નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સસ્તા મકાનોની સંખ્યાબંધ સ્કીમ, સાકાર કરી રહી છે અનેકના ડ્રિમ

-વિભક્ત પરીવારોનું વધી રહેલું ચલણ પણ અમદાવાદમાં પરવડી શકે તેવા મકાનોની માગ માટે જવાબદાર છે -અમદાવાદમાં મોંઘી પ્રોપર્ટીની કિંમતો મંદીને કારણે ઉંધા માથે પટકાઇ છે પણ 20 લાખ કે તેથી ઓછી કિંમતના ફ્લેટોના ખરીદનારાઓની કમી નથીશહેરમાં કઇ સ્કીમોમાં કેટલી કિંમતના કેટલા સસ્તા મકાનો છે પ્રાપ્યઃ -ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રકચર- વાસણા, નરોડા, રાણિપ અને નારોલમાં દરેક 15 લાખના એવા 3600 યુનિટની 4 સ્કીમ -ટાટા અરવિંદ- વડસર ખાતે રૂ 8 થી 12.50 લાખના 1090 યુનિટ -બકેરી ગ્રુપ- વેજલપુરમાં 20 લાખ રૂપિયા સુધીના 500 જેટલા યુનિટ -એરોમા રિયલ્ટી- રૂ 5 લાખથી 12 લાખ સુધી 3000 યુનિટથી વધુ યુનિટ ધરાવતી 4 સ્કીમ -પાર્શ્વનાથ ગ્રુપ- 15 લાખ રૂપિયાની કિંમતનો એક એવા 500 યુનિટની 2 સ્કીમ -સ્વસાર રિયલ્ટી- લાંભામાં રૂ 5.60 લાખની આસપાસ કિંમત ધરાવતા 100 યુનિટની એક સ્કીમ
રિયલ એસ્ટેટ બજાર મોંઘી પ્રોપર્ટી માટેની ઘણી ઓછી માગ સામે ઝઝુમી રહ્યું છે, ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર. પણ શહેરની થોડી બહારની તરફ હોય તેવા 20 લાખ રૂપિયાની અંદરના એપાર્ટમેન્ટની માગ હજુ પણ વધારે છે. શહેરમાં પરવડી શકે તેવી હાઉસીંગ સ્કીમના લગભગ બધા ડેવલોપરોને ખરીદનારાઓ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

છેલ્લા બે વર્ષોમાં શહેરમાં લોન્ચ કરાયેલા ઘણા હાઉસિંગ પ્રોજેક્ટોમાં 15000થી વધારે પરવડી શકે તેવા રેસિડેન્શિયલ યુનિટ પ્રાપ્ય હશે. આ પ્રોજેક્ટોમાઁથી મોટા ભાગના શહેર બહારના વિસ્તારમાં હોવા છતાં તેમને ખરીદનારાઓ તરફથી ઘણો પ્રતિભાવ મળી રહ્યો છે.

ટાટા હાઉસિંગે અરવિંદ રિયલ એસ્ટેટ સાથે મળીને પરવડી શકે તેવી મકાનોની રજુ કરેલી સ્કીમને મળેલો પ્રતિભાવ દર્શાવે છે કે ઓછી કિંમતની પ્રોપર્ટી માટેની માગ કેટલી છે. કંપનીએ 1090 યુનિટ ઓફર કર્યા છે, જેની સામે તેને ખરીદીમાં રસ ધરાવતા ગ્રાહકો પાસેથી 10,000 અરજીઓ મળી છે.

શહેરમાં પરવડી શકે તેવા કેટલાક હાઉસીંગ યુનિટ બનાવનાર બકેરી ગ્રુપનું માનવું છે કે ઓછી કિંમતના મકાનોની માગમાં વૃદ્ધિ હંમેશા સતત રહી છે. બકેરી એન્જિનીયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરના એમડી પવન બકેરીએ જણાવ્યું હતું કે પરવડી શકે તેવી પ્રોપર્ટીની માગ વાસ્તવિક છે અને તેથી તેમાં માગ સંતોષાઇ જાય તેના માટે કોઇ કારણ નથી.

એવું માનવામાં આવે છે કે શહેરમાં જેની માગ છે એવા મકાનોની અછતમાં અડધો હિસ્સો આ સસ્તા મકાનોનો છે. સ્વસાર વેલ્યુ બિલ્ડર્સના ડિરેક્ટર કિન્તન સોનીએ જણાવ્યું હતું કે ઓછી કિંમતની પ્રોપર્ટીની શહેરમાં જબરદસ્ત માગ છે. ગયા વર્ષે એક સ્કીમ લોન્ચ કરતા પહેલા અમે કરાવેલા એક સર્વેમાં જણાયું હતું કે નારોલ, લાંભા અને અન્ય વિસ્તારો જેવા શહેરના છેવાડાના વિસ્તારોમાં 30,000 પરવડી શકે તેવા મકાનોની માગ પ્રવર્તે છે, જેની કિંમત રૂ 5 લાખથી 50 લાખ સુધીની છે.

લોકો દેખીતી રીતે વેલ્યુ ફોર મની માગે છે. અમને સારો પ્રતિભાવ એટલા માટે મળ્યો છે કે અમે લોકોની ઇચ્છા અને ચુકવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ લોન્ચ કરી છે, તેમ ટાટા હાઉસિંગના માર્કેટિંગ હેડ રાજીબ દાસ જણાવે છે.

જમીન અને બાંધકામની ઉંચી કિંમતોએ ઓછી આવક ધરાવતા લોકો માટે પ્રોપર્ટીને અત્યંત મોંઘી બનાવી દીધી છે. મહિનામાં 25000 રૂપિયાનો પગાર મેળવતા પગારદાર માટે શહેરમાં ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું છે, તેમ ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રકચરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉમંગ ઠક્કર જણાવે છે.

જમીન અને બાંધકામની વધી રહેલી કિંમતો ડેવલોપરો માટે પરવડી શકે તેવી હાઉસિંગ સ્કીમ લોન્ચ કરવા માટે પડકાર સમાન છે, જે તેમના માટે નફાકારક પણ છે. ડેવલોપરો આ સેગમેન્ટની સ્કીમોમાં ખરીદી કરી શકાય તે માટે સરકારના હસ્તક્ષેપની માગ કરી રહ્યા છે.

બિલ્ડરો એવી ખાસ સ્કીમની માગ કરી રહ્યા છે જેમાં કન્સ્ટ્રકશન મટિરીયલ અને પ્રોસેસને વેટ અને સર્વિસ ટેક્સમાંથી બહાર રાખવામાં આવે. આ ઉપરાંત સસ્તા મકાનોની સ્કીમમાંથી કમાયેલા નફાને પણ ઇન્કમટેક્સમાંથી બહાર રાખવાની તેઓ માગ કરી રહ્યા છે.

એરોમા રિયલ્ટીના ડિરેક્ટર ફાલ્ગુન મહેતા જણાવે છે કે લોકો ભાડું ભરવા કરતા ઇએમઆઇ ભરવાનું વધું યોગ્ય સમજે છે. સસ્તા મકાનો માટે ધિરાણ મેળવવું પણ મુશ્કેલ નથી હોતું, તેમ તેઓ જણાવે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા