નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દેશભરમાં રહેવા માટે ગુજરાત સૌથી શ્રેષ્ઠ રાજ્ય

 
દેશભરમાં ગુજરાત રહેવા માટે અન્ય શહેરોની સરખામણીમાં શ્રેષ્ઠ છે તેનું મુખ્ય કારણ બાથરૂમ, બંધ ડ્રેનેજ અને રસોડાની સારામાં સારી સુવિધા છે તેમ સેન્સ ફોર હાઉસહોલ્ડ એમિનિટીસ 2011ના રિપોર્ટમાં દર્શાવાયું છે.

ગુજરાતમાં ઘરોની સંખ્યા રેકોર્ડ 1.24 કરોડ છે, જેમાંથી 56.5 ટકા ઘરોમાં બાથરૂમ છે. તેની સામે આખા દેશમાં 24.66 કરોડ ઘરોમાં 42ટકા જ બાથરૂમ છે.

ગુજરાતમાં અમદાવાદ (81.9ટકા), સુરત (76.4 ટકા) અને રાજકોટ (71.6ટકા)માં સરેરાશ હાઉસહોલ્ડની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે રાજ્યના પૂર્વ બેલ્ટમાં મોટાપાયે આદિવાસીઓની વસતી છે ત્યાં થોડીક ખરાબ સ્થિતિ છે.

રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે "બનાસકાંઠામાં 30.1 ટકા, સાબરકાંઠામાં 37.7 ટકા, ખેડામાં 35.3 ટકા, પંચમહાલમાં 24.5 ટકા, દાહોદમાં 12.4 ટકા, નર્મદામાં 17.2 ટકા, ડાંગમાં 13.7 ટકા અને તાપીમાં 21.8 ટકા ઘરોમાં બાથરૂમ છે."

તેમજ ગુજરાતમાં ડ્રેનેજ કનેક્શન પણ રાષ્ટ્રીય સ્તર કરતાં ઘણું ઊછું છે. આ રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે દેશમાં 48.9ટકા ઘરોમાં ડ્રેનેજ ફેસિલિટી નથી. જ્યારે રાજ્યમાં 53.5 ટકા છે.

રાજ્યમાં બંધ ડ્રેનેજિંગ ફેસિલિટી 37.3 ટકા છે, તેની સરખામણીમાં રાષ્ટ્રીય સ્તરે 18.15 ટકા ઘરોમાં જ છે. દેશના એક તૃત્યાંશ ઘરોમાં ડ્રેનેજ ફેસિલિટી ખુલ્લી છે, જ્યારે ગુજરાતમાં દર 10 ઘરમાંથી એક જ ઘરમાં ડ્રેનેજિંગ સિસ્ટમ ખુલ્લી છે.

જ્યારે રાજ્યમાં રસોડાની સુવિધા પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી સારી છે. દેશમાં 61.3 ટકા ઘરોમાં રસોડાની સુવિધઆ છે. જ્યારે રાજ્યમાં 72.3 ટકા ઘરોમાં રસોડાની સુવિધા છે. દેશમાં 6.8 ટકા ઘરોમાં ખુલ્લામાં રસોઇ બનાવાય છે, જ્યારે આ રેશિયો ગુજરાતમાં 6.1 ટકા છે. 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા