નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

રિસાઇ ગયેલા મૂડને મનાવો

 
કોઇ વ્યક્તિ રિસાઇ જાય, તો એને મનાવવાની જરૂર પડે છે ને? એવી જ રીતે મૂડ પણ ખરાબ થઇ જાય, તો તેને સારો કરવાની જરૂર પડે છે. હવે આ કામ સરળ છે કેમ કે તમારી પાસે હશે મૂડ સારો કરે એવો ડબ્બો એટલે કે મૂડ સારો કરવા માટેનો આહાર.

અચાનક મૂડ ખરાબ થઇ જવાથી ઘણી વાર નુકસાન થાય છે. મન મજામાં ન હોય ત્યારે કંઇ કામ કરવાનું ગમતું નથી. ક્યારેક તો વિના કારણે એટલો ગુસ્સો આવે કે સારી રીતે થતું કામ પણ બગડી જાય છે. આવું ત્યારે બને છે જ્યારે મૂડના હોર્મોનની જરૂર પડે છે. એ માટે શરીરમાં જરૂરી એવા મેક્રો અને માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ ન હોવાથી કંઇ થઇ શકતું નથી. જો સિરોટેનિન એટલે કે સારા મૂડના હોર્મોન બને અને મૂડ સારો રહે. તમારી સાથે આવું બનતું હોય તો તમારે પાસે એક બોક્સ રાખવાની જરૂર છે, મેક્રો અને માઇક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરેલ એક ડબ્બો. જોઇએ, આ ડબ્બામાં કઇ-કઇ વસ્તુઓ હોય તે વિશે.

અખરોટ અથવા ડાર્ક ચોકલેટ
આનાથી જરૂરી ફેટી એસિડ ભરપૂર મળી રહે છે. તમારા ડબ્બામાં અખરોટના ત્રણ-ચાર ટુકડા અથવા મિડલ સાઇઝની ડાર્ક ચોકલેટ રાખો. જો તમને ડાયાબિટીસ હોય અને અખરોટ પસંદ ન હોય તો સુગરફ્રી ચોકલેટ પણ રાખી શકો છો.

કેળા અથવા બાફેલા બટાકા
આનાથી તમને પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ મળી રહેશે.

ખજુર અથવા ગોળ
ડબ્બામાં ત્રણ-ચાર ખજુર અથવા ગોળની બે-ત્રણ ટુકડા રાખો. તેનાથી આયર્ન અને કાર્બોહાઇડ્રેટ્સ મળશે. અખરોટ, ગોળ અને કેળાના સંયોજનમાં જે ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ છે, તે સિરોટેનિન બનવામાં મહત્વના છે.

બદામ
એક મુઠ્ઠી બદામ પણ તમારા ડબ્બામાં રાખો. એનાથી તમને જરૂરી પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ મળવાની સાથે ચરબી અને મેગ્નેશિયમ પણ મળી રહેશે.

આયોડીન
આનો સૌથી સારો સ્ત્રોત છે, આયોડીનયુકત મીઠું. તેને તમારા ડબ્બામાં કેવી રીતે રાખવું એ તમારે નક્કી કરવાનું છે. બને તો આયોડીનયુકત મીઠાવાળી બદામ ડબ્બામાં રાખો અથવા આયોડીનયુકત મીઠાની પડીકી રાખો, જેને જરૂર પડે ત્યારે બટાકા પર થોડું ભભરાવીને ખાવ.

તડકો
આની પણ અવગણના ન કરી શકાય. સૂર્ય દ્વારા તે આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. દરરોજ અડધો કે પોણો કલાક તડકો ખાવાથી મૂડ સારો રહે જ છે, સ્વાસ્થ્ય સારું રહે તે માટે પણ તડકો જરૂરી છે.
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા