નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો 'પાવભાજી પરોઠા'

 
બનાવો કંઈક અલગ પાવભાજી પરોઠા

સામગ્રી:

1 નંગ ડુંગળી ઝીણી સમારેલી
2થી 3 કળી લસણ ની ક્રશ કરેલી
1 નંગ નાનું ટમેટું ઝીણું સમારેલું
1 ટેબ.સ્પૂન બાફેલું ફ્લાવર
1 નાનું બટકું બાફેલું
1 ટેબ.સ્પૂન બાફેલું ગાજર
1 ટેબ.સ્પૂન બાફેલી કોબીજ
1 ટી.સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ
1 ટેબ.સ્પૂન બાફી ને મેશ કરેલા વટાણા
1 ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
સ્વાદ પ્રમાણે મીઠું
1/4 ટી.સ્પૂન હળદર
1 ટેબ.સ્પૂન લાલ મરચું પાવડર
1 ટેબ.સ્પૂન પાવ ભાજી નો મસાલો
2 ટી.સ્પૂન તેલ
1 કપ ઘઉં નો લોટ
બટર પરોઠા શેકવા માટે

રીત:

-સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી અને લસણ સાંતળી લો.બન્ને સાંતળી લો
-તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરોબર ખદખદવા દો.
-ત્યાર બાદ તેમાં બાફેલું બટકું,ગાજર,ફ્લાવર,કોબીજ ,વટાણા અને કેપ્સીકમ ઉમેરો
-તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,લાલ મરચું,હળદર અને પાવ ભાજી મસાલો ઉમેરો.
-મસાલો થોડોક આગળ પડતો રાખવો અને પાણી ન નાખવું લચકા પડતું રાખવું.
-હવે તેમાં 1 ટેબ.સ્પૂન તેલ ઉમેરી ઠંડુ પડે એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો.
-લોટ બંધાઈ જાય એટલે પરોઠા વણી તવી પર બટર કે તેલ મૂકી શેકી લેવા.
-તૈયાર પરોઠા ને ઉપર થી બટર મૂકી ગરમ ગરમ જ દહીં કે ડુંગળી ટામેટા ના સલાડ સાથે સર્વ કરો.
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા