નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો ચટાકેદાર 'રીંગણ બટાકા'નું શાક

 
રીંગણ બટાકાનું ચટાકેદાર શાક


સામગ્રી:

3 રીંગણ
2 બટાકા
1 ટમેટું
5 કળી લસણ
1 ટીસ્પૂન હળદર પાવડર
1/2 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ચપટી હીંગ
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન રાય-જીરુના દાણા
1 ગ્લાસ પાણી
1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર

રીત:

- રીંગણ બટાકાને ધોઈને નાના ટુકડામાં સમારી લો. લસણની કળીને પીસી લો. ટમેટાંના ટુકડા કરી લો.
- એક પ્રેશર કુકરમાં તેલને ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં રાય અને જીરુંના દાણા નાંખીને ફૂટવા દો.
- રાયના દાણા ફૂટી જાય એટલે તરત જ તેમાં હીંગ ઉમેરો.
- હવે તેલમાં ટમેટાંના ટુકડા અને પીસેલું લસણ ઉમેરીને સાંતળો.
- ત્યારબાદ તેમાં હળદર અને મીઠું ઉમેરોની હલાવો.
- સમારેલા રીંગણ-બટાકાના ટુકડામાં પ્રેશર કુકરમાં ઉમેરો. બરાબર હલાવો.
- તેના પર લાલ મરચાંનો પાવડર ઉમેરો.
- તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને થોડી વાર રહેવા દો અને પછી પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દો.
- 3-4 સીટી થઈ જાય પછી પ્રેશર કુકરને ગેસ પરથી ઉતારી લો.
- ગરમા ગરમ રીંગણ બટાકાંનું શાક સર્વિંગ બાઉલમાં કાઢી લો.
- તેના પર ધાણાજીરુનો પાવડર ભભરાવો.
- રીંગણ બટાકાના આ શાકને બાજરીના રોટલા અથવા ભાખરી અથવા રોટલી સાથે ખાઈ શકો છો.
- સ્વાદિષ્ટ ભાણાં માટે તેની સાથે ગોળ-ઘી, છાશ અને તળેલા મરચાં સૌથી શ્રેષ્ઠ
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા