નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

‘સ્ટુડન્ટ વિઝા નથી લેવો, સીધું પી.આર. લેવું છે. શું કરવું?’

 
સવાલ:હું ખૂબ જ કન્ફ્યુઝ છું કે મારા ચાઇલ્ડના અમેરિકાના કોન્વેકેશન માટે વિઝિટર વિઝા ફોર્મ નંબર ડી.એસ. ૧૬૦ કેવી રીતે ભરવું અને તેના કોલમમાં પૂછેલા પ્રશ્નોના જવાબ કેવા આપવા? હું આ વિઝાનું ફોર્મ જાતે જ ભરું કે કોઇ એજન્ટ અથવા ઇમિગ્રેશનના કન્સલ્ટન્ટ પાસે ભરાવું? મારું નામ તથા સરનામું અહીં પ્રગટ કરતા નહીં.- એક નિયમિત વાચક, બોરિવલી, મુંબઇ

જવાબ:અમેરિકાના વિઝિટર વિઝાનું ફોર્મ ડી.એસ. ૧૬૦ તમે અમેરિકાની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી વાંચશો તો જો તમને થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હશે તો પણ તમે તમારી રીતે તમારું નામ, જન્મતારીખ, સરનામું, આવક વગેરે તમામ વિગતો જાતે જ લખી શકશો. તેના માટે પાંચથી દસ હજાર જેવી મોટી રકમ એજન્ટ કે કહેવાતા કન્સલ્ટન્ટને ખોટા આપી દેવાની બિલકુલ જરૂર જ નથી. તેમ છતાં તમને કન્ફ્યુઝન હોય તો તમને જેવું અને જેવી રીતે ફોર્મ ભરતાં આવડે તેવી રીતે ભરીને મારા ઇ-મેઇલ એડ્રેસ ravalindia@gmail.com ઉપર મોકલશો, તો હું તેમાં વિનામૂલ્યે સુધારાવધારા કરી આપીશ.

સવાલ:મારી ઉંમર ૪૩ વર્ષની છે. મેં એક ગ્રીનકાર્ડ હોલ્ડર સાથે જૂન, ૨૦૦૯માં લગ્ન કરેલાં. આથી મારા પતિએ અમેરિકામાં માર્ચ,૨૦૧૦માં મારા ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી છે. બધા જ પેપર્સ કમ્પ્લિટ થઇ ગયા છે, તો મને વિઝા મળવામાં કેટલો સમય લાગશે?- શિલ્પા ગોહિલ, અમદાવાદ

જવાબ:આ વર્ષની અંદર અથૉત્ ૨૦૧૨ના વર્ષમાં તમારો વિઝા કોલ લેટર મુંબઇ કોન્સ્યુલેટમાંથી આવી જવો જોઇએ.

સવાલ:હું બી.ઇ. મિકેનિકલ કિમ્પ્લટ કરી હાલમાં એમ.બી.એ. કરું છું. મારે પી.આર. મેળવવા અમેરિકા અથવા કેનેડા જવા શું કરવું?- ગૌરવ પટેલ, નવસારી

જવાબ:તમારો બાયોડેટા અથૉત્ સી.વી. મને મોકલી આપો. તે જોયા પછી જ તમને માર્ગદર્શન આપી શકાય. પહેલાં તો તમે હાલ એમ.બી.એ. કરો છો તેમાં સારું પરફોર્મન્સ બતાવી ઊંચો કલાસ મેળવી અનુભવ મેળવી લેશો તો તમારા પી.આર. માટે કેનેડામાં વધુ ચાન્સિસ છે.

સવાલ:હું ફિલિપાઇન્સના મનીલા સિટીમાં ટૂરમાં ફરવા ગયો ત્યારે એક ફિલિપાઇન્સની જ છોકરી સાથે પરિચયમાં આવ્યો હતો. તેની સાથે થોડા દિવસો સાથે રહ્યો અને મને તેની સાથે પ્રેમ થઇ ગયો. હવે મારે તેની સાથે લગ્ન કરી તેને કાયમ માટે ઇન્ડિયા લાવવી છે અને મારે તેની સાથે કાયમ માટે રહેવું છે. મારે તેની સાથે બે વર્ષથી સંબંધ છે. મારે શું કરવું જોઇએ?- મિલિંદ મધોલકર, વડોદરા

જવાબ:આ પ્રોબ્લેમના બે ઉપાય છે એક તો તમે ફિલિપાઇન્સ જઇ ત્યાંના કાયદા કાનૂન અન્વયે લગ્ન કરી ઇન્ડિયા આવવાનો વિઝિટર વિઝા મેળવી તેને ઇન્ડિયા લઇ આવો. બીજો એ કે તે ઇન્ડિયાનો વિઝિટર વિઝા મેળવી અહીં આવી તમારી સાથે કાયદેસર લગ્ન કરે. પછી તે અહીં રજિસ્ટર કરાવીને મને બધા જ પેપર્સ મોકલી આપો, પછી હું જણાવું તેવા ફોર્મ તથા અરજીઓ કરી તેને ઇન્ડિયામાં રહેવા માટેનું લિગલ સ્ટેટસ અપાવી શકાય.

સવાલ:મારા એક મિત્ર અત્યારે ૬૨ વર્ષના છે. તેમના અમેરિકા સ્થિત સંબંધીઓ બેત્રણ માસ માટે ફરવા બોલાવે છે. તે માટે શું કાર્યવાહી કરવી જોઇએ? કયા વિઝા માટે અરજી કરવી જોઇએ?-સૂરજસિંહ જાડેજા, રાજકોટ

જવાબ:તમારા મિત્રને જાતે જ ડી.એસ. ફોર્મ ૧૬૦ ભરી વિઝિટર વિઝા અથૉત્ ટુરિસ્ટ વિઝા બી-૨ માટે એપ્લાય કરવું જોઇએ. આ ફોર્મ અમેરિકાની આ અંગેની વેબસાઇટ ઉપરથી પ્રિન્ટ આઉટ કાઢી જાતે જ ભરી શકાય તેટલું એકદમ સહેલું ફોર્મ છે. તે ફી સાથે ઓનલાઇન મોકલી ઇન્ટરવ્યૂની તારીખ મેળવી ઇન્ટરવ્યૂ આપી વિઝા મેળવી શકાય. તેમ છતાં તેમાં કોઇ મુશ્કેલી પડે તો તે ફોર્મ ભરી મને મોકલી આપશો તો હું તેમાં જરૂરી સુધારાવધારા કરી માર્ગદર્શન આપી શકીશ.

સવાલ:હું હાલમાં એસ.વાય. બી.કોમ.નો સ્ટુડન્ટ છું અને મારે કેનેડાનો સ્ટુડન્ટ વિઝા લેવો નથી, પરંતુ ત્યાંનું પી.આર. લેવું છે. તો તેનો મને કોઇ ઉપાય બતાવશો?-દર્શિલ શાહ, અમદાવાદ

જવાબ:આનો બીજો કોઇ ઉપાય નથી. તમારો અભ્યાસ જોતાં તમને કેનેડાનું પી.આર. મળવાની કોઇ પણ જાતની શક્યતા નથી. તેથી કોઇ લેભાગુની વાતમાં આવી જઇ તમારા પિતાના નાણાંનો દુવ્ર્યય કરતા નહીં.

સવાલ:મારી પુત્રી યુ.એસ. સિટિઝન હોઇ તે અમે માતાપિતા માટે પિટિશન ફાઇલ કરે તો અમારો ૩૨ વર્ષનો પુત્ર અમારી સાથે અમેરિકા આવી શકે? તે અનમેરિડ છે. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઇએ તેનું લિસ્ટ આપશો? તમને રૂબરૂ મળી તમારી સલાહ પ્રમાણે જ અહીંથી અમારી ઇમિગ્રેશનની પિટિશન ફાઇલ કરાવી મારી પુત્રીને મોકલવી છે. તેથી તે માટે તમારો કોન્ટેકટ નંબર તથા ઓફિસ એડ્રેસ આપશો?-સોનલબહેન શાહ, અમદાવાદ

જવાબ:સિટીઝનનાં માતાપિતાની જુદી કેટેગરી છે જેમાં એફ-૧થી એફ-૪ની કેટેગરીની જેમ વર્ષો સુધી ઇમિગ્રન્ટ વિઝા માટે વેઇટિંગ નથી, જ્યારે તમારા પુત્રની કેટેગરી સિટિઝન્સ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ એફ-૪ કેટેગરીમાં સમાવેશ થતો હોઇ દસ વર્ષ જેટલા સમયમાં ઇમિગ્રન્ટ વિઝા કોલ આવી શકે. તે માટે તમારી પુત્રીને તેના માટે જુદી પિટિશન કરવી પડે. તેથી તે તમારી સાથે એક જ વર્ષની અંદર આવી શકે નહીં. મારા ફોન નંબર્સ ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદની ઓફિસમાંથી મેળવી ફોન ઉપર જ મારી પાસેથી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ તથા પ્રોસજિર જાણી શકો છો.

સવાલ:મારી ઉંમર ૧૭ વર્ષની છે અને ૧૨મું સાયન્સ ૨૦૧૧માં પાસ કરી આઇલેટ્સમાં મેં ૬ બેન્ડ્સ પ્રાપ્ત કર્યા હોઇ કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે કસ્ટોડિયન લેટર માગે છે. આ સિવાય બીજો કોઇ રસ્તો છે?-પાર્થ પટેલ, અમદાવાદ

જવાબ:ના, કેનેડિયન કોન્ટ્રાકટ એક્ટ તેમજ દરેક દેશના કાયદા અન્વયે સગીર પોતે જાતે કોન્ટ્રાકટ કરી શકે નહીં કે કોઇ લેખિત જવાબદારી જેમ કે ડોલરમાં ફી વગેરે માટે કોન્ટ્રાકટ કરે તો તે વોઇડ અથૉત્ નિરર્થક કે રદબાતલ ગણાય. જેને એબઇનીશીયો વોઇડ કહે છે. તમારે કસ્ટોડિયન લેટર આપવો પડશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા