નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બાળક તમારી વાત માને તે માટે...

 
દરેક માતાપિતા ઇચ્છે છે કે તેમનું બાળક પોતે કહે તે વાત માને. જોકે તેઓ એ ભૂલી જાય છે કે બાળક તેમની દરેક વાત માને તે માટે તેને વિશ્વાસમાં લેવું જરૂરી છે. ખાસ કરીને બાળકની વાત સાંભળવી વધારે અગત્યની છે, ત્યારે જ એ માતાપિતાની વાત સાંભળશે. જાણીએ, બાળક માતાપિતાની વાત સાંભળે તે માટે શું ધ્યાન રાખવું?

- બાળક શું કહેવા માગે છે, તે વાત પહેલાં ધ્યાનથી સાંભળીને જ તેને પ્રતિક્રિયા આપો.

- નવરાશના સમયમાં બાળક સાથે બેસો. એ જે કામ કરતું હોય તેમાં તેને પ્રોત્સાહિત કરો, માર્ગદર્શન આપો અને પ્રશંસા કરો.

- નાની નાની વાતમાં બાળકને ઠપકો ન આપો કે તેને ટોકો નહીં. આમ કરવાથી બાળક દૂર રહેશે અને એ જ કામ પહેલું કરશે જે કરવાની તમે ના કહી હશે.

- બાળકમાં સારી સંવાદિતા વિકસાવવા માટે માતાપિતાએ એની સાથે સારી રીતે વાતચીત કરવી જોઇએ. વાતચીત કરવાની શૈલી તેમના સ્વભાવને અસર કરે છે.

- હકારાત્મક વિચારસરણી વિકસાવો. કોઇ કામ કરવા માટે ના કહી દેવાને બદલે એને સમજાવો કે કેમ તે અમુક કામ ન કરી શકે? સમજાવવાથી તે તમારી વાત ચોક્કસ સાંભળશે.

- બાળકની કોઇની સાથે સરખામણી ન કરો અથવા તેની સાથે ગમે તેવા શબ્દો ન વાપરો.

- બાળક સાથે કરવામાં આવેલું ખોટું વર્તન તેના મન પર ગાઢ અસર કરે છે. તે લઘુતાગ્રંથિનો ભોગ બને છે અને આત્મવિશ્વાસ ઘટી જાય છે.

- ક્યારેય ભાઇ-બહેનોની સરખામણી અથવા પક્ષપાત ધરાવતું વર્તન ન કરો. બંનેને સમાન પ્રેમથી બોલાવો અને કવોલિટી સમય ફાળવો.

- બાળક સાથે બૂમબરાડા પાડીને વાત ન કરો. એનાથી બાળક પણ મોટા અવાજે બોલતાં શીખશે અને વાતવાતમાં દલીલ કરશે.

- બાળકને શિષ્ટાચાર શીખવો. તેને થેન્કયૂ, સોરી, પ્લીઝ જેવા શબ્દો યોગ્ય કામ કરે ત્યારે કહેતાં અને બોલતાં શીખવો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા