નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દંતકથા લાગે તેવી આ સત્યકથા છે સૌરાષ્ટ્રની

 
અપરિણીત હોવા છતાં ટેસ્ટટ્યૂબ પદ્ધતિથી દીકરીને જન્મ આપી રેખાબા સરવૈયાએ સ્ત્રીસશક્તિકરણ શબ્દને સાર્થક કરી બતાવ્યો છે.

વર્ષ ૨૦૩૩, કોર્પોરેટ ઓફિસમાં પડેલા એક સીવી પર બધાનું ધ્યાન જાય છે. તેમાં લખ્યું છે, અભિજ્ઞા રેખાબા સરવૈયા... જન્મતારીખ: ૧૧ નવેમ્બર, ૨૦૧૧, વગેરે... એ બાયોડેટા જોયો તે બધાંને આશ્ચર્ય થયું, કેમ મમ્મીનું નામ? અને આત્મવિશ્વાસથી છલકતી, એમબીએનું સર્ટિફિકેટ લઇને ઊભેલી એ યુવતી કહે છે, યસ, મેં મમ્મીનું નામ લખ્યું છે કારણ કે મારા માટે તો પપ્પા અને મમ્મી બંને એક જ છે... અને કોઇ ધારણા, અટકળબંધાય તે પહેલાં જ તે કહે છે, ‘મારી મમ્મી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં હતી, ગયા વર્ષે રિટાયર્ડ થઇ. તેણે લગ્ન નહોતાં કર્યા પરંતુ ટેસ્ટટ્યૂબ બેબી તરીકે મને જન્મ આપી, સિંગલ મધરહુડ સ્વીકાર્યું હતું!’

‘એ જમાનામાં?’ ‘હા, બાવીસ વર્ષ પહેલાં. આજેય મમ્મી મને આ વાત કરે ત્યારે તેમની પાછલી જિંદગી શબ્દેશબ્દે જીવંત થઇ ઊઠે છે.’ ‘ગ્રેટ, અમે તમારા મમ્મીને મળી શકીએ?’ ‘શ્યોર!’ ‘મમ્મી, મેં એપ્લિકેશન કરી હતી ને! આ સર તને મળવા આવ્યા છે. તેમને જાણવું છે તારા વિશે, મારા વિશે, મારા જન્મ વિશે... આ આખી વાત કાલ્પનિક છે, પરંતુ માતાપુત્રીના પાત્રો સાવ સાચાં છે. હા, દંતકથા લાગે તેવી આ સત્યકથા સૌરાષ્ટ્રની એક સબળાની છે.

તા. ૧૧-૧૧-૧૧ના દિવસે જે બાળકો જન્મ્યાં તે સ્પેશિયલ ગણાયા પરંતુ અભિજ્ઞાનો જન્મ અને સ્ટોરી યુનિક છે. જૂનાગઢમાં અત્યારે મામલતદાર - એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ રેખાબા દિગ્વિજય સરવૈયાઅ તે જ દિવસે જામનગરની હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો. નક્ષત્ર જોઇને ઓપરેશન થિયેટરમાં તેમને લઇ ગયા તે પહેલાં જ નામ નક્કી થઇ ગયું હતું-અભિજ્ઞા. એટલે એવી વ્યક્તિ જે બધું જાણે છે! રેખા સરવૈયા કહે છે, જન્મ પહેલાં જ તે પોતાના વિશે, વિશ્વ વિશે બધું જાણે છે તેવા ભાવ સાથે આ નામ અમે રાખ્યું!

પરણેલું યુગલ નિસંતાન હોય તો ટેસ્ટટ્યૂબ બેબીનો વિચાર હજી સ્વીકૃત છે પરંતુ એક યુવતી જે લગ્ન જ નથી કરતી તે માતા બને! કુંવારા હોવા છતાં માતૃત્વપ્રાપ્ત અને એ પણ એવી વ્યક્તિ કે જે મામલતદાર છે, વિવિધ પ્રવૃત્તિ, સર્જનને લીધે જાણીતી છે એવી વ્યક્તિનો આવો નિર્ણય જ મહત્વનો છે અને છેલ્લા દાયકામાં જે સ્થિતિમાંથી તેઓ પસાર થયા છે તે જોતાં કોઇ માણસ ભાંગી પડે! એક દાયકામાં રેખાબાએ પોતાના ચાર નજીકના સ્વજન ગુમાવ્યા.

દાદા અને દાદીની વિદાય વસમી હતી પરંતુ જેમણે જીવતાં શીખવ્યું, પ્રોત્સાહન આપ્યું એવા પિતાએ અણધારી વિદાય લીધી. આખા પરિવાર માટે આઘાત સમાન ઘટના એ હતી કે ત્રણેય બહેનોથી નાનો ભાઇ નદીમાં કોઇકને બચાવવા જતાં પોતે ડૂબી ગયો! રેખાબા કહે છે, ‘મારા પિતા હયાત હતા છતાં મેં જ તેમને કહ્યું કે આ વયે તમારે દીકરાને અગ્નિદાહ નથી દેવો. ભાઇના અંતિમસંસ્કાર મેં કર્યા એ ઘટના અને સ્વજનોના એક પછી એક મૃત્યુએ મને આત્મબળનો પરિચય કરાવ્યો.’

તેઓ કહે છે, ‘પુરુષો કે તેની સાથેના કોઇ સંબંધોને હું ધિક્કારું છું કે પછી આ કોઇ પડકાર હોય તેવું પણ નથી. લગ્ન ન કરવા એવો મેં નિર્ણય લઇ લીધો હતો. બંને બહેનો સારા પરિવારમાં પરણી છે. મારાં મમ્મીને સતત એક જ ચિંતા રહેતી કે તારું કોણ? મને થયું કે હું પરણી હોત તો પણ ૩૯મા વર્ષે મારું ઇન્વોલ્વમેન્ટ પતિ કરતાં બાળકમાં જ વધારે હોત. મેં માતૃત્વનો વિચાર સૌપ્રથમ મમ્મીને જ કહ્યો. ત્યાર પછી બંને બનેવી અને તેમના પરિવારને કહ્યું. બધાના પ્રતિભાવ હતા કે તમે કાંઇ પણ નિર્ણય લઇ શકો. મારું મનોબળ વધ્યું અને નિર્ણયને અમલમાં મૂક્યો.

જૂનાગઢમાં ડૉ. ઉર્વીશ વસાવડાની ટ્રીટમેન્ટ શરૂ કરી. મેડિકલ સાયન્સને શંકા હતી કે ૩૯મા વર્ષે આ શક્ય છે? ડોક્ટરોની સલાહ અનુસાર અમે કેર કરી. બધા આ વિચાર ન પણ સ્વીકારે અને મારા માટે એ મહત્વનું હતું કે ઓફિસમાં કેવી રીતે જાણ કરવી? આ અરસામાં જ મારી બદલી જૂનાગઢ થઇ. જીવનનો નવો અધ્યાય હતો આ. જે તકલીફો પડી, જ્યારે પ્રશ્નો સર્જાયા ત્યારે મેં અંદર જ ઝાંખ્યું છે. ઇશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવનના નિર્ણયો લીધા છે.

જયારથી બીજો જીવ અંદર હોવાના સગડ મળ્યા ત્યારથી આ શ્રદ્ધા વધારે બળવાન બની. હું રોજ તેને કુદરતના તત્વો સાથે સંવાદ કરાવતી. મારા ગર્ભમાં શ્વસતા એ જીવને પારિજાતની સુગંધ આપતી. રેખાબા કહે છે, ‘મેં મારા ગર્ભને હંમેશાં એવો સંવાદ કર્યો છે કે બેટા આ ધરતી અને આ જિંદગી બહુ સુંદર છે. ૧૧મી તારીખે જન્મ તો એક સંયોગ છે. તબિયત એવી હતી કે એ તારીખે જ જન્મ થાય તે અનિવાર્ય હતું.

રેખા સરવૈયા કહે છે, ‘રાજેન્દ્ર શુક્લની એક ગઝલ ‘મજા ન પડે તો તરત મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે અવાજ બદલું છું, સફર અટકતી નથી કોઇ તૂફાન ટકરાવાથી મિત્રો દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.’ મને સતત પ્રેરણા આપતી રહી છે.’ અત્યાર સુધી ઓળખ હતી - એવી દીકરી જે ભણવામાં આગળ રહી, જીપીએસસી પાસ કરીને મામલતદાર બનેલી તેમના સમાજની પ્રથમ યુવતી, રેખા સરવૈયા કવિયત્રી, ઉદ્ઘોષિકા, ઇસરોનો પર્યાવરણ એવોર્ડ મેળવનાર નિબંધકાર, નિષ્ઠાવાન અધિકારી રેખા સરવૈયા. એક એવી ઘટનાને તેમણે આકાર આપ્યો કે સ્ત્રી જાતિને નવી ઓળખ આપી. સ્ત્રીસશક્તિકરણ ફકત પ્રવચનોનો વિષય નથી તે તેમણે સાબિત કરી દીધું!

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા