નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તમારી રોજિંદી દિનચર્યામાં લાવો કેટલાક ફેરફાર

 
જ્યારે તમને લાગે કે બધું બરાબર છે અને કોઇ પ્રકારના ફેરફારની જરૂર નથી, ત્યારે સમજી જાવ કે પરિવર્તનની ઘડી નજીક છે અને જરૂરી પણ...

આ જ વાત સંબંધોને સફળ બનાવે છે...

જો તમને પૂછવામાં આવે કે જીવનમાં કાયમી રીતે જળવાઇ રહે એવી કોઇ બાબતનું નામ જણાવો. તો તમે શું કહેશો? જવાબ એક જ છે - પરિવર્તન. સાચી જ વાત છે, પરિવર્તન સતત અને જરૂરી છે. વર્ષો વીતવા સાથે આપણી જિંદગી અને પ્રાથમિકતાઓ બદલાતી જાય છે. એટલે સુધી કે સંબંધોની પરિભાષા અને નિભાવવાની રીત પણ સમય સાથે નવા રૂપમાં ફેરવાતી જાય છે. આ ફેરફારને તમે રિલેશનશિપ ઇન્વેસ્ટમેન્ટની પ્રથમ જરૂરિયાત પણ માની શકો છો. ચાલો, આની જરૂરિયાત અને તેની અસર અંગે વિચાર કરીએ.

ટેવવશ સંબંધો નથી રહેતાં
સામાન્ય રીતે એક જ પ્રકારની દિનચર્યાનું પાલન કરતાં કરતાં કેટલીક બાબતો આપણી આદત બની જાય છે. તે પછી આપણે ફેરફારને અપનાવવાનું તો દૂર, તે અજમાવી જોવા પ્રત્યે પણ નકારાત્મક વલણ કેળવીએ છીએ. પરિણામ? જિંદગીમાં ઉદાસીનતા ઘર કરવા લાગે છે. આવું જ કંઇક સંબંધોમાં પણ બને છે. કંઇ નવું કરતાં રહો. નાના નાના ફેરફાર સંબંધોમાં આત્મીયતાની ઉષ્માને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

દ્રષ્ટિકોણમાં ફેરફાર
દ્રષ્ટિકોણમાં થોડો ફેરફાર કરવાથી પણ જે સંબંધોમાં આવેલી સ્થિરતાને પુન:જીવન પ્રદાન થઇ શકે છે. કેટલીય વાર આપણા નિકટતમ સ્વજનોની ફરિયાદ હોય છે કે હવે આપણે પહેલાં જેવા નથી રહ્યા. આપણે પણ માની લઇએ છીએ કે એમની આપણા પ્રત્યેની ભાવના પહેલાં જેવી નથી રહી. સમયની સાથોસાથ પરિસ્થિતિઓ અને જવાબદારીઓમાં ફેરફાર થયા કરે છે, આને લીધે વર્તનમાં થોડોઘણો ફેરફાર આવે તે સ્વાભાવિક છે. એનો એવો અર્થ નથી કે સામેવાળી વ્યક્તિને હવે તમારી જરૂર નથી રહી. જ્યારે પણ લાગે કે સંબંધોમાં હવે પહેલાં જેવી આત્મીયતા નથી રહી, ત્યારે સામેવાળી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવા અને વ્યવહારમાં આવેલા ફેરફારનું કારણ શોધવાનો પ્રયત્ન કરો.

સ્વતંત્રતા અને બાંધછોડ
બાંધછોડને પણ ફેરફાર એટલે કે પરિવર્તનનું એક સ્વરૂપ માની શકાય છે. નાનપણમાં બાળકોનું વર્તન અલગ હોય છે અને કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકેલા બાળકોનું વર્તન પણ જુદું હોય છે. બીજા શબ્દોમાં, ઉંમર અને સમજદારીને અનુરૂપ દરેકની જરૂરિયાતો અને અપેક્ષા બદલાતી રહે છે. જો સમય વીતવા સાથે કેટલાક સંબંધો બદલાયેલા લાગતાં હોય તો તેના પ્રત્યે બાંધછોડ કરવા કે જતું કરવાનું વલણ અપનાવો. જો તમે આમ કરી શકતાં હો, તો તમારી સાથે જોડાયેલા તમામ સંબંધોમાં સ્વતંત્રતા જળવાઇ રહેશે. આ અનુભવ સંબંધોની મીઠાશ જાળવી રાખી નિકટતા વધારે છે. પરિવર્તન અને શિસ્ત અલગ અલગ બાબતો છે. પરિવર્તન થતું રહેવું જોઇએ, પણ તેનાથી શિસ્તમાં કોઇ પ્રકારની અસર ન થવી જોઇએ.

સંબંધોમાં આવે નાવીન્ય
ઘરના તમામ સભ્યો પોતાની ઉંમર અને સમજદારી અનુસાર પોતાની જવાબદારીઓને દર અઠવાડિયે બદલીને જુએ. આ અનુભવ નવીનતાભર્યો પણ હશે અને આનાથી તમને એકબીજાની મહેનતનો ખ્યાલ પણ આવશે.

- કોઇ સંબંધીને જે શોખ હોય તેના કલાસીસ કે શોર્ટ ટર્મ કોર્સ જો તમારા શહેરમાં ચાલતા હોય તો એને બોલાવી, એ કોર્સ કરવામાં મદદ કરો. આનાથી સંબંધોમાં નવી ચેતના જાગશે.

- તમારી જે ટેવના કારણે સૌને તકલીફ પડતી હોય, તે છોડી દો. આ રીતે કરવાથી સૌને ઘણી મદદ થાય છે.

- તમારી રોજબરોજની ક્રિયામાં નાના નાના ફેરફાર કરો અને કુટુંબીજનોને પણ એવા કોઇ ફેરફારમાં મદદરૂપ બનો.

- તમને લાગે કે કોઇનાથી કંઇ ભૂલ થઇ ગઇ છે, તો એના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો. મામલો થાળે પડી જશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા