નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કેનેડામાં વસવાટનું ડ્રિમ કકડભૂસ, 2008 પહેલાની અરજીઓ રદ

કેનેડામાં સ્થાયી થઈને વિઝાની રાહ જોનારા લોકોને આંચકો લાગે તેવા સમાચાર છે. કેનેડાની સરકારે વર્ષ 2008 પહેલાના સ્કિલ્ડ કેટેગરીના અરજદારોની અરજી ફિસ સહિત પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

-કેનેડામાં વસવાટનું સપનું તૂટ્યું
-વર્ષ 2008 પહેલાની તમામ અરજીઓ રદ્
-ત્રણ લાખ અરજદારોને થશે અસર
-ફી પર કરવા માટે 130 મિલિયન ડોલરની જોગવાઈ


આ નિર્ણયથી લગભગ ત્રણ લાખ લોકો પ્રભાવિત થશે.  જેમાંથી મોટાભાગના લોકો પંજાબના છે.  કેનેડા સરકાર દ્વારા બજેટમાં 130 મિલિયન ડોલરની જોગવાઈ કરવામાં આવી છે. જેથી ફિસ વગરની અરજીઓ પરત કરી શકાય અને કોઈ કાયદાકીય વિવાદ ઊભા ન થાય.

7-8 વર્ષથી જોઈ રહ્યાં હતા રાહ

કેનેડાના ઈમિગ્રેશન એન્ડ સિટિઝનશીપ વિબાગમાં લાખો અરજદારોની અરજીઓ પડી છે. તેમાંથી યોગ્ય લોકોની ઓળખ પણ નથી થઈ શકતી આથી. કેનેડાની સરકારે નક્કી કર્યું છે કે, નવો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે અને કેનેડા માટે સ્કિલ્ડ લેબરની શ્રેણી અંગે અઢાર મહિનામાં નિર્ણય લેશે.

શું છે તર્ક

કેનેડાની સરકારનો તર્ક છે કે આટલી લાંબી ઢીલ પછી મોટાભાગના પ્રોફેશનલ્સ અન્ય દેશમાં જતા રહે છે. જ્યાર સુધીમાં તેમને બોલાવવામાં આવે ત્યાર સુધીમાં તેઓ અન્યત્ર વસી ચૂક્યા હોય છે. સમગ્ર સિસ્ટમને બદલાવીને પ્રોફેશનલ્સને બદલીને કેનેડાની કંપનીઓ માટેકામે લગાડવા માટે સરકાર વિચારણા કરી રહી છે.

નવો વિવાદ

કેનેડાની સરકારના નિર્ણયથી પ્રભાવિત થનારા અરજદારો તેમના ઈમિગ્રેશન એજન્ટ્સનો સંપર્ક કરીને તેમની રજીસ્ટ્રેશનની રકમ પરત માંગી રહ્યાં છે. ત્યારે સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી નવા વિવાદ ઊભા થશે. અનેક લોકો ઈમિગ્રેશન એજન્ટના ભરોસા પર વિદેશમાં વસવાના સપના જોતા હોય છે. ત્યારે વધુ એક વખત તેમનું સપનું તૂટતું જણાય રહ્યું છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા