નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમિતાભ બચ્ચન પ્રકરણ - 15

દારૂ બોંત ખરાબ ચીજ હૈ... દારૂ પીને સે લીવર ખરાબ હો જાતી હૈ... 

જાણો, અમિતાભને યુવાનીમાં કયા બે ખતરનાક શોખ હતા


હું મેડિકલ કૉલેજમાં ભણતો હતો, ત્યારે ત્રણસો રૂપિયામાં મારો મહિનો પસાર થઈ જતો હતો અને સારી રીતે પસાર થતો હતો. પુસ્તકો, ભોજન, ચા-નાસ્તો, હોસ્ટેલની ફી અને કૉલેજની ફી ઉપરાંત મહિનાની આઠ થી દસ ફિલ્મો જોવાનો ખર્ચ પણ આ ત્રણસો રૂપિયામાં સમાઈ જતો હતો. એમનો માસિક ખર્ચ બસોથી અઢીસો વચ્ચે ફરતો હતો. હું સિત્તેરનાં દાયકાનાં મધ્ય ભાગની વાત કરું છું. લગભગ 1975ની આગળ-પાછળના સમયની.

અમિતાભનો કોલકાતાકાળ તો એનાં કરતાં દસેક વર્ષે આગળ હતો. 1965ની સોંધવારી તમે કલ્પી શકો છો. એ જમાનામાં કોલસાની કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતાં લાંબા, સૂકલક્ડી, ઉપસેલા હાડકાંવાળો ચહેરો ઘરાવતા અને કંપનીનાં નિયમ અનુસાર આખી બાંયનું‘ઈન’ કરેલું શર્ટ, ફોર્મલ પેન્ટ, ચકાચક પોલીશ કરાવેલા બુટ, મોંધો લેધરબેલ્ટ અને ગળામાં ટાઈ પહેરેલા અમિતાભ તગડો કહી શકાય તેટલો પગાર પાડતા હતાં.

‘બર્ડ એન્ડ હિલ્જર્સ’માં ચારસો સિત્તેર રૂપિયાનાં માસિક પગારની નોકરી છોડીને અમિતાભ ‘બ્લેકર્સ’ નામની કંપનીમાં જોડાઈ ગયા. કામ તો એનું એ જ હતું, પણ પગાર બમણાંથી યે વધુ મોટો ઉછાળો હતો. દર મહિને બારસો રૂપિયા પગાર આ કંપનીએ એમને ગાડી અને શોફરની સુવિધા સુવિધા તથા એકસો પચ્ચીસ રૂપિયાનું ટિફિન ભથ્થું પણ ‘ઓફર’ કર્યું હતું.

એ જમાનાની સોંધવારી અનુસાર પાંચ મેડિકલ સ્ટુડન્ટસનો ગૂજારો થઈ શકે એટલા રૂપિયાનું અમિતજી શું કરતાં હશે એ પાયાનો પ્રશ્ન છે; ખાસ તો એ હકિકતને ધ્યાનમાં લેતાં કે અમિતજીએ પાંચ વર્ષ દરમ્યાન એક પણ રૂપિયો મા-બાપને મોકલ્યો ન હતો. સાવ એકલપંડે રહેતો જુવાન પુરૂષ આટલા બધા રૂપિયાનો ભૂક્કો કરી નાખે ત્યારે કોઈપણ સમજદાર માણસને એના ખર્ચાઓના તરીકા ઉપર શંકા પડે જ પડે!

તમે તમારી ધારણામાં તદ્દન સાચા છો!

અમિતાભ રોજ તમારી કલ્પનાની બહાર હોય એટલી સિગારેટો ફૂંકી મારતાં

યુવાન અમિતને બે ચીજોનો ગાંડો શોખ હતો શરાબ અને સિગારેટ. આપણને આ જાણીને જ આઘાત લાગે પણ વધુ મોટો આઘાત તો આ બંને ચીજોની માત્રા વિષે જાણીએ ત્યારે લાગે.

અમિતાભ રોજ સો સિગારેટો ફૂંકી મારતા હતાં. જો ઊંધવું, નહાવું,ખાવું અને નોકરી કરવી- આટલા સમય બાદ કરી નાખીએ તો સો સિગારેટો ફુંકવા માટે એમની પાસે લગભગ રોજ ત્રણસો સાંઈઠ મિનિટે એક સિગારેટ ફુંકતા હતાં. આમાં માચીસ કે લાઈટર વાપરવાનો સવાલ જ ક્યાં આવ્યો યસ, અમિતાભ વૉઝ એ ચેઈન-સ્મૉકર. એમની દરેક નવી સિગારેટ જૂની સિગારેટનાં તિખારામાંથી આગ પકડતી હતી.

બચ્ચનને મદ્યપાનનાં તમામ વિક્રમો સર કર્યા

હવે વાત શરાબ-પાનની. ‘મધુશાલા’ના રચિયતા કવિ બચ્ચનજીના આ પાટલીપુત્રે મદ્યપાનનાં તમામ વિક્રમો સર કરી લીધા હતાં.

અમિતાભ એક દિવસમાં સ્કૉચ વ્હિસ્કીની બે બોટલ્સ ગટગટાવી જતાં હતા. જે લોકો શરાબ પાન કરે છે એમની આંખો આ ‘ડૉઝ’ સાંભળીને પહોળી થઈ જશે. સામાન્ય રીતે ચાર પાંચ મિત્રો ભેગા થઈને પેટ ભરીને (અને પેગ ભરીને) બે-ત્રણ કલાક લાંબી શરાબપાનની મહેફિલ જમાવે ત્યારે એક બોટલ ખતમ થઈ શકે. (આ મારો અંદાજ છે.) અહીં તો એક જ માણસ બે બાટલીઓ ખાલી કરી નાખે એ વાત છે.

દારૂ પીવાનીયે પાછી અલગ-અલગ રીતો હતી. એમાં એક રીત શરાબ પીનારનું બેલેન્સ ચકાસવાની હતી. અમિતાભ અને એના મિત્રોની વચ્ચે એક શરત મારવામાં આવતી હતી. સ્કૉચ વ્હિસ્કીની પૂરી બોટલ એકીશ્વાસે ગટગટાવી જવાની! પેગ બનાવવાની વાત જ નહીં; બાટલી જ સીધી મોંએ માંડવાની. એમાં સોડા કે પાણી નહી ઉમેરવાનું. વીટ વ્હિસ્કી પી જવાની. (સ્કૉચ વ્હિસ્કીમાં સમાયેલા આલ્કોહોલની સાંદ્રતા જોઈએ તો એવું કહી શકાય કે આટલો તેજ શરાબ પીનારની હોજરીની આંતરત્વચા ખલાસ કરી નાખે. લીવરનું શું થાય એની તો કલ્પના જ કરવી રહી.

પણ વ્હિસ્કી આ રીતે ગટગટાવી નાખવાથી શું વળે?! શરત તો દિમાગી અને શારીરિક સંતુલન જાળવી રાખવાની છે. શરત એ હતી કે મહેફિલનું સ્થળ એટલે કે એકાદ મિત્રનો ફ્લેટ સાતમા માળે આવેલો હોય, એ ફ્લેટની બારીને ‘ગ્રીલ’ ન હોય, એ ખુલ્લી બારીની ફ્રેમ વચ્ચે બેસીને કશું પણ ઝાલ્યા વગર દારૂ પી જવાનો રહેતો.

બોટલ મોંએ લગાવીને શરાબ પીવો હોય તો માથું સહેજ પાછળની દિશામાં નમાવવું જ પડે. એના કારણે આખો દેહ બારીની બહારની તરફ ઢળે. (વાંચકોને વિનંતી છે કે તેઓ આવો કોઈ પ્રયાસ ન કરે આમ કરવાથી જીવનું જોખમ રહેલું છે.) કોઈપણ વસ્તુનો સહારો હોય નહીં. શરાબ ઝડપથી હોજરીમાં, ત્યાંથી લોહીમાં અને ત્યાંથી દિમાગી કોષોમાં ભળતો જતો હોય, ત્યારેજો સંતુલન સહેજ સરખુંયે લથડે તો સાતમા માળ પરથી સીધા ભોંય ઉપર આવી જવાય.

અમિતાભને બાદ કરતાં એકપણ મિત્ર આ શરત ક્યારેય જીતી શકતો ન હતો

બીયર પીવા માટે વળી અલગ શરત રહેતી હતી. આઠ-દસ મિત્રો જમીન પર ગોળ કુંડાળુ બનાવીને ગોઠવાઈ જતા હતાં. બધાની વચ્ચે બીયરનો મગ માત્ર એક જ રહેતો હતો. શરૂઆત કોઈ એકથી થાય. એ એક મગ ખાલી કરે એ પછી બાજુવાળાનો વારો આવે. એણે એ જ મગમાં બીયર ભરીને પી જવો પડે. પછી ત્રીજા, ચોથા, પાંચમાનો વારો આવે. એમ કરતાં તમામ મિત્રોનો એક રાઉન્ડ પૂરો થઈ જાય, એટલે બીજા મગની શરૂઆત થાય. ડૉઝ વધતો જાય. જેની ક્ષમતાની હદ આવી જાય, તે મિત્ર ‘આઉટ’ થઈ જાય. (બંને અર્થમાં આઉટ!)

સંગીત-ખુરશી જેવી જ લગભગ કહી શકાય તેવી આ શરતામાં જે સૌથી છેલ્લો ટકી રહે તેને વિજેતા જાહેર કરવામાં આવે. ઈનામમાં બધાં એને તાળીઓથી વધાવી લે. ( જો ઢળી પડ્યો ન હોય અને હજુ પણ તાળીઓ પાડવાનાં હોશ બચ્યા હોય તો!) આ શરત પણ કાયમ અમિતજી જ જીતી જતા હતાં.

વિજેતાનાં ભાગે ઈનામ કરતાં સજા વધુ મોટી આવતી હતી. શરત એવી રાખવામાં આવતી કે મોડી રાત્રે શરાબ-પાર્ટી ખતમ થાય એ પછી જે હોશમાં રહ્યો હોય તે બાકીના મિત્રોને ગાડીમાં બેસાડીને, જાતે ગાડી હંકારીને એરપોર્ટની કેન્ટીનમાં ચા પીવા માટે લઈ જાય.

અમિતાભ પાસે એ સમયે ‘બ્લેર્ક્સ’ કંપનીએ આપેલી કાર હતી. એ ગાડી ‘સ્ટેન્ડર્ડ હેરોલ્ડ’ હતી. અમિતજી જાતે ડ્રાઈવ કરતા અને એ વખતે એમના તમામ સાથીદારો પાછળની બેઠકમાં લૂઢકી ગયેલા હોય એવું જોવા મળતુ હતું. નોંધવા જેવી બાબત એ છે કે આટલો શરાબ ઢીંચ્યા પછીયે ગાડી ચલાવી રહેલા અમિતાભે એકવાર પણ નાનો સરખોયે અકસ્માત કર્યો ન હતો.

વાત જ્યારે ‘આઉટ’ થવાની ચાલે છે, ત્યારે ત્રીજી એક રમત પણ જાણવા જેવી છે. એ રમત હતી ‘નોક આઉટ’ની. અમિતાભ શોધી લાવ્યા કે વ્હિસ્કી પીતી વખતે કોઈને જો ઝડપથી ઢાળી દેવો હોય તો એક ‘નીટ પેગ’ તૈયાર કરીને એમાં એક ચમચી ખાંડ ઓગાળી દેવાની. પછી મિત્રને કહેવાનું કે એ પેગ એક જ શ્વાસમાં હોજરીમાં ઠાલવી દે આમ કરવાથી શરાબ બમણી ત્વરાથી લોહીમાં ભળી જાય છે અને પીનારાને ‘નોક આઉટ’ કરી નાંખે છે.

હજુ પણ એ કહેવાની જરૂર ખરી કે આ રમતમાં પણ આખર સુધી કોણ ટકી રહેતું હતું???

પણ અચાનક અમિતભ ગંભીર અને ઉદાસ થઈ જતા

અમિતાભની યુવાનીના વર્ષોમાં શરાબપાનની આવી ખતરનાક મજાઓ માણવામાં જે મિત્રો સાથે હતા, તેઓ એક વાત અચૂક અકે છે. મોડી મોડી રાત સુધી ચાલતી શરાબની આ મહેફિલો, ધમાલ-મસ્તી, હંસી-મજાક, ઢોલક વગાડીને ગીતો ગાવા, ખાણી-પીણીની જ્યાંહૂતો માણવી આ બધાંમાં અમિતજી સૌ કરતાં મોખરે રહેતા હતા, પણ....પણ....પણ....!

પણ અચાનક એ ગંભીર થઈ જતા હતા. એમની આંખો ઉદાસ બની જતી હતી. પાંપણનો પલકારોયે માર્યા વગર એ શૂન્યમનસ્ક નજરે અવકાશ તરફ જોયા કરતા હતા. બોલવાનું, હસવાનું, ગાવાનું બધું જ બંધ. મિત્રોને લાગતું જાણે અમિત ત્યાં હાજર જ નથી! એમની આ ઉદાસીનું કારણ કોઈ એ વખતેય પકડી શક્તું ન હતું, કોઈ આજે પણ પકડી શક્તું નથી .

હા, આજે પણ ઘરમાં હોય કે બહાર, પ્રવાસમાં હોય કે મીટિંગમાં, કે પછી શૂટીંગમાં ભાગ લઈ રહ્યા હોય, અચાનક અમિતજી ‘સ્ટેચ્યુ’ બની જાય છે. એમનો ચહેરો ઉદાસીનો પર્યાય બની જાય છે. એ વખતે કાળા માથાનો એક પણ માનવી એમને ખલેલ પહોંચાડવાની હિમંત કરતો નથી. ભલે પછી એ પ્રકાશ મહેશ કે મનમોહન દેસાઈ જેવા સિનિઅર દિગ્દર્શક હોય કે પછી ઘરમાં ખુદ જયાજી હોય ! રાજાકે ગમકો કિરાયેકે રોનેવાલોકી જરૂરત નહીં પડતી !

અને પછી અમિતાભે કાયમનો સીગારેટ-શરાબ છોડી દીધી

શરાબ અમિતાભના પિતાજી પણ એક જમાનામાં પીતા હતા. જો કે કવિને એ ક્યારેય ભાવતો ન હતો. એમને મદ્યપાન ક્યારેય યોગ્ય પણ લાગ્યું ન હતું. પણ મિત્રોએ આદત પાડી દીધે હતી. એમાં શરાબના નશા કરતાંયે ચઢિયાતો નશો ધરાવતી ‘મધુશાલા’ લખાતી ગઈ. એટલે પછી મદીરા પીવી એ કવિને માટે એક ઓળખ-ચિહ્ન બની ગયું.

પણ એક દિવસ કવિનું મદીરાપાન એક ઝાટકે છૂટી ગયું. એ ઘટના આપણે પ્રારંભના પ્રકરણોમાં જોઈ ગયા છીએ. જ્યારે અમિતજી સાવ નાનાં બાળક હતા અને ગંભીર બિમારીમાં તરફડતા હતા, ડોક્ટરોએ પણ એના જીવવાની આશા છોડી દીધી હતી, ત્યારે કવિ બચ્ચનજીએ પોતાના પુત્રના પ્રાણના બદલામાં ભગવાન પાસે શરાબ છોડવાની માનતા લીધી હતી. દીકરો બચી ગયો અને દારુ છૂટી ગયો. અમિતાભ બચ્ચનની જિંદગીમાં શું થયું ? રોજની સો સિગારેટો અને શનિ-રવીની મહેફિલોમાં બે બાટલી વ્હિસ્કી ઢીંચી જતા આપણાં શહેનશાહ આ બંને ચીજોને અત્યારે હાથ પણ લગાડતા નથી. સિત્તેરના દાયકાના અંતિમ વર્ષોમાં અચાનક એમણે આ બંને વ્યસનોને ‘ગુડ બાય’ કરી દીધું. ફિલ્મી પાર્ટી ચાલી રહી હતી. અમિતજી ઝૂમી રહ્યા હતા. એમના એક હાથમાં શરાબનો જામ હતો, બીજા હાથમાં જલતી સિગારેટ હતી. એમના એક હાથમાં શરાબનો જામ હતો, બીજા હાથમાં જલતી સિગારેટ હતી. એ પછીના દિવસે ફિલ્મ ‘હેરાફેરી’નો શો યોજાવાનો હતો.

અમિતાભ બચ્ચનની જિંદગીમાં શું થયું? રોજની સો સિગારેટો અને શનિ-રવિની મહેફિલોમાં બે બાટલી વ્હિસ્કી ઢીંચી જતાં આપણા શહેનશાહ આ બંને ચીજોને અત્યારે હાથ પણ લગાડતાં નથી. સિત્તેરનાં દાયકાના અંતિમ વર્ષોમાં અચાનક એમણે આ બંને વ્યસનોને ગુડ બાય કરી દીધું. ફિલ્મી પાર્ટી ચાલી રહી હતી. અમિતજી ઝૂમી રહ્યા હતાં. એમના એક હાથમાં શરાબનો જામ હતો, બીજા હાથમાં જલતી સિગારેટ હતી. એ પછીના દિવસે ફિલ્મ હેરાફેરીનો પ્રિમિયર શો યોજાવાનો હતો.

એ પાર્ટીમાં શું થયું તે વિષે કોઈ જ જાણતું નથી. બસ, અમિતજીએ કાયમને માટે સિગારેટ ફૂંકવાનું અને શરાબ પીવાનું છોડી દીધું. ખુદ જયાજીને પણ સાચા કારણ વિષે જાણ નથી. ( બીજા કોઈને ખબર હોય તો એની ખબર આપણને નથી!) આ તબક્કે આપણા મહાન ગુજરાતી શાયર મરીઝની એખ પંક્તિ યાદ આવી જાય છે. મરીઝ સાહેબ સ્વંય શરાબપાનનાં જબરદસ્ત આદતી હતાં. એમણે લખ્યું છે: “હું મદિરા મરીઝ ત્યાગી દઉં, પ્રેમપૂર્વક મના કરે કોઈ.”

ટૂંકમાં, પીવાનું શરૂ કરવાના મૂળમાં ‘પ્રેમરહેલો હોય કે નહી એની તો ખબર નથી પડી, પણ પીવાનું બંધ કરવાના મૂળમાં જરૂર પ્રેમ કારણભૂત રહેલો હોય છે.

એક અગત્યની આડમાહિતી : કોલકાતાની એક મદ્ય-બેઠકો વખતે એક મહત્વની શરાબ એ પણ રહેતી હતી કે ઘટનાસ્થળે શરાબ પીવા માટે પધારતી વખતે દરેક યુવાને એની સાથે એકાદ ‘ગર્લ ફ્રેન્ડ’ને તો લાવવાની જ રહેશે. નો એન્ટ્રી વિધાઉટ એ ગર્લ! અને અમિતાભે આ કારણસર ક્યારેય મહેફિલમાંથી બાકાત નથી રહેવું પડ્યું. કોણ હતી યુવાન અમિતની ગર્લફ્રેન્ડ? એની સંખ્યા એક હતી કે વધારે? આનો જવાબ જાણવા માટે થોડી પ્રતિક્ષા કરવી પડશે. માત્ર સંખ્યા જ નહીં, તમને નામો પણ જણાવવામાં આવશે.

આ ક્ષણે તો મને ફિલ્મ ‘સત્તે પે સત્તા’નું એક દૃશ્ય યાદ આવી રહ્યું છે. ખલનાયક બનતા અમજદખાન અંદરની માહિતી કઢાવવા માટે અમિતાભને આગ્રહ કરી-કરીને શરાબ પીવડાવે છે. પછી સંતુલન ગુમાવી ચૂકેલા અમિતજી વારંવાર આ ડાયલોગનું પુનરાવર્તન કરતાં રહે છે: “દારૂ બહોત બુરી ચીજ હૈ... દારૂ પીનેસે લીવર ખરાબ હો જાતી હૈ...” આજે અમિતજી વાસ્તવમાં આવું જ કહી રહ્યાં છે.
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે