયાસ કરશો ત્યારે તે દેખાશે નહીં. પરંતુ તમારા દ્વારા ડિલીટ કરવામાં આવેલો ફોટોગ્રાફ ફેસબુકના સર્વરની ડાયરેક્ટ લિંક દ્વારા કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. એનો મતલબ એવો થાય કે આ ફોટોગ્રાફ હંમેશ માટે દૂર થયો જ નથી.

હવે ધારી લો કે તમે તમારા ફોટોગ્રાફ્સ કે ફોટો આલ્બમની લિંક ઈ-મેલ દ્વારા તમારા મિત્રો કે કોઈ અન્ય સાથે શેર કરી છે. કોઈ પણ કારણોસર તમે આ ફોટોગ્રાફ્સને તમારી પ્રોફાઈલમાંથી દૂર કરો છો તો એવા સમયે તમે મોકલાવેલી લિંક દ્વારા આ ફોટોગ્રાફ્સ જોઈ શકાય છે.

ટેક્નોલોજી વેબસાઈટ અર્સ ટેક્નિકાના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2008માં એક બાળકની નગ્ન તસવીરો ડિલીટ કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરી 2012માં પણ ફેસબુક પર છે. વેબસાઈટના જણાવ્યા પ્રમાણે ડિલીટ કરેલા ફોટોગ્રાફ્સ દ્વારા જે તે યુઝરની હેરાનગતિ કરવામાં આવતી હોવાના બનાવો પણ નોંધાયા છે. આ વિશે ફેસબુકને અવાર નવાર જાણ કરવામાં આવી છે, પરંતુ તે હંમેશા એવું કહીને વાત ટાળી દે છે કે અમે આના ઉપર કામ કરી રહ્યા છીએ.

ફેસબુકે પણ આ અંગે સ્વીકાર કર્યો છે કે, આજે પણ આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. તેમજ આગામી સિસ્ટમ દ્વારા આ સમષ્યાનો ઉકેલ આવી જશે. જો કે ફેસબુકની નવી સિસ્ટમમમાં પણ ડિલીટ કરેલા ફોટોગ્રાફ્સ 45 દિવસ સુધી ઓનલાઈન રહેશે.


Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા