નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સવારે સગાઈ, બપોરે લગ્ન અને રાતની ફ્લાઇટમાં રફુચક્કર!

લગ્ન કરી ઓસ્ટ્રેલિયા પરત જતા રહેલા યુવાને ત્યાંથી ફોન કરી કહ્યું કે મેં બીજી પત્ની શોધી લીધી છે

દીકરી માટે વિદેશનો જ મુરતિયો શોધવાનો આગ્રહ રાખતાં માતા-પિતા માટે બોધપાઠરૂપ ગણાય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયાથી લગ્ન કરવા આવેલા મુરતિયાએ ઓઢવમાં રહેતી અને બીસીએનો અભ્યાસ કરતી સ્વરૂપવાન યુવતી સાથે સવારે સગાઈ કરી, બપોરે લગ્ન કર્યા અને રાતની ફ્લાઇટમાં બેસીને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો.

ત્રણેક માસ અગાઉ યુવાને ઓસ્ટ્રેલિયાથી પત્નીને ફોન કરીને કહી દીધું હતું કે, ‘હું તને છૂટાછેડા આપું છું, હું ઓસ્ટ્રેલિયામાં સેટ થઈ ગયો છું અને મેં પત્ની શોધી લીધી છે.’ એક જ દિવસમાં જિંદગી બગાડીને ઓસ્ટ્રેલિયા જતા રહેલા મુરતિયા અને તેના પરિવારના સભ્યોને બોધપાઠ શીખવવા યુવતીએ મક્કમ થઈને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આ પ્રકરણ બહાર આવ્યું છે. ઓઢવ વિસ્તારમાં રહેતા શ્રીમંત પરિવારની દીકરી પાયલ (ઉં.વ.૨૦, નામ બદલેલ છે) ૨૦૧૦માં બી.સી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

માતા-પિતા પાયલ માટે મુરતિયો શોધી રહ્યાં હતાં. દરમિયાન મિત્રવર્તુળમાંથી પાયલના પિતાને સંદેશો મળ્યો હતો કે નવા નરોડા સન સિટી બંગલોઝમાં રહેતા કાનજીભાઈ મૂળજીભાઈ પટેલનો દીકરો જયેશ બે વર્ષ અગાઉ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગયો હતો અને લગ્ન કરવા માટે ઓગસ્ટમાં અમદાવાદ આવ્યો છે.

જેથી પાયલના પિતાએ ૨ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ જયેશ અને તેના પરિવારના સભ્યોને ઘરે બોલાવ્યા હતા. બંને પરિવારના સભ્યો સંમત થઈ જતાં તા.૯ ઓક્ટોબર -’૧૦ના રોજ સવારે ૧૧ વાગ્યે પાયલના ઘરમાં જ સગાઈ કરાઈ હતી અને બપોરે ૩ વાગ્યે બાપુનગરના ગાયત્રી મંદિરમાં લગ્ન કર્યા હતાં, જેની નોંધણી કરાવી હતી.

જો કે જયેશની તે જ રાતની ઓસ્ટ્રેલિયા પાછા જવા માટેની ૧૧.૧૫ વાગ્યાની ફ્લાઇટ હોવાથી તે રાતે ૮ વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. જો કે પાયલ અભ્યાસ કરતી હોવાથી પિયરમાં જ રહેતી હતી અને વાર-તહેવારે કે રજામાં સાસરીમાં રહેવા જતી હતી.

લગભગ ૩ માસ અગાઉ જયેશે ફોન ઉપર જ કહી દીધું હતું કે, ‘મને ઇન્ડિયન છોકરીઓ ગમતી જ નથી, મેં તો મારા પપ્પાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા હતાં પણ હવે હું અહીં મારી રીતે સેટ થઈ ગયો છું અને મેં પત્ની શોધી લીધી હોવાથી હું તને છુટાછેડા આપું છું.’જયેશની વાત સાંભળીને પાયલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પાયલના સાસરિયાઓની ધરપકડ કરાઈ

પાયલે ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, જયેશ, તેના સસરા કાનજીભાઈ, જેઠ સંજયભાઈ અને નણંદ નયના લગ્નના એક માસ બાદથી જ પાયલને દહેજ બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતાં હતાં.ઓઢવ પોલીસ મથકના પીએસઆઇ જી.બી. ચાવડાએ સોમવારે કાનજીભાઈ, સંજયભાઈ અને નયનાબહેનની ધરપકડ કરી હતી, જ્યારે જયેશ વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જારી કરવા તજવીજ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે