સવાલ:હું
અઢળક પૈસા ખર્ચી ગેરકાયદે અમેરિકામાં બોર્ડર નજીક મેક્સિકોની બોર્ડર
પેટ્રોલે મને એરેસ્ટ કરી અથૉત્ પકડી લઇ મારા ફિંગર પ્રિન્ટ લઇને ત્રણ મહિના
ઇમિગ્રેશન જેલમાં પૂરી દીધો. જ્યાંથી મારી જવાબદારી સ્વીકારી એક વ્યક્તિએ
બોન્ડ રજૂ કરી મને છોડાવ્યા પછી મને તાકીદ આપવામાં આવેલી કે મારે કોર્ટની
તારીખને દિવસે હાજર રહેવું. તેમ છતાં ત્યારબાદ હું અમેરિકામાં પણ ચાર વર્ષ
અને ત્રણ મહિના ગેરકાયદે રહ્યો. છેલ્લે હું ૧૮-૬-૨૦૦૬માં અમેરિકા છોડી દઇ
ભારતમાં આવી ગયો. ત્યારપછી મેં ઇન્ડિયામાંથી જ નવો પાસપોર્ટ મેળવી
ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા મેળવ્યા અને એ રીતે સાડા ત્રણ વર્ષ
ઓસ્ટ્રેલિયામાં રહ્યો છું. મારી વાઇફ પણ સાથે રહી છે. હવે હું ઇન્ડિયામાં
છું. હવે મારો સવાલ એ છે કે મારાં સાસુ-સસરા અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવે
છે. તે મારા તથા ફેમિલી માટે પિટિશન ફાઇલ કરે તો જ્યારે પણ વિઝા કોલ આવે
ત્યારે હું અને ફેમિલી અમેરિકા ફરીથી જઇ શકીએ તે શક્ય છે ખરું?
જવાબ:ના. ના. ના. બિલકુલ શક્ય નથી. બલકે અશક્ય છે. તમે અમેરિકાના
કાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન તો કર્યું છે. ઉપરાંત બોન્ડ જેવી મહત્વની જામીન
જેવી અથૉત્ બેઇલ જેવી ગંભીર બાબતની તદ્દન અવગણના કરી બોન્ડની શરતોની ઐસી
તૈસી કરી વધુ એક ગુનો કર્યો છે. તેથી હવે તમે તથા તમારા ફેમિલી માટે
અમેરિકાનાં તમામ ૫૧ રાજ્યોમાં તમામે તમામ દ્વારો બંધ થઇ ગયાં છે. હવે તમે
કદાપિ અમેરિકામાં પ્રવેશ કરી શકશો નહીં. તેથી તમારાં સાસુ-સસરા નાહકના
પિટિશનની ફીના તથા અમેરિકન લોયરના ખૂબ જ ડોલર્સ બગાડી પિટિશન ફાઇલ કરાવશો
તો પણ તમારી પિટિશન રીજેકટ જ થશે. ઊલટું તમારા ઇન્ટરવ્યૂ વખતે તમે
મુશ્કેલીમાં આવી જશો.
તમારો દાખલો લઇ હાલમાં જે લોકો ૩૫ લાખ જેટલી મોટી રકમ આપી તમારી જેમ
અમેરિકામાં બોગસ એજન્ટ દ્વારા પ્રવેશ કરવા કે ગેરકાયદે ઘૂસવા પ્રયત્ન કરતા
હોય તેમણે ચેતી જવાની જરૂર છે. હું એવા ઘણા કેસ જાણું છું કે આવી રીતે જનાર
ઘણી વ્યક્તિઓનો અમેરિકામાં કોઇ પત્તો નથી કે જેલમાં છે, જીવે છે કે ક્યાં
છે તે તેમનાં માતાપિતા પણ જાણતાં નથી. ૩૫ લાખ R
ઇન્ડિયામાં રોકો, તેનો બરાબર પોર્ટફોલિયો બનાવો કે તેનું વ્યવસ્થિત
મેનેજમેન્ટ કરવામાં આવે તો દર મહિને રૂપિયા પાંત્રીસ હજારની આવક થાય. તો
પછી આટલા બધા રૂપિયા તથા તમારી અમૂલ્ય જિંદગી શા માટે બગાડવી જોઇએ તે જ
સમજાતું નથી.
સવાલ:હું ૩૦ વર્ષનો બી.કોમ. થયેલો મેરીડ યુવાન છું અને આઇલેટ્સમાં
ચાર બેન્ડ આવેલા છે તથા માર્કેટિંગનો બે વર્ષનો અનુભવ મેળવેલો છે. ઇંગ્લિશ
બહુ સારું નથી. કેનેડાના કોઇપણ ભાગમાં પી.આર. માટે ફાઇલ કરવી છે, તો તમે
કોઇ મદદ કરશો?
જવાબ:આટલો બાયોડેટા જોવાથી પી.આર. માટે શક્યતા લાગતી નથી. તેથી
લોભામણી જાહેરાતથી આકર્ષાઇને લાખ-બે લાખ રૂપિયા કોઇને આપી દેતા નહીં. તેમ
છતાં તમારા બંનેના બાયોડેટા મોકલી આપ્યેથી સ્ટુડન્ટ વિઝા મળે કે નહીં તે
નક્કી કરી શકાય. ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું જરૂરી છે.
સવાલ:હું લંડનમાં સાત વર્ષ સુધી સ્ટુડન્ટ વિઝા દ્વારા રહ્યો હતો.
હાલમાં હું ઇન્ડિયામાં છું અને મારી એમ.બી.એ.ની ડિગ્રી માટે જેની રાહ જોતો
હતો તે હવે મળી છે. હવે જો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મેળવું તો બીજાં બે વર્ષ
મળે. મેં સાંભળ્યું છે કે જો હું દસ વર્ષ યુ.કે.માં કમ્પ્લિટ કરું તો મને
પી.આર. મળે. મને ડર છે કે યુ.કે.ના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટેના રૂલ્સ ચેન્જ
કરવાનો હિસ્ટ્રી પૂઅર છે તો મને ચિંતા છે કે મારે પાછા ફરીથી ત્રણ વર્ષ
પી.આર. માટે યુ.કે.માં બગાડવા પડે. તમે શું કહો છો?
જવાબ:રૂલ્સ ચેન્જ થઇ શકે છે. પરંતુ તમે પોસ્ટ સ્ટડી વર્ક માટે
એપ્લાય કરી શકો છો. બની શકે તો યુ.કે.ના કોઇ ઇમિગ્રેશન નિષ્ણાત લોયર,
સોલિસિટર કે બેરિસ્ટરનો જ સંપર્ક કરશો તો સફળતા મળવાની શક્યતા છે.
સવાલ:મારા પિતા લંડન સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા છે અને મારી મમ્મી
ડિપેન્ડન્ટ વિઝા ઉપર છે. મને ૧૭ વર્ષ થયાં છે તો મારે ત્યાં કેવી રીતે જવું
સારું પડે?
જવાબ:તમે પણ તમારી મમ્મીની જેમ ડિપેન્ડન્ટ વિઝા ઉપર જઇ શકો. પરંતુ
તમારા પપ્પાનો સ્ટુડન્ટ વિઝા ૨૦૧૩માં પૂરો થતો હોઇ તમે અરજી કરો તે પહેલાં
તેમનો વિઝા એક્સ્ટેન્ડ કરાવવા લંડનના ઇમિગ્રેશન નિષ્ણાત લોયરની કે
બેરિસ્ટરની સલાહ સૂચનાથી આગળ વધજો. લંડનમાં કાયદાની ડિગ્રી નહીં ધરાવનારા
પણ કન્સલ્ટેશનનું કામ કરે છે. તેવી વ્યક્તિ દ્વારા સફળતા મળે નહીં.
સવાલ:હું બી.કોમ. છું અને મારે યુ.કે. અથવા સિંગાપોર એમ.બી.એ. કરવા જવું છે અથવા તે માટે બીજો કયો દેશ બેસ્ટ છે?
જવાબ:યુ.કે.માં વારંવાર ઇમિગ્રેશન વગેરેના નિયમો બદલાયા કરે છે.
તેના કરતાં સિંગાપોરને હું વધુ પસંદ કરું છું કારણ કે ત્યાં અમેરિકાથી ઘણી
સારી યુનિવર્સિટી શરૂ થઇ છે કે શરૂ થવાની છે. મારા મંતવ્ય પ્રમાણે એમ.બી.એ.
કે બીજા ઘણા સ્ટડીઝ માટે અમેરિકા દેશ બેસ્ટ છે તેમાં બેમત નથી.
સવાલ:મેં ૧૯-૩-૨૦૦૨ના રોજ વિઝા માટે એપ્લાય કર્યું છે, પરંતુ વિઝા કોલ લેટર મળ્યો નથી, તો તે ક્યારે આવશે?
જવાબ:તમારો સવાલ અસ્પષ્ટ છે. કેટેગરી, એપ્રુવલ તારીખ વગેરે કશું જ
જણાવ્યું નથી. તેમ છતાં જો એફ-૪ કેટેગરી હોય તો પ્રોસેસ થતાં દોઢથી બે વર્ષ
લાગી શકે પછી જ વિઝા કોલ લેટર આવે.
સવાલ:હું એમ.એસસી. થયેલો છું અને ૯ વર્ષથી કેમિકલ ઇન્ડસ્ટ્રીના
શિફ્ટ ઇન ચાર્જ તરીકે કામ કરી, છેલ્લા એક વર્ષથી થાઇલેન્ડની એક કેમિકલ
કંપનીમાં કામ કરું છું. મેં કેનેડાના પી.આર. માટે માર્ચ, ૨૦૦૬માં એપ્લાય
કર્યું હતું, પરંતુ હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી. મારી પત્ની બી.ફાર્મ
થયેલી છે અને અમારે એક દીકરી પણ છે.
જવાબ:કેનેડાના પી.આર. માટેની અનેક કેટેગરી છે, તેમાંની કઇ
કેટેગરીમાં એપ્લાય કર્યું છે તે જાણ્યા પછી જ ચોક્કસ સમય કહી શકું. જો ૨૯
કેટેગરીમાંથી એપ્લાય કર્યું હોય તો રાહ જોવી પડે અથવા ઇમેઇલ કરી ઇન્કવાયરી
કરી શકો. જો જવાબ પ્રોસેસમાં છે તેમ બતાવે તો જ તમારી પિટિશનનું પરિણામ
સારું આવી શકે.
Comments
Post a Comment