નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વેક્સિંગ પછી રુવાંટી જલદી ઊગે છે

 
પ્રશ્ન : મારી ઉંમર અઢાર વર્ષ છે. હું દર પચીસ દિવસે પાર્લરમાં વેક્સિંગ કરાવું છું. જોકે પાર્લરમાં કરાવ્યા પછી પણ પાંચ-છ દિવસ બાદ મારા હાથપગ પર રુવાંટી ઊગી જાય છે. આટલી ઝડપથી રુવાંટી કેમ ઊગી જતી હશે?

ઉત્તર :તમારી રુવાંટીનો વિકાસ ઝડપથી થતો હોય અથવા તો જ્યારે તમે વેક્સિંગ કરાવો ત્યારે વેક્સિંગની સ્ટ્રિપ યોગ્ય રીતે ખેંચાઇ ન હોય તો તેના લીધે વાળ મૂળમાંથી દૂર ન થયાં હોય એવું બનવાજોગ છે. આ કારણસર રુવાંટી ઝડપથી ઊગી જતી હોય. તમે કોઇ નિષ્ણાત બ્યૂટિશિયન પાસે વેક્સિંગ કરાવો.

પ્રશ્ન : મારા હોઠ પર અને કાન પાસે અનિચ્છિત વાળ છે. તેના લીધે મારો ચહેરો ખૂબ ખરાબ દેખાય છે. આ વાળને કુદરતી દૂર કરવાનો કોઇ ઉપાય ખરો?

ઉત્તર :તમે ઇચ્છો તો આ વાળને થ્રેડિઁગ દ્વારા દૂર કરાવી શકો. જોકે કેટલીક યુવતીઓને થ્રેડિઁગ કરાવ્યા પછી નાજુક અને સંવેદનશીલ ત્વચાને લીધે સમસ્યા ઉદ્ભવતી હોય છે. તેના બદલે થોડા દિવસના અંતરે કોઇ સારા પાર્લરમાં જઇને બ્લીચ કરાવો અથવા જો તમે ફાવે તો ઘરે પણ બ્લીચ કરી શકો છો.

પ્રશ્ન : મારા નખ નબળા અને ખરબચડા છે. તે લાંબા, મજબૂત અને સુંદર લાગે તે માટે શું કરવું?

ઉત્તર :તમારા નખ મજબૂત બને એ માટે પૌષ્ટિક આહાર લો અને તેમાં પણ વિટામિન ઇનો સમાવેશ વધારે થાય તેનો ખ્યાલ રાખો. કાકડીના રસમાં થોડી વાર માટે નખ બોળી રાખો. આ ઉપરાંત, લીંબુની છાલ નખ પર ઘસવાથી પણ નખ સારા અને મજબૂત બનશે.

પ્રશ્ન : મારી ઉંમર ૩૬ વર્ષ છે. મારા કાન અને લમણા પાસેના વાળ સફેદ થઇ ગયાં છે. મેં વાળમાં મેંદી લગાવી જોઇ, પણ તેનો રંગ થોડા જ દિવસમાં નીકળી જાય છે. મારા વાળ લાંબા સમય સુધી કાળા રહે તે માટે મારે શું કરવું જોઇએ?

ઉત્તર :તમે મેંદી લગાવો છો તે વધારે સારું છે કેમ કે વાળ માટે મળતા હેરડાઇ કે કલરમાં કેમિકલ્સ વધારે આવે છે, જે લાંબા ગાળે વાળને નુકસાન પહોંચાડી શકે છે. આમ છતાં તમે જો ઇચ્છતાં જ હો તો કોઇ સારી કંપનીના હેરકલર અને કન્ડશિનરનો ઉપયોગ કરો. હેરડાઇ કરતાં હેરકલર લાંબા સમય સુધી ટકે છે.

પ્રશ્ન : મારી નોકરી એવી છે કે મારે વધારે સમય તડકામાં રહેવાનું થાય છે. મને થોડા સમયથી લાગે છે કે મારા હાથ સૂર્યના તડકાને લીધે કાળા પડી ગયાં છે. તેનો કુદરતી ગોરો રંગ પ્રાપ્ત થાય એ માટે શું કરું?

ઉત્તર :તમે હાથનો જેટલો ભાગ શ્યામ પડી ગયો હોય તેના પર લીંબુનો રસ અથવા કાચા દૂધમાં લીંબુનો રસ ભેળવીને લગાવો. થોડા દિવસ બાદ તમારા હાથની ત્વચાનો રંગ બદલાયો હોવાનો તમને આપોઆપ ખ્યાલ આવશે.

પ્રશ્ન : મારા નાક પર સફેદ રંગના રોમછિદ્રો ખુલ્લા થઇ ગયા છે. આ રોમછિદ્રોને બંધ કરવા માટે કોઇ ઉપાય જણાવશો?

ઉત્તર :તમે રૂને ઠંડા દૂધમાં પલાળી તેનાથી તમારા ચહેરા પર મસાજ કરો. આના લીધે થોડા સમય પછી તમારા નાક પરના ખુલ્લા રોમછિદ્રો બંધ થઇ જશે. આ ઉપરાંત, દિવસમાં ત્રણ-ચાર વાર સ્વચ્છ, ઠંડા પાણીથી ચહેરો ધોવાનું રાખો.

પ્રશ્ન : મારી ત્વચા ઘઉંવણીઁ છે, પરંતુ ત્વચાના પ્રમાણમાં મારો ચહેરો વધારે શ્યામ છે. મારો ચહેરાની ત્વચા ગોરી થાય એ માટે શું કરી શકાય?

ઉત્તર :તમારી સમસ્યા પરથી લાગે છે કે તમારી ત્વચા તૈલી હોવી જોઇએ. આવી ત્વચા પર મેલ, ધૂળના રજકણ ચોંટી જવાથી તે વધારે શ્યામ લાગે છે. તમે બહાર જતાં પહેલાં માઇલ્ડ સોપ અથવા ફેસવોશથી ચહેરો ધૂઓ અને એસપીએફ ૫૦ ધરાવતું હોય એવું સનસ્ક્રીન લગાવવાનું રાખો. આ રીતે બે-ત્રણ મહિના નિયમિત કરવાથી તમારા ચહેરાની ત્વચાનો રંગ થોડો બદલાશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ