નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સિનિયર સિટિઝને વિઝા રિન્યૂ કરાવવા શું વિધિ કરવો પડે?


 
સવાલ:હું ડિવોર્સી છું કારણ મને અમેરિકામાં મારા વર સાથે બિલકુલ અનુકૂળ આવ્યું નહીં. તેથી એક જ મહિનામાં ઇન્ડિયા પાછી આવી. હવે કેનેડા વિઝિટર વિઝા કે પી.આર. ફાઇલિંગ કરીને કેવી રીતે જઇ શકાય?

ઉત્તર:તમે પહેલાં વિઝિટર વિઝા માટે પ્રયત્ન કરી જુઓ. જો તમારા કવોલિફિકેશન તથા અનુભવ ખૂબ જ સારા હોય તો પી.આર. માટે ફાઇલિંગ થઇ શકે.

સવાલ:ગ્રીન કાર્ડ હોલ્ડર છોકરી સાથે લગ્ન કરી હું અમેરિકા કેટલા સમયમાં જઇ શકું? લગ્ન વિધિપૂર્વક કર્યા પહેલાં કોર્ટ મેરેજ કરી પિટિશન ફાઇલ કરી શકાય?

ઉત્તર:વિધિપૂર્વક ગ્રીનકાર્ડ હોલ્ડર સાથે હિન્દુ મેરેજ એક્ટ અન્વયે લગ્ન કરીને જે તારીખે પિટિશન ફાઇલ કરો તે તારીખથી લગભગ બે વર્ષ પછી અમેરિકા ઇમિગ્રન્ટ વિઝા ઉપર જઇ શકાય. પરંતુ જો તે પહેલાં મેરેજ રજિસ્ટર્ડ કરી ફાઇલ કરશો તો ઇન્ટરવ્યૂમાં અનેક પ્રશ્નો પૂછી વિઝા રિજેક્ટ કર્યાના મારી પાસે અત્યાર સુધીમાં પાંચ કેસ આવ્યા છે. જે કરો તે વ્યવસ્થિત કાયદાની મર્યાદામાં રહીને જ કરજો.

સવાલ:મારે નવો પાસપોર્ટ બનાવવો છે. તો ગુજરાતમાં કઇ જગ્યાએ બને અને કયા ડોકયુમેન્ટ જોઇએ?

ઉત્તર:ગુજરાત રાજ્યમાં ઘણી પોસ્ટ ઓફિસ દ્વારા પાસપોર્ટ બની શકે છે. જેમ કે દરેક શહેર-ટાઉનની મુખ્ય પોસ્ટ ઓફિસ તથા અન્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે અરજી કરવાથી જો બધા પેપર ફોર્મ સાથે ફાઇલ કર્યા હશે તો તમારો નવો પાસપોર્ટ એક જ મહિનાની અંદર મળી જશે. પાસપોર્ટ માટે પહેલાં તેનું ફોર્મ ભરવું જરૂરી છે. તેની સાથે રૂપિયા એક હજાર સરકારની ફીના તથા બર્થ સર્ટિફિકેટ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે રજૂ કરવું જોઇએ. આ વિશેની વધુ માહિતી આપ passport.guj.nic.in પરથી પણ મેળવી શકો છો.

સવાલ:મારે એમ.એસ. કરવા અમેરિકા જવું છે. મારા કાકાનો પુત્ર નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તો મારે ત્યાં જવા માટે સૌ પ્રથમ શું કરવું જોઇએ?

ઉત્તર:સૌપ્રથમ તમારા ભાઇને જ કહો તમને તેની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવામાં મદદ કરે. અથવા તમે જાતે જ અમેરિકાની સાઠ સારી યુનિવર્સિટીમાંથી પસંદ કરી ઓનલાઇન એપ્લાય કરી એડમિશન મેળવી આઇ-૨૦ મેળવ્યા પછી મુંબઇ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપી સ્ટુડન્ટ વિઝા મેળવી શકો છો. આ કામ બહુ જ સહેલું હોઇ જાતે જ એપ્લાય કરી કોઇને હજારો રૂપિયા આપવાની જરૂર નથી.

સવાલ:હું સરકારી અધિકારી છું અને દસ વર્ષના વિઝા મળ્યા છે. આ કોલમમાં છપાતી વાચકોની સમસ્યા અને આપની નિષ્ણાત કાયદાકીય સલાહથી પ્રેરાઇને મારો પ્રોબ્લેમ રજૂ કરું છું. મારાં પુત્ર-પુત્રવધૂ તથા પુત્રી અને જમાઇ અમેરિકામાં એચ-૧બી વિઝા ઉપર છે. તેમને ગ્રીનકાર્ડ ક્યારે મળશે? સિટિઝન થયા પછી અમારા માટે પિટિશન કરી શકે?

ઉત્તર:હાલમાં એચ-૧બી ઉપર અમેરિકા ગયેલી વ્યક્તિઓને ગ્રીનકાર્ડ મળતાં ઘણા વર્ષો વીતી જાય છે. તમે ૨૦૧૫માં રિટાયર થવાના છો. ત્યારબાદ ગ્રીનકાર્ડ મળે પછી પાંચ વર્ષ અમેરિકામાં થાય એટલે સિટિઝન થાય ત્યારે તમારા માટે કાયદેસર પિટિશન કરી શકે.

સવાલ:અમેરિકામાં અઢી કરોડ સોશિયલ સેન્ટરમાં રોકાણ કરવાથી અમેરિકાના ફેમિલી વિઝા મળે? તે રકમ અમુક સમય પછી પરત મળે?-એક વાચક, જામનગર

ઉત્તર:અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ કરી તે આધારે પતિ-પત્ની તથા ૨૧ વર્ષની અંદરના બાળકો માટે બે વર્ષનું કન્ડશિનલ ગ્રીનકાર્ડ મેળવવા માટેની આ નવી કેટેગરીનું નામ ઇ.બી.-૫ છે. જેમાં દસ લાખ ડોલરનું રોકાણ કરવું જોઇએ. છતાં અમુક સિટી-પ્રદેશમાં અડધો મિલિયન અથૉત્ પાંચ લાખ ડોલર અથૉત્ અઢી કરોડ રોકી શકાય. જે રકમ રોકવી પડે તે પાંચ વર્ષે પાછી મળે. જો તમે બધા નિયમોનું પાલન કર્યું હોય અથૉત્ ફ્રોડ ના કર્યું હોય વગેરે. મારા મંતવ્ય પ્રમાણે આ કેટેગરીમાં રોકાણ કરવામાં હજુ વાર છે. ઉતાવળ કરવી નહીં.

સવાલ:મારી એફ-૪ની પિટિશન ૨૦૦૨ની છે. જેના બધા જ ડોક્યુમેન્ટસ તેમજ પી.સી.સી. એમ્બેસીમાં જમા કરાવી દીધેલા છે. હવે વિઝા કોલ માટે કેટલી રાહ જોવી પડશે?

ઉત્તર:તમે વર્ષ લખ્યું પરંતુ તારીખ નથી જણાવી. તેથી ચોક્કસ તારીખના અભાવે પરફેક્ટ સમય કહી શકાય નહીં. પરંતુ ૨૦૦૨ના વિઝા કોલ ૨૦૧૪ની શરૂઆતથી આવી શકે, જો હાલ જે રીતે આ કેટેગરી ચાલે છે તે ગતિએ ચાલે તો.

સવાલ:મારો દીકરો યુ.એસ સિટિઝન હોઇ તે લગ્ન કરવા વડોદરા બે માસ માટે આવે છે. જેથી લગ્ન કરી તેની પત્ની માટે દિલ્હીમાં પિટિશન ફાઇલ કરે તો જલદી જવાય કે અમેરિકામાં તેની પત્નીની પિટિશન ફાઇલ કરે તો તે જલદી થઇ શકે?

ઉત્તર:તમારા દીકરાએ બે મહિનાથી વધુ ઇન્ડિયામાં રોકાવાની તૈયારી હોય તો તેણે દિલ્હીમાં રૂબરૂ જઇ ફાઇલિંગ કરવું પડે અને જો પેપર્સ તથા પિટિશન વ્યવસ્થિત કરેલી નહીં હોય તો એપ્રુવલમાં વધુ સમય લાગે. જો બધું જ એટલે કે ડોકયુમેન્ટ્સ, મેરેજ પ્રુફ, ફોર્મ ઇમિગ્રેશન લોયરની સલાહથી ફાઇલ કરશો તો જ તેની પત્ની જલદી જઇ શકશે. અમેરિકામાં પણ ત્યાંના ઇમિગ્રેશન લોયર મારફતે કામ કરાવશો તો ત્રણથી છ માસમાં જઇ શકાય.

સવાલ:સિનિયર સિટિઝન (ઇન્ડિયા)ને ફરીથી દસ વર્ષના વિઝા રિન્યુ કરાવવા માટે મારે શું કાર્યવાહી/કરવી પડે? તેના ઇન્ટરવ્યૂમાં કેવી જાતના સવાલો પૂછે છે. 

ઉત્તર:બીજા દસ વર્ષના વિઝા મેળવવા માટેની કાર્યવાહી તથા તેના ઇન્ટરવ્યૂમાં પૂછાતા સવાલો અનેક હોઇ અત્રે આપી શકાય નહીં. આથી મને ફોન કરી જાણી લેશો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા