કહાં સે આયા....! મૈં હું કૌન ?!
ડોન’
ફિલ્મનું એક ગીત છે જેમાં જેમાં અમિતાભ પૂછે છે : “અરે દિવાનો ! મુજે
પહેચાનો ! કહાં સે આયા ? મૈં હું કૌન ?”આ તો પડદા ઉપરનો સવાલ છે જેનો જવાબ
તરત જ ખુદ અમિતાભ આપી દે છે : “મૈં હું ડોન...!
પરંતુ વાસ્તવિક
જિંદગીમાં આ જ સવાલનો જવાબ શોધવા માટે બહુ દૂર સુધી લાંબા થવું પડે છે.
કોઇએ કહ્યું છે કે મોરનું પીંછું શોધતાં-શોધતાં ગોકૂળમાં પહોંચી જવાય છે.
અમિતાભનું પગેરુ શોધતાં-શોધતાં છેક ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના ગામ
અમોઢા સુધી પહોંચી જવાય છે. અમિતાભ બચ્ચનના પૂર્વજો મૂળ આ ગામ અમોઢામાં
વસતાં શ્રીવાસ્તવ બ્રાહ્મણો હતા.બસ્તી જીલ્લો એ શ્રીવાસ્તવના અપભ્રુંશમાંથી
બનેલુ નામ છે. પ્રાચિન શ્રીવાસ્તવના રાજઓ શ્રાવ નામથી પ્રખ્યાત હતા.
શ્રીવાસ્તવ જાણીતા અને મહત્વના માણસો પોતાના નામની પાછળ શ્રીવાસ્તવ લગાડવા
માંડ્યા. આના પરથી શ્રાવસ્તીના કાયસ્થ બ્રાહ્મણો ધીમે-ધીમે શ્રીવાસ્તવ બની
ગયા.
આજથી લગભગ ત્રણસો એક વરસ પહેલાં શ્રાવસ્તીના અનેક કાયસ્થ
બ્રાહ્મણ પરિવારો કોઇ અકળ કારણને લઈને શ્રાવસ્તી નગરી છોડીને ચાલ્યા ગયા.
એમાંથી મનસા નામનાં એક દરીદ્ર પુરુષે પ્રતાપગઢમાં આવીને નિવાસ શરૂ કર્યો. આ
મનસા અત્યંત કંગાળ બ્રાહ્મણ હતો. થોડાક સમય બાદ પત્નીને લઈને એ પ્રયાગમાં
આવી વસ્યા. પ્રયાગ એ જ આજનું અલ્લાહાબાદ. અહીં જન્મેલો જાતક આગળ જતાં આવું
ગાવાનો હક્કદાર ગણી શકાય : “મૈં છોરા ગંગા કિનારે વાલા...” મનસા એટલે એ
જમાનાના પ્રયાગના સુદામા. એમની છઠ્ઠી પેઢીએ પ્રાતપનારાયણનો જન્મ થયો. આ
પ્રતાપનારાયણ એ આપણા મહાનાયક અમિતાભના દાદા થાય. એ બંન્નેને જોડતી કડી એટલે
હરિવંશરાય.
પ્રાતાપનારાયણની પત્નીનું મૂળ નામ સરસ્વતી હતું, પણ
લોકમુખે થઈ ગયું સુરસતી. સુરસતીની કુખ ફલદ્રુપ હતી. એમણે કુલ આઠ સંતાનોને
જન્મ આપ્યો. હરિવંશરાય એમનું છઠ્ઠું સંતાન. એમના પછી અવતરેલો શાલિગ્રામ
નામનો દીકરો અને શૈલજાકુમારી નામની દીકરી જીવી ગયાં; અન્ય પાંચ સંતાનો
મ્રુત્યુ પામ્યા.
છઠ્ઠા પુત્રના જન્મના સમાચાર જ્યારે મળ્યા,
ત્યારે પિતા પ્રતાપનારાયણ હરિવંશ વાંચી રહ્યા હતા; તરત જ એમણે દીકરાનું નામ
પાડી દીધું : હરિવંશરાય. નાનકડાં હરિવંશને ઘરમાં સૌ લાડથી બચ્ચન કહીને
બોલાવતા હતા.આપણાં ગુજરાતમાં પણ એવો રીવાજ પ્રચલિત હતો (આજે પણ છે) કે જો
બાળકો જીવીત રહેતા ન હોય તો જન્માતાની સાથે જ એને ‘પરકા’ કરી દેવામાં આવે! એ
બાળક ભલે ઊછરે પોતાના જ ધરમાં, પણ એના માતા-પિતા એને પરાયું સંતાન સમજીને
ઊછેરે. ‘ત્યાગીને ભોગવી જાણો’ એ આપણું શાસ્ત્ર-વાક્ય આવા કિસ્સાઓમાં અલગ
અર્થ પામીને ઊઘડે છે.
પ્રતાપનારાયણે પણ પોતાના આ નવજાત બચ્ચનને એક
હરિજન પરિવારે દત્તક આપી દીધો. ભાવનાત્મક દ્રષ્ટિએ જ માત્ર નહીં. ધાવણના
નાતે પણ હરિવંશ હરિના જન બની રહ્યાં. લછમનિયા નામની હરિજન માતાને ધાવીને એ
મોટા થયા. આજે ન્યાત-જાતના ભેદભાવ મિટાવી દેવાની ગુલબાંગો દેશના નેતાઓ
છાશવારે પોકારતા રહે છે, પણ સાંપ્રત સમયમાં આવા ભેદભાવ ભૂંસે નાંખવાનું
જવલંત દ્રષ્ટાંત જો કોઇએ જોવું હોય તો તે બચ્ચન પરિવરનું છે. હરિજન માનાં
ધાવણથી જીવીત રહેલા હરિવંશરાયનો એ પરિવાર સાથેનો સંબંધ એમના પુત્ર અમિતાભે
જાળવી રાખ્યો છે. બ્રાહ્મણો હોવાં છતાં છેલ્લી ત્રણ પેઢીઓથી એમણે
યજ્ઞોપવિતનો ત્યાગ કરી દીધો છે, બ્રાહ્મણ જ્ઞાતિનો ઊલ્લેખ ચૂડી દીધો છે અને
ખાનદાની અટક શ્રીવાસ્તવે પણ ભૂંસી નાખી છે. અમિતાભને જ્યારે પણ તક મળી છે
ત્યારે સમગ્ર પરિવારની સાથે તેઓ લછમિયાનાં ધરમાં જઈને, જમીન ઉપર બેસીને
પોતાના દુધ ભાઈ-બહેનોની સાથે એક જ પંગતમાં ભોજન આરોગવા પહોંચી ગયા છે. આ
સંસ્કારનું મૂળ પિતા હરિવંશરાયના માનવવાદમાં રહેલું છે.
ઘણીવાર
કેરીનો સ્વાદ જાણવા માટે આંબાને જાણવો જરૂરી થઈ પડે છે. એમ સંતાનને જાણવા
માટે એના માવતર વિષે માહિતી મેળવવી ફરજીયાત બની જાય છે. માટે આજના અમિતાભને
સારી રીતે જાણવા ને પામવા માટે ગઈ કાલના કવિ હરિવંશરાય બચ્ચનજીને જાણવા
જરૂરી છે.
....................
હરિવંશરાય જન્મથી તો
સરસ્વતીપુત્ર હતા જ(સૂરસતીનાં દીકરા) પણ મોટા થઇને કર્મથી પણ સરસ્વતીપુત્ર
બની રહ્યા. પ્રકૃતિએ તેઓ અંતર્મુખી હતા. એમનો એક ગાઢ મિત્ર હતો. નામ એનુ
કર્ક
પત્નિનું નામ ચંપા. હરિવંશરાયને આ મિત્ર-દંપતી સાથે ખુબ જ
આત્મિયતા રચાઈ ગઈ હતી. અચાનક કર્કલનું અવસાન થઈ ગયું. એ સમયે કિશોર
હરિવંશના મનને પ્રચંડ આઘાત લાગ્યો. આ સમયગાળામાં તેઓ મિત્રની વિધવા પત્ની
ચંપા સાથે ગાઢ પરિચયમાં આવ્યા. ચંપાએ જ એમને કવિતા રચવાની પ્રેરણા પૂરી
પાડી. થોડાંક સમય બાદ ચંપાનું પણ મ્રુત્યુ થયું.
ચંપાના ચાલ્યા ગયા
પછી હરિવંશરાય જિંદગી પ્રત્યે સાવ જ ઉદાસ બની ગયા. ભનવામાંથી એમનો રસ ઉડી
ગયો. આ સંસાર અસાર છે એવું એમને લાગવા માંડ્યું. એમણે ભણવાનું છોડી દીધું. એ
વરસે તેઓ મેટ્રીકની પરીક્ષામાં નાપાસ થયા.
વિધાતાની આ ક્રૂર મજાક
હતી. ભવિષ્યમાં જે મહાન કવિની રચનાઓ યુનવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન
મેળવવાની હતી, તે પોતે મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં નપાસા થયો હતો !
આ
બધું બન્યું ઈ.સ. 1924માં. બીજા વરસે 1925માં તેઓ મેટ્રીકમાં પાસ થઈ ગયા. એ
પછીના બીજા જ વરસે એટલે કે ઈ.સ. 1926માં એમનું લગ્ન થયું. એમની પત્નીનું
નામ શ્યામા હતું. દૂબલી પાતળી કાયમની માંદી એવી શ્યામા લગ્ન સમયે ફક્ત ચૌદ
વરસની હતી. કવિની ઉંમર અઢાર વરસની હતી.
પણ હરિવંશરાયજીની
હસ્તરેખાઓમાં સુખ નામનો શબ્દ ક્યાંય શોધ્યો જડે તેમ ન હતો. મધુરજનીની
કલ્પનાઓમાં ઉડતા કવિએ લગ્નની પ્રથમ રાતે જ્યારે નવોઢાનો ઘૂંઘટ ઉઠાવ્યો
ત્યારે એમને સમજાયું કે શ્યામા તો સાવ નિર્દોષ બાલિકા જ હતી. ‘લગ્ન’ શબ્દનો
અર્થ કે ‘સંસાર સુખ’નો મર્મ સમજવા માતે તે ખૂબ નાની હતી.
યુવાનીના
ઘસમસતા આવેગો કવિના મનમાં હણહણતા અશ્વની પેઠે ઉછળી રહ્યા હતા, પણ
બાલિકાવધુને જોઈને તરત જ આ સંયમી પુરુષે એ તોખારની લગામ ખેંચી લીધી.
શ્યામા
મોટા ભાગે પથારીવશ બનીને પડી રહી હતી. એને ક્ષયરોગ લાગુ પડ્યો હતો. કવિએ
મન અભ્યાસમાં અને કાવ્યરચનામાં પરોવી દીધું. પૂરા દસ વરસનું બિમાર
દામ્પત્યજીવન ભોગવીને અંતે કાવ્યરચનામાં ભોગવીને અંતે શ્યામા મ્રુત્યુપામી.
શ્યામાનું
અવસાન ઈ.સ. 1936માં થયું પણ એના ચાર વરસ પહેલાં કવિ બચ્ચનજીનો પ્રથમ
કાવ્યસંગ્રહ ‘તેરા હાર’ પ્રકાશિત થઈ ચૂક્યો હતો. જાતીય આનંદ માણવાથી વંચિત
રહેલા કવિ પોતાની તરસ બૂઝાવવા માટે શરાબના શરણમા ચાલ્યા ગયા હતા. જોકે એનું
મુખ્ય કારણ એક કવિમિત્રનો પ્રેમાગ્રહ હતો. પણ આ મધ્યપ્રેમમાંથી જે નશીલી
કવિતાઓ ટપકવા લાગી એણે પૂરા હિંદાસ્તાનને મદહોશ બનાવી દીધું. શ્યામાનાં
મ્રુત્યુના એક વરસ પહેલા ઈ.સ. 1935માં બચ્ચનજીનો અમર કાવ્યસંગ્રહ પ્રકાશિત
થયો. એનુ નામ હતું મધુશાલા.
‘મધુશાલા’ ની રચનાઓમાં શરાબના ગુણગાન
ગવાતા હતા, પરંતુ સાથે-સાથે સંસારની કડવી સચ્ચાઇઓની પણ એમાં વણી લેવામાં
આવી હતી. ‘બૈર કરાતે મંદિર-મસ્જિદ, મૈલ કરાતી મધુશાલા’ જેવી પંક્તિઓમાં
કોમી વૈમન્સ્યનો ખરો ઉકેલ મદીરાલયમાં પ્રવેશીને શરાબના નશામાં ચૂર થઇને
ધર્મ કે કોમના ભેદભાવો ભૂલી જવાની વાત કરવામાં આવી છે. પણ કવિએ ખરેખર તો
એવું સુચન કરી દીધું છે કે હિંદુ-મુસ્લિમના વેર-ઝેરને જો કાયમ માટે દફનાવી
દેવું હોય તો બન્ને પ્રજાઓનું ધ્યાન કોઇ ત્રીજી જ, પણ નશીલી વાત તરફ વાળી
દેવાની જરૂર છે. શરાબપાન એતો માત્ર પ્રતીકાત્મક વાત છે.
આવી જ
સંવેદનશીલ વાત કવિએ બિમાર પત્ની ઉદ્દેશીને લખેલી છે. જે સ્ત્રીએ એમને
સહવાસનું ચરમસુખ નથી આપ્યું, તેવી ક્ષયગ્રસ્ત પત્નીને કવિ કેટલો ઉત્કટ
પ્રેમ કરતા હતા?! એમણે લખ્યું છે: “ઇસ પાર મૈ હું, મધુ હૈ, તુમ હો, પ્રિયે
ઉસ પાર ન જાને ક્યા હોગા?
શ્યામાના અવસાન પછી કવિ હતાશ બની ગયા
એમને સૌથી મોટો અફસોસ એ વાતનો હતો કે તેઓ પત્નિને બચાવી ન શક્યા. બીજો એક
નાનો વસવસો એ પણ હતો કે શ્યામા એમને સંતાનસુખ ન આપી શકી. કવિ હવે
સંપૂર્ણપણે કવિતા તરફ વળી ગયા. પાંચ વરસ દરમ્યાન બીજા ત્રણ કાવ્યસંગ્રહો
પ્રકટ થયા જેને કારણે કવિનું નામ હિંદી સાહિત્ય વિશ્વમાં મશહૂર બની ગયું.
ઘરનું હુલામણું નામ બચ્ચન હવે એમણે પોતાના તખલ્લુસ તરીકે અપનાવી લીધું.
........................
આ
શબ્દ બચ્ચનની ખરી પ્રગતી થવાની બાકી હતી. હિંદી ફિલ્મોના મહાનાયક અભિતાભને
જ્યારે પહેલીવાર શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે રજીસ્ટરમાં
વિદ્યાર્થીનું પુરૂ નામ લખાવવાનો પ્રસંગ ઉભો થયો.
કવિ હરિવંશરાયને
ક્ષાતિસૂચક અટક સામ સખત અણગમો હતો. આથી એમણે હેડમાસ્તરને કહી દીધું અમારી
અટક શ્રીવાસ્તવ છે, પણ મારા પુત્રના નામમાં અટકના સ્થાને માત્ર મારૂ
તખલ્લુસ લખજો. આમ વિદ્યાર્થીનું નામ દર્જ થયુ અભિતાભ હરિવંશરાય બચ્ચન.
પણ
એક મિનિટ ! તમને સવાલ થશે કે કવિ તો વિધુર હતા તો પછી આ દીકરો ક્યાંથી
ટપકી પડ્યો ! ફિલ્મ ડોનનું આ ગીત હજુ પણ ઉત્તરની તલાળમાં છેઃ કહા સે આયા...
મૈ હું કૌન
આનો જવાબ આપવા માટે હાલના પાકિસ્તાનમાં આવેલા પંજાબ
પ્રાંતના લાયલપુર શહેરની એક ખુબસુરત શિખ સુંદરી આળસ મરડતી, તેજભરી
આંખોમાંથી સપનાંઓ ખેરવતી, ભારતના ભાવિ શહેનશાહને જન્મ આપવાના મહાન
ઉદ્દેશ્યો સેવતી અને એક ભોળા, નિષ્પાપ કવિના ભગ્નહૃદયને પૂનઃ હર્યું-ભર્યું
કરી મૂકવાની પવિત્ર ઇચ્છા ધારતી આ કાગળના ફલક ઉપર પધારી રહી છે.
યુવાનીમાં
જ્યારે એ ઘરની બહાર કદમ મુકતી હતી, ત્યારે લાહૌરના જુવાનો એના માર્ગમાં
પોતાના હૃદયોની જાજમ બિછાવી દેતા હતા. એની જુવાની જોઇને વૃદ્ધો પોતે વહેલા
જન્મી ગયા એ વાતનો વસવસો જણાવતા હતા. અને સહૃદયી પુરુષો જેને જોઇને કવિ બની
જતા હતા. એ શિખસુંદરીનું નામ હતું.. કુ. તેજી ખજાનસિંહ સુરી.
આ
તેજી નામની યુવતી એવી તો તેજભરી હતી કે શ્યામાના મૃત્યુ પછી વિરહની આગમાં
સળગી રહેલા ને શરાબના જામમાં બરફના ચોસલાની પેઠે ઓગળી રહેલા કવિ બચ્ચન એને
જોઇને આ મુલ્ક-મશહૂર કવિતા લખી બેઠા! પોતાના જીવનમાં સંસારસુખ લખાયું જ
નથી, માટે બીજી વાર લગ્ન કરાય જ નહીં એવા વિચારોમાં રાચતા કવિ અચાનક ગાવા
માંડે છેઃ-
જીવનમેં એક સિતારા થા,
માના વો બેહદ પ્યારા થા,
વો ટૂટ ગયા તો ટૂટ ગયા!
અંબર કે આનંદ કો દેખો,
કિતને ઇસકે તારે ટૂટે?
કિતને ઇસકે પ્યારે છૂટે!
જો છૂટ ગયે ફિર કહાં મિલે?
પર બોલો ટૂટે તારો પર,
કબ અંબર શોક મનાતા હૈ!
જો બિત ગઇ સો બાત ગઇ.
કવિ
બચ્ચનજીની અમર રચના ખૂબ લાંબી છે. એની પંક્તિએ પંક્તિમાં નાશવંત જીંદગીની
શાશ્વત ફિલસુફી સમાયેલી છે. માત્ર ખિલતી કવી જેવી નવયૌવનાને પામવાની
લાલચમાં મોહાંધ બનેલા એક પુરુષનું આ દુન્યવી સમાધાન માત્ર નથી, પણ કોઇ પણ
પ્રિયમાં પ્રિય સ્વજનને ગૂમાવી બેઠેલા તમામ મનુષ્યોને કાયમી આઘાતમાંથી બેઠા
કરી મૂકવાની તાકાત અને સમજણ આ કવિતામાં ઠાંસી-ઠાંસીને ભરેલી પડી છે.
તેજીજીનો
જેટલો આભાર અમિતાભને જન્મ આફવા માટે માનીએ, એના કરતા હજાર ગણો આભાર આપણે આ
કવિતાના સર્જન માટે તેઓ નિમિત બન્યાં એ બદલ માનીએ.
Comments
Post a Comment