નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

એક Clickથી જાણો બ્રાઉઝર વિશે જાણવા જેવું બધુ જ

 
બ્રાઉઝર ઓપન કર્યા પછી આપણે સીધા ઇન્ટરનેટમાં ખાબકી જઈએ છીએ એટલે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોવા છતાં, તેનાં ઉપયોગી પાસાં ધ્યાન બહાર રહી જાય છે.

આજે વાત કરીએ ઇન્ટરનેટના પાયાની, એટલે કે બ્રાઉઝરની. ટેક્નિકલી બ્રાઉઝરને ઇન્ટરનેટનો પાયો ન કહેવાય, કેમ કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દુનિયામાં જે નવી એપિ્લકેશન, સર્વિસ કે સાઇટ બને છે તે કેટલીય પ્રક્રિયાઓમાંથી પસાર થઈને છેવટે બ્રાઉઝર સુધી પહોંચે છે. એ રીતે જોઈએ તો બ્રાઉઝર ઇન્ટરનેટનો છેડો છે, પણ આપણા માટે તો એ પહેલું પગથિયું છે!

ઇન્ટરનેટ સફિઁગ કરવા માટે હવે આપણે સૌ મોટા ભાગે ફાયરફોકસ કે ક્રોમનો ઉપયોગ કરીએ છીએ, પણ થાય છે એવું કે બ્રાઉઝર ઓપન કર્યા પછી આપણે સીધા ઇન્ટરનેટની વિરાટ દુનિયામાં ખાબકી જઈએ છીએ એટલે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોવા છતાં, તેનાં કેટલાંક ઉપયોગી પાસાં આપણા ધ્યાન બહાર રહી જાય છે. બ્રાઉઝરની આવી એક ખૂબી છે બુકમાકર્સ સિન્ક કરવાની.

બુકમાર્ક શબ્દ જેમના માટે અજાણ્યો છે એમના માટે ફટાફટ સમજણ - જેમ પુસ્તક વાંચતી વખતે આપણે ક્યા પાને અટક્યા એ યાદ રાખવા તેમાં જુનું પોસ્ટકાર્ડ કે સરસ મજાનું બુકમાર્ક મૂકીએ છીએ એ જ રીતે ઇન્ટરનેટ પર અનેક સાઇટ જોતા હોઈએ તેમાંથી જે સાઇટ ઉપયોગી અને ભવિષ્યમાં ફરી જોવા જેવી લાગી હોય તેને આપણે બ્રાઉઝરની મદદથી બુકમાર્ક કરી શકીએ છીએ.

ઇન્ટરનેટ બ્રાઉઝરમાં બુકમાર્ક માટે ફેવરિટ શબ્દ વપરાયો છે અને ફાયરફોકસ કે ક્રોમમાં તેને માટે બુકમાર્ક શબ્દ જ વપરાયો છે. બુકમાર્ક જે તે સાઇટનું એડ્રેસ યાદ રાખવા માટે તો કામ લાગે જ છે, પણ જે તે સાઇટનાં વિવિધ વેબ પેજીસ તમે સફe કરતા હો તો ઉપર એડ્રેસબારમાં જોતાં સમજાશે કે સાઇટની અંદરનાં વેબપેજનાં એડ્રેસ યાદ રાખવાં લગભગ અશક્ય હોય છે. આ સ્થિતિમાં કોઈ ચોક્કસ વેબપેજ યાદ રાખવા માટે બુકમાર્ક બહુ કામની સગવડ છે.

હવે મોટા ભાગે લોકો ક્રોમ વાપરતા થયા છે એટલે આપણે ક્રોમની વાત કરીએ. ક્રોમમાં કોઈ પણ સાઇટનું એડ્રેસ તમે ભાવિ ઉપયોગ માટે સાચવી લેવા માગતા હો તો સૌથી સહેલો રસ્તો એડ્રેસ બારમાં જમણા ખૂણે રહેલા સ્ટાર પર ક્લિક કરવાનો છે. સ્ટાર પર ક્લિક કરતાં જે વિન્ડો ખૂલે એમાં તમે જોશો તેમ વિવિધ બુકમાર્કને વિવિધ ફોલ્ડરમાં સાચવી શકો છો.

કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં વિવિધ ફોલ્ડરમાં ફાઇલ સાચવીએ એ જ રીતે. આ કારણે એક જ વિષયના જુદા જુદા બુકમાર્ક સાચવવા સરળ બની જશે. આ બુકમાર્ક ફરી એક્સેસ કરવા હોય તો ક્રોમમાં છેક જમણે કલચ ટૂલની નિશાની પર ક્લિક કરી, બુકમાકર્સ પર ક્લિક કરીને, ‘શો બુકમાકર્સ બાર’ પસંદ કરી લેશો એટલે એડ્રેસ બારની નીચેની પટ્ટીમાં તમે બનાવેલા વિવિધ બુકમાર્કનાં ફોલ્ડર અને ફોલ્ડરની બહાર રહેલા બુકમાર્ક દેખાશે.

તમે ઇન્ટરનેટનો વારંવાર ઉપયોગ કરતા હો અને અમુક સાઇટ કે તેનાં પેજ વારંવાર જોતા હો તો ફકત એકવાર થોડો સમય ફાળવીને બુકમાકર્સ સેટ કરી લેશો તો વારંવાર એડ્રેસ ટાઇપ કરવાની ઝંઝટ ટળી જશે. હવે આ તો એક કમ્પ્યુટર પર બુકમાર્ક રાખવાની વાત થઈ. જે લોકો ઓફિસ અને ઘર બંને જગ્યાએ નેટ સફિઁગ કરતા હોય તે બંને જગ્યાનાં કમ્પ્યુટર પર એક સરખા બુકમાર્ક ગોઠવી શકે છે (વાસ્તવમાં, માત્ર બુકમાર્ક નહીં, પણ બ્રાઉઝિંગનો સમગ્ર એક્સપિરિયન્સ તમે સિન્ક કરી શકો છો).

આ માટે તમારું ગૂગલ એકાઉન્ટ તમારી મદદે આવશે (તમારું જીમેઇલનું એકાઉન્ટ અને ગૂગલ એકાઉન્ટ એક જ હોવા છતાં, થોડાં જુદાં પણ છે, ક્યારેક એની વિગતે વાત કરીશું). તમારા ગૂગલ એકાઉન્ટની મદદથી ક્રોમમાં સાઇન ઇન થાઓ (ફરી કલચ ટૂલ પર ક્લિક કરીને આગળ વધવું પડશે) અને તમારો ડેટા સિન્ક કરવાનો વિકલ્પ પસંદ કરો.હવે તમે જ્યારે પણ, કોઈ પણ મશીનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો અને તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થશો એટલે તમારા તમામ બુકમાર્ક તમને ક્લિકવગા રહેશે.

તમે ઓફિસના લેપટોપ પર કામ કરતા હો અને તેમાં કોઈ બુકમાર્ક ઉમેરો, પછી ઘેર જઈને પીસીમાં ક્રોમ ઓપન કરી સાઇન ઇન કરશો ત્યારે એ નવો બુકમાર્ક તમે અહીં પણ જોઈ શકશો! સગવડ નાનકડી છે, પણ ઉપયોગિતા બહુ મોટી છે. ફાયરફોકસમાં પણ તમે તમારો ડેટા સિન્ક કરી શકો છો, પણ એ માટે તમારે ફાયરફોકસમાં અલગથી નવું એકાઉન્ટ ખોલાવવું પડશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા