નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો આ વાંચી લેજો

-ઉત્તર અમેરિકા સુધી આ હેકરોની પહોંચ મર્યાદિત
-છેતરપિંડીથી વ્યવહારો કરી શકાય તેટલા પૂરતી માહિતી ચોરી લેવાઇ


એક મોટી ક્રેડિટ કાર્ડ ચોરીમાં 15 લાખ જેટલા માસ્ટરકાર્ડ અને વિઝા એકાઉન્ટને હેક કરાયા હતા. આ ડેટા લીક ત્યારે સામે આવ્યું જ્યારે આ બંને કંપનીઓએ એ વાતને સ્પષ્ટ કરી હતી કે યુએસ કન્ઝ્યુમરના ક્રેડિટ કાર્ડ ડેટાની મોટી ચોરીમાં તપાસ થઇ રહી છે. પહેલાં એવું માનવામાં આવ્યું હતું કે એક કરોડ જેટલા ગ્રાહકોનો ડેટા ચોરાયો હતો.

આ બંને અગ્રણી વૈશ્વિક કાર્ડ પ્રોસેસર કંપનીઓએ જણાવ્યું હતું કે ચોરીનો આ કિસ્સો થર્ડ પાર્ટી વિક્રેતા ગ્લોબલ પેમેન્ટસમાંથી ઉભો થયો છે, નહીં કે તેમની પોતાની આંતરિક વ્યવસ્થામાંથી.

હેકરો દ્વારા 15 લાખ જેટલા નંબરોની નિકાસ થઇ હોય તેવું બની શકે છે, જેમની પહોંચ કંપનીની પેમેન્ટ પ્રોસેસિંગ સિસ્ટમ સુધી હતી, તેમ ગ્લોબલ પેમેન્ટસે એક યાદીમાં જણાવ્યું હતું. ગુનેગારો દ્વારા કાર્ડધારકોના નામ, સરનામા અને સોશિયલ સિક્યોરિટી નંબરો દ્વારા મેળવી શકાયા ન હતા. જો કે આ માહિતી વિના પણ કંપનીએ જણાવ્યું છે તે પ્રમાણે દરેક એકાઉન્ટમાંથી લીધેલો ડેટા છેતરપીંડી કરીને વ્યવહારો કરી શકાય તે માટે પુરતો છે, તેમ સમાચાર પત્ર ડેઇલી મેલના એક અહેવાલમાં જણાવાયું છે.

કંપનીએ જણાવ્યું હતું કે હેકરોની પહોંચ ઉત્તર અમેરિકા સુધી મર્યાદિત હતી.

ગ્લોબલ પેમેન્ટસે કહ્યું હતું કે ગ્રાહકોને તેમની કોઇ પણ ચિંતાના ઉકેલ માટે તેમના ઓનલાઇન ખાતા ચેક કરવા કે તેમની નાણાકીય સંસ્થાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા