નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

એવી શોધ જે આપણી Lifestyle બદલવા નાખશે..!

 
આ મહિને સાયન્સ અને ટેક્નોલોજીની દુનિયામાં કેવી કેવી હલચલ થઇ? શું નવું શોધાયું અને કઇ નવી શોધ આપણી જિંદગી બદલી નાખવા સક્ષમ છે? આવો જોઇએ...

એન્ટાર્કટિકાના હિમખંડ નીચે જીવન

પૃથ્વી પરના અત્યંત દુર્ગમ અને અતિવિષમ વાતાવરણવાળા એન્ટાર્કટિકા ખંડમાં જીવનની શક્યતા શોધવા વિજ્ઞાનીઓ કમર કસી રહ્યા છે. રશિયાએ હિમખંડથી પોણા ચાર કિલોમીટર નીચે મીઠા પાણીનું સરોવર શોધી કાઢયું છે. જ્યાં સૂર્ય પ્રકાશ વગર નવા જ પ્રકારના જીવની શક્યતા રહેલી છે. અમેરિકા પણ આ અંગે સંશોધન કરી રહ્યું છે. સંશોધનની સફળતા અન્ય ગ્રહો પર જીવનની શક્યતા પર નવો પ્રકાશ પાડશે.

જૈવિક કમ્પ્યુટરનું અવતરણ: સ્ક્રિપ્પસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેલિફોર્નિયા (યુ.એસ.એ.) અને ઇઝરાયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ દાવો કર્યો છે કે તેમણે જૈવિક અણુઓ આધારિત કમ્પ્યુટરની રચના કરી છે. જે ડી.એન.એ. ચિપ એક નળીમાં ડી.એન.એ. અણુઓ એન્ઝાઇમ અને કેટલાંક રસાયણોનાં સંયોજનથી તૈયાર કરવામાં આવી છે.

સ્પેસ ટેક્સીનું આયોજન:અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પરથી લાવવા-લઈ જવા માટે ધંધાદારી ટેક્સી વિકસાવવાનું નાસાએ આયોજન કર્યું છે. આ માટે ખાનગી કંપનીમાં નાસા એક અબજ ડોલરનું રોકાણ કરશે. ગયે વર્ષે સ્પેસ શટલ નિવૃત્ત થતાં અત્યારે ફકત રશિયા આ પ્રકારની ક્ષમતા ધરાવે છે જે પૃથ્વીથી લગભગ ૪૦૦ કિ.મી. ઊંચે યાત્રીઓને લઈ જાય છે. પાંચ વર્ષમાં આયોજન પાર પાડવાની નાસાને આશા છે.

ચશ્માંમાં કમ્પ્યુટર:ગૂગલ નજીકના ભવિષ્યમાં કમ્પ્યુટર સ્ક્રીન જેવું કામ કરતાં ચશ્માંના કાચ રજૂ કરશે. કાચમાં કેમેરા અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સંલગ્ન કરવામાં આવશે. આ ડિસ્પ્લે ફકત એક જ કાચમાં એક બાજુએ હશે. સ્ક્રોલ અને ક્લિક માથાના હલનચલનથી થશે. ખાસ ઉપયોગ માટે તૈયાર કરેલાં આ ચશ્માંનો ઉપયોગ બહુ સહેલાઈથી શીખી જવાશે તેવી ગૂગલને શ્રદ્ધા છે.

કૃત્રિમ આંખથી દ્રષ્ટિ:ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીની ટીમે ઝામર, આંખના પડદાની ખામી, ઇજા અને ગાંઠને લીધે અંધ થઈ ગયેલા લોકો માટે કૃત્રિમ આંખ વિકસાવી છે. આ એક પ્રકારનું રૌપ્ય (ઇમ્પ્લાન્ટ) છે જે માનવ પરીક્ષણ માટે આવતા વર્ષે તૈયાર થઈ જશે. સૂક્ષ્મ રૌપ્યમાં સંલગ્ન નાના કેમેરા અને ઇલેકટ્રોડની મદદથી આંખના ડોળા કે જ્ઞાનતંતુઓની સહાય સિવાય ર્દશ્ય સંજ્ઞાઓ સીધી જ મગજને મોકલવામાં આવે છે.

ચામડીના કોષોમાંથી મગજનાં કોષોનું સર્જન:બ્રિટિશ વિજ્ઞાનીઓને ચામડીના કોષોને નિર્ણાયક પ્રકારના મગજના કોષોમાં પરિવર્તન કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિથી અલ્ઝાઇમર્સ, વાઇ અને ખેંચના દર્દીઓની અકસીર સારવાર થઈ શકશે. આ પદ્ધતિ મગજના કોષ કે ગર્ભનાળમાંથી અન્ય કોષની સર્જન કરવાની પ્રક્રિયા કરતા સરળ અને વ્યવહારુ છે.

ખિસ્સામાં ટચસ્ક્રીન:કોટ કે પેન્ટના ખિસ્સામાં રાખીને વાપરી શકાય તેવો ટચસ્ક્રીન વિકસાવવામાં આવ્યો છે. સ્ક્રીનને સ્પર્શ કરતી વખતે વચ્ચે કપડું હોય તો પણ તે કામ કરશે. તેની પર ગડબડિયા અક્ષરે લખાયેલું લખાણ પણ ઉકેલી એસ.એમ.એસ. મોકલવાની ક્ષમતા હશે. આ માટેના સંવેદકો (સેન્સર) મોટા ભાગના સ્માર્ટ ફોનના ટચસ્ક્રીનના સંવેદકો જેવા જ હશે. ખિસ્સાનું ટચસ્ક્રીન વિકસાવવાનું શ્રેય રોચેસ્ટર યુનિવર્સિટીના કમ્પ્યુટર વિભાગને જાય છે.

હૃદયના ધબકારા બનશે પાસવર્ડ:માનવીના હૃદયના ધબકારા દરેક માટે અજોડ હોય છે. ચીની વિજ્ઞાનીઓએ ગાણિતિક રીતે માનવીના ધબકારાનું પૃથક્કરણ કર્યું જેને પાસવર્ડ તરીકે વાપરી શકાય. હાથના પંજાનો ઇસીજી લઈ તેનાથી હૃદયના ધબકારાની ગાણિતિક લાક્ષણિકતા મેળવી સલામત પદ્ધતિ વિકસાવી.

અંતરિક્ષનો સફાઈ કામદાર:સ્વિત્ઝર્લેન્ડે અવકાશમાં ભ્રમણકક્ષામાં ફરી રહેલો કચરો સાફ કરવા માટે એક્સો દસ લાખ ડોલરના ખર્ચે ઉપગ્રહ શ્રેણી પ્રક્ષેપણ કરવાની યોજના બનાવી છે. પાંચ વરસમાં સાકાર થનારી યોજના શરૂઆતમાં બે સ્વિસ ઉપગ્રહો દૂર કરશે. એક અનુમાન મુજબ અત્યારે અવકાશમાં પ્રતિ કલાક અઠ્ઠાવીસ હજાર કિલોમીટરની ઝડપે ફરતા લગભગ પાંચ લાખ રોકેટના ટુકડાઓ છે, જેને એકઠા કરી પૃથ્વીના વાતાવરણમાં ધકેલી, બાળી નાખવા જરૂરી છે.

નેનોટેક્નોલોજીની મદદથી છોડનું પ્લાસ્ટિકમાં પરિવર્તન:યુટ્રેશ યુનિવર્સિટી અને ડૉ. કેમિકલ કંપનીના ડચ વિજ્ઞાનીઓ નેનોટેક્નોલોજીની પ્રક્રિયાથી વનસ્પતિજન્ય દ્રવ્યને સામાન્ય પ્લાસ્ટિક જેવું બનાવી શક્યા છે. આ પરિવર્તિત પ્લાસ્ટિક સંપૂર્ણ રીતે પેટ્રો પ્લાસ્ટિક જેવું જ છે માટે તે બહુ ઉપયોગી છે.

હૃદયની સારવારની સિદ્ધિઓ:સ્ટેનફર્ડ યુનિવર્સિટી-અમેરિકાની બાળકોની હોસ્પિટલના ડોક્ટરોએ ફકત પંદર જ મિનિટની ઉંમરની નાનકડી જયા મહારાજ પર પેસ મેકર બેસાડી તેના હૃદયને ધબકતું રાખ્યું. જયા સૌથી નાની વયે પેસ મેકર ધારણ કરનાર બાળક છે. જ્યારે દિલ્હીની એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટરોએ ઓપરેશન વગર હૃદયનો વાલ્વ બદલાવ્યો. આ પદ્ધતિમાં સાથળમાં કાણું પાડી સિન્થેટિક વાલ્વ હૃદય સુધી પહોંચાડાય છે.

સ્માર્ટફોન આધારિત સર્વેલન્સ પદ્ધતિ:ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડે વિકસાવેલા સોફ્ટવેરથી સ્માર્ટ ફોનથી દેખરેખ થઈ શકે છે. જંગલની જીવસૃષ્ટિના રક્ષણ-ખાસ કરીને ગીરના સાવજ- માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ રહેશે. મોબાઇલ ફોનની વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ અને જી.પી.એસ. આધારિત આ પદ્ધતિથી ઘેરા જંગલમાં સિંહોનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે.

અવકાશી બેક્ટેરિયા- વીજળીનો સ્ત્રોત:પૃથ્વીથી ત્રીસ કિલોમીટર ઊંચાઈએ મળી આવેલા જીવાણુઓ વીજળીનો નવો સ્ત્રોત બની શકે છે. ન્યુકેસલ યુનિ.-યુકેના વિજ્ઞાનિકોને આ પ્રકારના બેકટેરિયાની પંચોતેર પ્રજાતિમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મળી છે.

હબલ ટેલિસ્કોપે નવા પ્રકારનો ગ્રહ શોધ્યો:અત્યાર સુધી સૂર્ય મંડળના ગ્રહોને ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવતા હતા. હબલ અંતરિક્ષ દૂરબીન દ્વારા કરાયેલા અવલોકન પરથી ગ્રહનો વધારાનો પ્રકાર ઉમેરવો પડે છે. વર્ષ ૨૦૦૯માં શોધાયેલા ગ્રહ (જી.જે. ૧૨૧૪બી)માં વરાળ છે. અન્ય સૂર્યમાળાનો આ વરાળિયો ગ્રહ પૃથ્વીથી ફકત ચાલીસ પ્રકાશ વર્ષ જ દૂર છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે