નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફિલ્મ રિવ્યૂઃ હાઉસફૂલ 2

 
Movie Name:
હાઉસફૂલ 2
 
 
 
Viewer Rating: 
 
 
Critic Rating:
(3/5)
 
 
Star Cast:
અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, રિતેશ દેશમુખ, શ્રેયસ તલપડે, ઋષિ કપૂર, રણધિર કપૂર, મિથુન ચક્રવર્તી, બોમન ઈરાની, અસીન, જેક્વેલિન ફર્નાન્ડિઝ, ઝરીન ખાન, શહઝાન પદ્મસી, જ્હોની લિવર, ચંકી પાંડે, મલાઈકા અરોરા ખાન
 
 
Director:
સાજીદ ખાન
 
 
Producer:
સાજીદ નડિયાદવાલા
 
 
Music Director:
સાજીદ-વાજીદ
 
 
Genre:
ડ્રામા/કોમેડી
 
Storyવાર્તાઃ 'હાઉસફૂલ 2' નામ પરથી જ આ ફિલ્મ કોમેડી હોવાની જાણ થાય છે. ચિંટુ કપૂર સામે બદલો લેવા માટે જય ત્રણ યુવકો સન્ની (અક્ષય કુમાર), મેક્સ (જ્હોન અબ્રાહમ) અને જોલી (રિતેશ દેશમુખ) સાથે હાથ મિલાવે છે. ખરી રીતે તો, ચિંટુને તેના ભાઈ ડબ્બૂ (રણધિર કપૂર) સાથે ખાસ બનતું હોતું નથી. ચિંટુને હિના(અસીન) નામની અને ડબ્બૂને બોબી (જેક્વેલિન) નામની પુત્રીઓ છે. બંને ભાઈઓ પોતાની પુત્રીઓને પૈસાદાર ખાનદાનમાં લગ્ન કરવવા માંગે છે. બંનેની નજર લંડન સ્થિત બિલિયોનર જેડી(મિથુન) પર હોય છે. ચિંટુ જયના પિતાને એ હદે હેરાન કરે છે કે, તેમણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. જય આ વાતનો બદલો લેવાનું નક્કી કરે છે. હવે, અન્ય ત્રણ યુવકો જયને સાથ આપે છે અને ચિંટુને પાઠ ભણાવે છે.

સ્ટોરી ટ્રિટમેન્ટઃ 'હાઉસફૂલ'ની સિક્વલ 'હાઉસફૂલ 2'માં નેરેશનને લઈને કેટલીક ખામી રહેલી છે. જોકે, આ ફિલ્મને ઘણી જ સારી બનાવવામાં આવી છે. કોમેડી સારી છે. જોકે, નાના બાળકો જેવી કોમેડી દર્શકો પર ધારદાર અસર છોડતી નથી. ફિલ્મના કેટલાંક યાદગારી સીન્સ છે. જ્હોની લિવરે કેટલાંક સરળ જોક્સ કહ્યા છે.

સ્ટાર કાસ્ટઃ અક્ષય કુમાર કોમેડી રોલમાં અસરકારક લાગે છે. જ્હોને પણ ઉત્તમ અભિનય આપ્યો છે. રિતેશ અને શ્રેયસ વચ્ચેના કોમિક ટાઈમિંગ ફિલ્મની મુખ્ય હાઈલાઈટ્સ છે. ઋષિ અને રણધિર લાલચી પિતા તરીકે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું છે. અસિન, જેક્વેલિન, ઝરીન અને શહઝાને ભાગે ગ્લેમ ડોલ સિવાય કંઈ ખાસ કરવાનું આવ્યું નથી. મિથુને ગુસ્સો વાળા પિતા તરીકે અને નરમ હૃદયના વ્યક્તિ તરીકે શાનદાર અભિનય કર્યો છે. બોમન ઈરાનીનું નાનુ પણ દમદાર પાત્ર છે. જ્હોની લિવર અને ચંકી પાંડે ફિલ્મની લાઈફ-લાઈન છે.

ડિરેક્શનઃ એકદમ સરળ પરિસ્થિતિને કઈ રીતે જટિલ બનાવવી અને પછી જાણે કંઇ જ ના બન્યું હોય તે રીતે ફિલ્મનો અંત લાવવામાં આવે છે. સાજીદ ખાન આ બાબતમાં સાચે જ માસ્ટર છે. ફિલ્મનું ડિરેક્શન ધારદાર છે અને દર્શકો એક મિનિટ માટે પણ કંટાળો અનુભવતા નથી. ફિલ્મમાં નવા અને જૂના બંને કલાકારોનો સમન્વય સુંભગ રીતે કરવામાં આવ્યો છે.

સંગીત/સંવાદો/સિનેમેટ્રોગ્રાફી/એડિટીંગઃ ફિલ્મનું ગીત 'પપ્પા તોહ બેન્ડ' અને 'અનારકલી ડિસ્કો ચલી' ગીત ઘણું જ કર્ણપ્રિય છે. સંવાદોમાં ખાસ દમ નથઈ. સિનેમેટ્રોગ્રાફીમાં સર્જનાત્મકતાનો અભાવ છે. ધારદાર એડિટીંગ ના હોવાને કારણે ફિલ્મ કારણ વગર અસહ્ય રીતે લંબાઈ ગઈ છે.

હકારાત્મક-નકારાત્મક બાબતોઃ પરફોર્મન્સ, ડિરેક્શન, મ્યુઝિક અને નિશ્ચિત જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવેલા ડાયલોગ્સ સ્ટ્રોંગ પોઇન્ટ છે. સ્ક્રિનપ્લે, નબળું એડીટિંગ, સ્ટોરીલાઇન અસરકારક ના હોવાને કારણે આ ત્રણ બાબતો નબળા પાસા છે. 'હાઉસફૂલ 2'એ મગજને બાજૂ પર મુકીને જોવામાં આવે તો તમને ક્યારેય નિરાશ નહીં કરે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ