નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તમારી નબળાઇઓને તમારાથી વિશેષ કોણ જાણી શકે?

 
 
પ્રયત્ન

થાકી-હારીને બેસી જવાના બદલે વધુ એક પ્રયત્ન કરવામાં આવે તે વધારે સારું છે.

કુંભારના પ્રયત્નો બાદ જ માટીના વાસણનો આકાર ઘડાય છે. કોશિશ કરવાનો વિચાર આપણા અંતરમાં આગળ વધવાનો વિશ્વાસ ઉત્પન્ન કરે છે. જીવનની દોડમાં જ્યારે પણ હારી જઇશું એવી સ્થિતિ જણાય કે એવું લાગે કે હવે તો હાર નિશ્વિત છે, ત્યારે વધુ એક પ્રયત્ન અવશ્ય કરી જુઓ. આપણો આ પ્રયત્ન આપણને હારથી એક ડગલું આગળ વધારી દે છે અને જીતથી એક ડગલું પાસે કરી દે છે. ક્યારેક એક પ્રયત્ન કર્યા પછી જીત આપણા માટે જ રાહ જોતી હોય છે, કદાચ એ આપણા પ્રયત્ન કરવાના વિચારનો રાહ જુએ છે. પાછળથી પસ્તાવાને બદલે એ જ પળે પ્રયત્ન કરી લેવો વધારે હિતાવહ છે.

આકાશની નોકરીનો પ્રથમ દિવસ હતો. એણે ઉત્સાહથી પોતાના આઇડિયા એક કાગળ પર લખ્યા અને બોસ પાસે ગયો. એણે લખેલા મુદ્દા બોસને બિલકુલ ન ગમ્યા અને તેમણે એક જ મિનિટમાં ના કહી દીધી. સ્વાભાવિક છે કે આકાશને ખરાબ લાગે, પણ એણે નિરાશ થવાને બદલે ફરીથી વિચારવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટ સફિઁગ કર્યું, ફાઇલો જોઇ, પોતાની કંપનીની જરૂરિયાતોને સમજયો અને નવેસરથી લખવાનું શરૂ કર્યું. એ ફરીથી પોતાના સૂચનો બોસ પાસે લઇને ગયો. આ વખતે એના કેટલાક સૂચનો બોસને પસંદ પડ્યા, પણ બધા નહીં. પ્રથમ વખતની માફક આ વખતે પણ આકાશ ફરીથી કોશિશ કરવા બેસી ગયો અને આ વખતે બોસને વધારે આઇડિયા પસંદ પડ્યા. આ પ્રયત્નો આકાશે પોતાની ‘નોકરી’ માટે નહીં, પણ ‘પોતાના વિકાસ’ માટે કર્યા. એનું આવું વલણ કાયમ એને પ્રગતિ કરવામાં મદદરૂપ થશે.

જ્યારે પણ તમને તમારું વ્યક્તિત્વ એકધારું, કંટાળાજનક લાગે ત્યારે સમજી લો કે હવે નવી જાણકારી અને પ્રગતિની તમને જરૂર છે. હવેનો પ્રયત્ન સ્વયંને શ્રેષ્ઠ અને પ્રગતિશીલ હોવો જોઇએ. પોતાના વ્યક્તિત્વમાં કંઇ નવાનો સામેલ કરવાની લાક્ષણિકતા આપણામાં જ સૌથી વધારે હોય છે. તમારી નબળાઇઓને તમારાથી વિશેષ કોણ જાણી શકે? તમારા એ જ સારા-નબળા પાસાંનું મૂલ્યાંકન કરી પરિવર્તન લાવવામાં લાગી જાવ. પછીથી તો ઘણા લોકો પસ્તાય છે,પણ તમે એમનાથી અલગ લાગી શકો છો. બસ, વધારાનો એક પ્રયત્ન કરવાની જરૂર છે.
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા