નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

છોકરી મૈત્રી બાંધવા માટે આગ્રહ રાખે છે

 
પ્રશ્ન :હું જે યુવતીને પ્રેમ કરું છું, તે મારી જ્ઞાતિની નથી. મારા માતાપિતાને અમારા પ્રેમ સામે વાંધો નથી, પરંતુ એ યુવતીના માતાપિતાનું કહેવું છે કે હું એમની દીકરી કરતાં ઓછું ભણેલો હોવાથી તેમને આ સંબંધ મંજુર નથી. તેમને કેવી રીતે મનાવવા?

ઉત્તર :અત્યારના જમાનામાં ભણતરનું મહત્વ વધારે છે અને દીકરીના માતાપિતા તરીકે તેમને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા થાય તે સ્વાભાવિક છે. તમે પગભર હો અને તમારી પ્રેમિકાને સારી રીતે રાખી શકો તેમ હો, તો તમારા માતાપિતાને કહો કે તેઓ એ યુવતીના માતાપિતાને સમજાવીને વાત કરે. તેઓ ચોક્કસ માનશે.

પ્રશ્ન :મારા લગ્ન મને જે યુવતી ગમતી હતી, તેની સાથે જ થયાં છે. લગ્ન પહેલાં એ મારી દરેક વાત માનતી હતી અને એને હું ખૂબ સારો લાગતો હતો. હવે એ મારી કોઇ વાત માનતી નથી અને દરેક વાતમાં મારું અપમાન કરે છે. એનામાં આવું પરિવર્તન કેમ આવ્યું? શું મારી પસંદગી કરવામાં ભૂલ થઇ ગઇ?

ઉત્તર :ઘણી વાર પ્રેમમાં સામેવાળી વ્યક્તિના કોઇ અવગુણ વ્યક્તિને જણાતાં નથી અને કદાચ કંઇ હોય તો પણ ત્યારે વાંધો નથી લેતાં. તમારા કિસ્સામાં પણ આવું બન્યું લાગે છે. તમે ચિંતા ન કરો. તમારી પ્રેમિકાને સમજાવો અને તમને એનું જે વર્તન ન ગમતું હોય તે વિશે વાત કરો. એ તમારી લાગણી અને પ્રેમ સમજશે.

પ્રશ્ન :મારી સાથે ભણતી એક છોકરી મને અવારનવાર તેની સાથે મૈત્રી કરવા માટે આગ્રહ કરે છે. મને છોકરીઓ સાથે વાત કરવાનું વધારે પસંદ નથી. મેં એને ઘણી વાર ના કહી, પણ તે સતત આગ્રહ કરે છે. હું શું કરું?

ઉત્તર :તમે એ છોકરીને ના કહી, છતાં જો એ તમારી સાથે મૈત્રી રાખવા માટે આગ્રહ રાખતી હોય તો એને સમજાવો. તમને છોકરીઓ સાથે વાત કરવાનું પસંદ નથી એ તમારી વ્યક્તિગત બાબત છે. આપણે સમાજમાં રહીએ છીએ અને કેટલીક વાર સ્વભાવમાં કે આપણી પસંદ-નાપસંદમાં બાંધછોડ કરવી પડે છે. તમે એની સાથે માત્ર કેમ છો પૂછવા જેટલો સંબંધ રાખો તો વાંધો નહીં.

પ્રશ્ન :મેં એક યુવાનને પ્રેમ કર્યો હતો. એના માટે મેં મારું સર્વસ્વ અર્પણ કરી દીધું. હવે એ મારી સાથે વાત કરવા કે સંબંધ રાખવા નથી ઇચ્છતો. મારે શું કરવું?

ઉત્તર :તમારે કોઇ પણ પગલું ભરતાં પહેલાં વિચાર કરવાની જરૂર હતી. તમે જેને સર્વસ્વ અર્પણ કરી દીધું એને પહેલાં પૂછવું તો હતું કે એ તમારી સાથે જીવનભર સાથ નિભાવશે કે નહીં? ખેર, જે થઇ ગયું તે ભૂલીને નવેસરથી જીવનની શરૂઆત કરો અને આવી ભૂલનું પુનરાવર્તન થવા ન દેશો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા