નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વ્યંધ્યત્વ હવે સમસ્યા નથી

 
હું વંધ્યત્વનો ભોગ બની છું કે ગભૉધાનમાં મને વધુ સમય લાગે છે તે કેવી રીતે જાણી શકાય?

દંપતી દ્વારા વારંવાર પ્રયત્નો કરવા છતાં ગર્ભધારણ કરવામાં મળતી નિષ્ફળતાને વંધ્યત્વ કહે છે. જો કોઈ દંપતી એક વર્ષના અસુરક્ષિત સમાગમ બાદ પણ ગભૉધાન કરવામાં નિષ્ફળ રહે તો આ દંપતીએ પોતાનું તબીબી પરીક્ષણ કરાવવું જોઈએ. જો એક પણ વખત સ્ત્રી ગર્ભધારણ ન કરી શકી હોય તો તેને વંધ્યત્વના પ્રાથમિક તબક્કા તરીકે ગણી શકાય. જ્યારે જો એકાદ બાળક થયા પછી જો દર્દી ફરીવાર સતત ગર્ભધારણ કરવામાં નિષ્ફળ નીવડે તો તેને વંધ્યત્વના દ્વિતીય તબક્કા તરીકે ઓળખી શકાય.

હવેની તણાવપૂર્ણ જીવનશૈલી તથા મોડાં લગ્નોને કારણે વંધ્યત્વના કિસ્સાઓમાં ભારે વધારો નોંધાયો છે. વંધ્યત્વ અંગેના નિદાનની શરૂઆત પતિ-પત્નીની પૂછપરછ દ્વારા શરૂ થાય છે. આ પૂછપરછમાં તમને તમારો તબીબી ઈતિહાસ, કોઈ ગંભીર બીમારી, સારવાર દરમિયાન તમે લીધેલી દવાઓ કે ઓપરેશન અંગે ડોક્ટર તમને ઊંડાણમાં લઈ જશે. આ ઉપરાંત તમારે તમારો ગાયનેકોલોજિકલ ઈતિહાસ પણ કહેવો પડશે.

જેમાં જો તમે ક્યારેય ગર્ભધારણ કર્યો હોય તો તેની વિગતો, ગત વર્ષના માસિકનું ચક્ર, માસિકના ચક્રમાં અનિયમિતતા, સ્રાવમાં ફેરફાર, તમારા છેલ્લા માસિકના સમયમાં ફેરફાર કેટલા સમય રહ્યો અને શું લોહીના મોટા ગઠ્ઠા જોવા મળ્યા હતા કે નહીં. આ ઉપરાંત તમારી જાતીય ટેવો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં તમે કેટલી વખત સમાગમ માણો છો, તમારા સાથીને કોઈ જાતીય બીમારી છે કે કેમ, જાતીય ચેપી રોગનો ઈતિહાસ તથા અન્ય કોઈ સાથેના જાતીય સંબંધોનો ઈતિહાસનો સમાવેશ થાય છે.

એક વખત તમારી પૂછપરછ પૂર્ણ થઈ જાય પછી તમારા શારીરિક પરીક્ષણનો પ્રારંભ લોહીના પરીક્ષણથી થશે. જેની મદદથી તમારા ફીમેલ અંત:સ્રાવો, થાઈરોડ અંત:સ્રાવો, પ્રોલેિકટન તથા મેલ અંત:સ્રાવોની તપાસ કરાશે. પુરુષોની તપાસમાં તેમના વીર્યની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. વંધ્યત્વના ૨૫ ટકા જેટલા કિસ્સાઓ શુક્રાણુઓની સમસ્યાને કારણે સર્જાતા હોય છે. જ્યારે અન્ય ૪૦-૫૦ ટકા કિસ્સાઓમાં શુક્રાણુઓની ખામી મુખ્ય અથવા તો ગૌણ ભાગ ભજવે છે. અન્ય લોહી પરીક્ષણનો સમય મહિલાઓના માસિકચક્રને ધ્યાનમાં રાખીને નિધૉરિત કરાય છે. દા.ત. ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન(એફએસએચ) તથા લ્યુટેઈનાઈઝિંગ હોર્મોન(એલએચ) નામનાં પરીક્ષણો તમારા માસિકચક્રના એક, બે કે ત્રણ દિવસમાં કરવાનાં હોય છે.

તમે અંડબીજ પેદા કરો છો કે નહીં તે જાણવા અંડબીજ ચક્ર માટે અલ્ટ્રાસોનોગ્રાફી અને અન્ય પરીક્ષણો તમારી તપાસના બીજા તબક્કામાં હિસ્ટેરોસાલપીનોગ્રામનો સમાવેશ થાય છે જેમાં તમારી ફેલોપિયનનળી (અંડવાહિની)નો એક્સ-રે લેવાય છે. જેમાં તમારા ગભૉશયના મુખમાં રંગીન દ્રવ્ય પસાર કરવામાં આવે છે જે તમારા ગભૉશયમાં પ્રવેશે છે. જે તમારી અંડવાહિની તથા ગભૉશયમાં રહેલા અવરોધોનો તાગ મેળવે છે.

જો હિસ્ટેરોસાલપીનોગ્રામમાં કોઈ તકલીફ જણાય તો હિસ્ટેરોસ્કોપી કરવા માટે જણાવાય છે. આ એક પાતળા ટેલિસ્કોપ જેવું ઉપકરણ હોય છે. તેને ગભૉશયના મુખ દ્વારા ગભૉશયમાં દાખલ કરવામાં આવે છે. જેની મદદથી ડોક્ટર અંદરની સ્પષ્ટ તસવીર નિહાળી સમસ્યાનો તાગ મેળવે છે. આ પરીક્ષણ બાદ તમારા ડોક્ટર તમને લેપ્રસ્કોપી કરવા જણાવશે. તેની મદદથી એન્ડોમીટ્રીઓસિસ તથા સ્કેરિંગ જેવી તકલીફના નિદાનમાં મહત્વનો ભાગ ભજવે છે.

તમારા ડોક્ટર તમને અન્ય જે પરીક્ષણોની સલાહ આપશે તેમાં નીચેનાં પરીક્ષણોનો સમાવેશ થાય છે.

૧) પોસ્ટકોઈટલ ટેસ્ટ, તમારા સવૉઈકલ મ્યુકસમાં પૂરતી ક્ષમતાવાળા શુક્રાણુઓની તપાસ કરવા માટે આ પરીક્ષણ કરાય છે. (આ પરીક્ષણના થોડા કલાકો અગાઉ તમારે સમાગમ માણવો જરૂરી છે. સમાગમ માણ્યાના થોડાક કલાકો બાદ તમારે ડોક્ટર પાસે જઈ સવૉઈઇકલ મ્યુકસનો નમૂનો માઈક્રોસ્કોપિક પરીક્ષણ માટે આપવો પડે છે.)

૨) એન્ડોમેટ્રિયલ ટેસ્ટ, ગભૉશયની દીવાલોની ગુણવત્તા ચકાસવા માટે કરવામાં આવે છે. એક વખત આ પરીક્ષણો પૂર્ણ થયા બાદ મોટાભાગનાં દંપતીઓને પોતાની સમસ્યાનો અંદાજ આવી જાય છે.મહિલાઓમાં વંધ્યત્વનાં મુખ્ય કારણો એન્ડોમીટ્રીઓસિસ, અંડનળીની સમસ્યાઓ, એનોવ્યુલેશન- અનિયમિત માસિકચક્ર, પોલિસીસ્ટિક ઓવરી સિંડ્રોમ (પીસીઓએસ) તથા તણાવ જેવા પરબિળો જવાબદાર હોય છે.

વંધ્યત્વ માટે સ્ત્રી-પુરુષ બંને જવાબદાર હોય છે. કેટલાક પુરુષોમાં શુક્રાણુઓની કમી હોવાને કારણે પણ વંધ્યત્વની સમસ્યા સર્જાય છે. શુક્રાણુઓની કમી ધરાવતા પુરુષો માટે મે શુક્રાણુઓની સંખ્યા વધારવા તથા તેની હલન-ચલનની શક્તિ વધારવા અંગેનું કયુબા ખાતે યોજાયેલી ૧૬મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ સેક્સોલોજીમાં એક સંશોધનપત્ર રજુ કર્યું હતું. આ ઉપરાંત મુંબઈમાં યોજાયેલી ઈન્ફર્ટિલિટી ઈન્ટરનેશનલ કોંગ્રેસ, મુંબઈ ખાતે પણ આ અંગેનું સંશોધનપત્ર રજુ કર્યું હતું. ટૂંકમાં જે દંપતી સારવાર કરાવવા તૈયાર છે તેઓ માટે વંધ્યત્વ હવે કોઈ મોટી સમસ્યા નથી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે