નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

માત્ર રૂ.1500થી ઉભી કરી દીધી 1 કરોડની કંપની!

- જ્યારે સારંગીની ઉંમર અંદાજે 17 વર્ષની હતી ત્યારે તેમને 1500ના રોકાણથી 'અમેજિંગ યૂથ' નામની એક કંપની બનાવી
- આ કંપની જોબ પ્લેસમેન્ટના ક્ષેત્ર સાથે જોડાયેલી છે
- કંપની દર ત્રણ મહિને 30-40 લોકોને રોજગારી આપે છે

કહેવાય છે કે જો ટેલેન્ટ હોય તો વ્યક્તિ માટીને અડે તો પણ સોનું બની શકે છે. અને આ વાત 20 વર્ષના અનિમેષ સારંગીના ઉપર બિલકુલ ફીટ બેસે છે.


આજથી અંદાજે ત્રણ વર્ષ પહેલાં જ્યારે સારંગીની ઉંમર અંદાજે 17 વર્ષની હતી ત્યારે તેમને 1500ના રોકાણથી 'અમેજિંગ યૂથ' નામની એક કંપની બનાવી. આ કંપની જોબ પ્લેસમેન્ટના ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ભુવનેશ્વરના આ યુવાન ઉદ્યોગ સાહસિકનું કહેવું છે કે જ્યારે તેમને આ કંપની શરૂ કરી હતી ત્યારે શરૂઆતના દિવસ ઘણી મુશ્કેલી ભર્યા હતા. પહેલાં 5 મહિનામાં કંપનીને કોઇ પણ કામ મળ્યું નહીં. પરંતુ પાંચ મહિના બાદ અચાનક આ કંપની દ્વારા તેના કોલ સેન્ટરમાં કેટલીક ભરતીઓ કરવાની અવેજમાં 25 હજાર રૂપિયાની કમાણી થઇ ગઇ. અહીંથી તેમના માટે સફળતાના રસ્તા ખૂલી ગયા અને હાલ તેમની કંપની દર ત્રણ મહિને 30-40 લોકોને રોજગારી આપે છે.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ સેંટ લુઇસ સ્થિત જોન કુલ બિઝનેસ સ્કૂલની તરફથી અમેજિંગ યુથ કંપનીને ગ્લોબલ સ્ટુડન્ટ આંતરપ્રિન્યોર એવોર્ડમાં સેકન્ડ રનર-અપનો એવોર્ડ આપવામાં આવ્યો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા