નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તમે પણ આવા કર્મચારીઓમાંનાં એક તો નથી ને?

 
ક્યારેક આપણે ઓફિસમાં એ.સી. કે કોમ્પ્યુટર સતત ચાલુ રાખીએ છીએ કે સ્ટેશનરી વેડફીએ છીએ. તેનાથી આપણી જ ઇમેજ ખરડાય છે.

આપણામાંથી અનેક લોકોને ઓફિસમાં કામ કરતાં કરતાં પણ ઘણી વાર વધારે પડતો ખોટો ખર્ચ કરવાની ટેવ પડી જાય છે. આવો ખર્ચ પોતાના ખિસ્સામાંથી ન થતો હોવાથી કોઇને એ વિચાર સુદ્ધાં નથી આવતો કે આવી ટેવને લીધે સંસ્થાને કેટલું નુકસાન થઇ રહ્યું છે. જરા વિચારી જુઓ, તમે પણ આવા કર્મચારીઓમાંનાં એક તો નથી ને? જો એમ હોય, તો સમયસર તમારી ટેવમાં પરિવર્તન લાવો તે વધારે હિતાવહ છે. કઇ રીતે? અહીં જણાવ્યું છે...

ઇલેક્ટ્રિકની બચત
જ્યારે તમે કોમ્પ્યુટર પર કામ ન કરી રહ્યાં હો, તો પીસી ટર્ન ઓફ કરી દો. આમ કરવાથી વીજળીની સારી એવી બચત થશે.

સ્વયં કરવાની ટેવ પાડો
જ્યારે તમે ઘરે જવા નીકળો, ત્યારે તમારી કેબિનમાં એસી, કોમ્પ્યુટર, લાઇટ વગેરે તમે પોતે જ બંધ કરવાની ટેવ પાડૉ. એ રાહ ન જુઓ કે પટાવાળો આવીને બધું બંધ કરી દેશે.

કાગળોનો સાચવીને ઉપયોગ કરો
સામાન્ય રીતે દરેક ઓફિસમાં સ્ટેશનરીનો છુટથી વપરાશ થતો હોય છે. આંતરદેશીય કવર મોકલો ત્યારે અથવા ઓફિસમાં આવું કોઇ કવર આવ્યું હોય ત્યારે આ કવરને ફરીથી ઉપયોગમાં લઇ શકો છો. આ જ રીતે એક બાજુ લખેલું હોય અને પાછળની તરફ કોરા હોય એવા કાગળને પણ ફરીથી વપરાશમાં લઇ શકો છો.

પ્રિન્ટ આપતાં પહેલાં
કાગળ કે ડોક્યુમેન્ટ્સને પ્રિન્ટ કમાન્ડ આપતાં પહેલાં આપણે અનેક નાની નાની ભૂલો પ્રત્યે ધ્યાન આપતાં નથી. પરિણામે એક જ લેખ કે ડોક્યુમેન્ટ્સની અનેક વાર પ્રિન્ટ કાઢવી પડે છે. આના લીધે કાગળ અને પ્રિન્ટરની કાટ્રિજ બંને બગડે છે. પ્રિન્ટ કમાન્ડ આપતાં પહેલાં તમારા લેખને એક નજર જોઇ લો. તેમ જ પ્રિન્ટ માટેનાં તમામ કમાન્ડ પણ બરાબર સેટ કરેલાં હોય તેનું ધ્યાન રાખો. જરૂર જણાય તો જ પ્રિન્ટરનો ઉપયોગ કરો.

સમયનો સદુપયોગ
ઓફિસના ફોન કે મોબાઇલનો ઉપયોગ માત્ર કામ પૂરતી વાત કરવા માટે જ કરો. આમ કરવાથી સમય તો બીનજરૂરી નહીં જ વેડફાય. તે સાથે ફોન કે મોબાઇલનું વધારે બિલ ન આવવાથી આર્થિક રીતે પણ ઘણો ફરક પડશે. આમ, કંપનીને બચત થાય તેની સાથોસાથ ઓફિસમાં દરેક વસ્તુનો વ્યવસ્થિત વપરાશ કરવાથી તમારી ઇમેજ પણ સારા કર્મચારીની બનશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા