નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કિચનને ક્લિન રાખતી ટિપ્સ

 
સામાન્ય રીતે જ્યારે આપણે કોઈના ઘરે જઈએ ત્યારે તો બહુ જ નિકટના સંબંધી હોય તો જ આપણે તેમના રસોડામાં જતા હોઈએ છીએ, નહીં તો ડ્રોઈંગ રૂમમાં જ બેસીએ છીએ.

પણ જો ક્યારેક કોઈના રસોડામાં ગયા હોઈએ અને રસોડુ યોગ્ય રીતે સાચવેલું ન હોય તો ઘણી વાર ચિતરી ચઢતી હોય છે. માટે કિચનને ક્લિન રાખવું બહુ જ જરૂરી છે.

આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ કિચન ક્લિન રહે તે બહુ જ જરૂરી છે. આ રહી અમુક સામાન્ય ટિપ્સ જે તમને કિચન સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે.

- ફ્લોર પર લાગેલા સિલિન્ડરના કાટનો રંગ અને ધૂળના ડાઘ દૂર કરવા માટે લીંબુનો રસ છાંટીને સ્પોન્ઝ વડે સાફ કરવાથી ડાઘ દૂર થઈ જશે.
- પ્લેટફોર્મ પર પડેલા ચાના ડાઘ દૂર કરવા માટે સોડા વોટરમાં કપડું ભીનું કરીને ઘસો.
- સ્ટિલના સિંક પર પડેલા ડાઘ અને જામેલી છારી દૂર કરવા માટે પણ સોડા વોટરમાં પલાળેલું કપડું ઘસો.
- સિંકના પાઈપને સાફ કરવા માટે મીઠા વાળા પાણીને ગરમ કરીને તેમાં રેડો. પાઈપમાં જામેલો કચરો મીઠાંવાળા પાણીના પ્રવાહથી નીકળી જશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા