નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ભારતીય કોલસેન્ટરો વેચી રહ્યા છે બ્રિટનવાસીઓના સિક્રેટ ડેટા

જાણીતા સમાચાર પત્રની ચોંકાવનારી તપાસ

-5,00,00થી વધારે બ્રિટનવાસીઓની વ્યક્તિગત અને સિક્રેટ તેવા ડેટા ભારતીય કોલસેન્ટરો વેચી રહ્યા છે.

-એચએસબીસી તથા નેટવેસ્ટ સહિત મોટી વિત્તીય કંપનીઓના ગ્રાહકોની જાણકારી લીક

- ભ્રષ્ટ અધિકારીઓ વેચી રહ્યા છે મોટી કંપનીઓને આ ઇન્ફર્મેશન


મીડિયામાં રવિવારે આવેલા એક સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય કોલ સેન્ટર 5,00,000થી પણ વધારે બ્રિટનવાસીઓના ગોપનીય કહેવાતી વ્યક્તિગત્ત માહિતીઓ વેચી રહ્યા છે, જેમાં ક્રેડિટ કાર્ડ અને ચિકિત્સા કાર્ડનો પણ ઉલ્લેખ છે.

સમાચાર પત્ર 'ડેઇલી મેઇલ'ના પ્રમાણે 'સન્ડે ટાઇમ્સ' દ્વારા ગોપનીય રીતે કરાવેલી તપાસ પ્રમાણે ભારતીય કોલ સેન્ટરોના ભ્રષ્ટ કર્મચારી અપરાધી અને માર્કેટિંગ ફર્મોને ઇન્ફર્મેશન વેચી રહ્યા છે.

આ રિપોર્ટ પ્રમાણે કોલ સેન્ટરોમાં માહિતી પ્રૌદ્યોગિકી કર્મી હોવાનો દાવો કરી રહ્યા બે ભારતીયોએ ગુપ્ત સંવાદદાતાઓથી મુલાકાત કરી અને પોતાની પાસે લગભગ 5,00,00 બ્રિટનવાસીઓની વ્યક્તિગત માહિતીઓના જુદા- જુદા 45 સેટ હોવાનો દંભ કર્યો.

આ રિપોર્ટ પ્રમાણે આ સેટમાં ક્રેડિટ કાર્ડ ધારકોના નામ, સરનામુ અને ફોન નંબર તો આપવામાં આવે જ છે તે સાથે કાર્ડની શરૂઆતની અને છેલ્લી તારીખો તથા ત્રણ અંકોના સુરક્ષા સત્યાપન કોડ પણ આપવામાં આવ્યા છે.

જે પ્રમાણે મોટાભાગની જાણકારીઓ એચએસબીસી તથા નેટવેસ્ટ સહિત મોટી વિત્તીય કંપનીઓના ગ્રાહકોથી સંબંધિત છે.

રિપોર્ટ અનુસાર, એક ભારતીય કર્મચારીનું નામ નરેશ સિંહ છે જે દિલ્લીના નજીક ગુડગાવ સ્થિત એક હોટેલના રૂમમાં ગુપ્ત સંવાદદાતાઓથી મુલાકાત કરી. કથિત રીતે કર્મચારી કહેવાતા આ શખ્સ પાસે માહિતી ભરેલુ લેપટોપ પણ તે સાથે રાખ્યું છે.
આ અંગે સિંહે પોતાની પાસે 72 કલાક પહેલાની આખી જાણકારી કે જે ગીરવે મુકેલી વસ્તુઓ, દેવુ, વીમો અને મોબાઇલ ફોનમાં નોંધાયેલા નંબરો વિશે છે.

આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં કોલ સેન્ટર પાંચ અરબ ડૉલરનો વેપાર કરે છે. આ કોલ સેન્ટરોમાં અંદાડે 3,30,000 લોકો કાર્યરત છે જે ઘણી બ્રિટિશ કંપનીઓ ભારતના આઉટસોર્સ દ્વારા સેવાઓ પુરી પાડે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા