નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અનુભવ જ નક્કી કરે છે પરિણામ

 
અનુભવ શબ્દ આપણી જાણકારીને સમૃદ્ધ બનાવે છે. અનુભવ વિના કંઇ મેળવવાની આશા રાખવી એ અંધારામાં તીર મારવા સમાન છે.

સૂર્યની ગરમીનો અનુભવ તડકામાં ગયા વિના કરવાનું અશક્ય છે. આ અનુભવની પાઠશાળા છે. જીવનમાં થતાં જુદા જુદા પરિવર્તન આપણને ઘણુંબધું શીખવે છે. અનુભવ કર્યા વિના કોઇ વસ્તુ, સંબંધ કે વિચારને સમજી શકાતા નથી. અનુભવ જ પરિણામ નક્કી કરે છે. થોડો ફેરફાર સારું કરવાની અને વિખેરી નાખવાની શક્તિ ધરાવે છે. પરિવાર માટે નવવધૂ કેવી છે, તે તો થોડા દિવસ સાથે રહીને, વાતચીત કરવાના અનુભવ પછી જ ખબર પડે છે. માત્ર એને જોવાથી આ બાબતનું અનુમાન બાંધી શકાતું નથી. આપણા અનુભવોની યાદીની સાથોસાથ જાણકારીની યાદી પણ લાંબી થતી જાય છે. તેને એક તક આપવામાં અચકાવ નહીં, કેમ કે દરેક અનુભવ આપણને મક્કમ બનાવે છે.

પરિવર્તન પછી જ અનુભવ મળે છે. એકધારી પસાર થતી બાબતોમાં નથી નવીનતા હોતી કે નથી હોતી અનુભવ મળવાની શક્યતા. પરિવર્તનનું એક ઉદાહરણ દરેક ઘરમાં જોવા મળે છે. એક મહિલાના સ્વરૂપે. એક ગૃહિણી થોડા થોડા સમયે ઘરમાં કંઇ ને કંઇ ફેરફાર કરતી રહે છે. ફર્નિચરથી લઇને ઘરમાં ગોઠવેલા કૂંડાં, સજાવટ વગેરે. આવા નાનાં નાનાં પરિવર્તનથી એ પોતે તો અનુભવનો આનંદ માણે જ છે. એટલું જ નહીં, પરિવારના અન્ય સભ્યોને પણ નવીનતાનો અનુભવ કરાવે છે. ક્યાંકથી વાંચીને કે કોઇની પાસે સાંભળીને એ રસોઇમાં નવા નવા પ્રયોગ કરે છે. પરિણામે ક્યારેક સારા તો ક્યારેક ખરાબ સ્વાદનો અનુભવ કરે છે. આ અનુભવ જીવનને નીરસ બનતાં અટકાવે છે.

પરિવર્તન સાથે સંકળાયેલી નવીનતા અને નવીનતા સાથે સંકળાયેલ અનુભવ. રોજિંદા જીવનમાં એક વધુ અનુભવ જિંદગીમાંથી કંટાળાને દૂર કરી દે છે. જ્યારે કંટાળો દૂર થઇ જશે, તો જીવન વહેતા પ્રવાહ સમાન તાજગીભર્યું રહેશે, કાયમ.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે